મહાશિવરાત્રી પર બની રહ્યો છે અદભુત યોગ, ભોલેનાથને પ્રસન્ન કરવા માટે કરી દો બસ આ સરળ કામ

મહાશિવરાત્રીનો પર્વ ખૂબ જ ખાસ હોય છે અને આ દિવસે જ શંકર ભગવાનની પૂજા કરવામાં આવે છે. માનવામાં આવે છે કે જે લોકો સાચા મનથી ભોળાનાથની પૂજા આ દિવસે કરે છે તેમને એક સાચો જીવનસાથી મળી જાય છે

અને તેમની દરેક મનોકામના પૂર્ણ થઈ જાય છે. આ વર્ષે મહાશિવરાત્રીનો પર્વ ૧૧ માર્ચ ગુરુવારનાં દિવસે આવી રહ્યો છે. આ દિવસે ૯:૦૦ કલાક ૨૨ મિનિટ સુધી મહાન કલ્યાણકારી “શિવયોગ” પણ વિદ્યમાન રહેશે. ત્યાર પછી “સિદ્ધિયોગ” યોગ શરૂ થઈ જશે.

“સિદ્ધિ યોગ” ને ઘણો જ શુભ માનવામાં આવે છે અને આ યોગ દરમિયાન કરવામાં આવેલ દરેક કાર્ય સફળ રહે છે. આ યોગ દરમિયાન શંકર ભગવાનની પૂજા કરવાથી ફળની પ્રાપ્તિ જરૂર થાય છે અને ઇચ્છિત વસ્તુ પણ મળી જાય છે.

આ યોગ દરમિયાન રૂદ્રાભિષેક, શિવ નામ કીર્તન, શિવપુરાણનો પાઠ તેમજ શિવજીનાં મંત્રનાં જાપ ખૂબ જ ઉત્તમ ગણવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ આ દરમિયાન દાન-પુણ્ય તેમજ જ્યોતિર્લીંગના દર્શન કરવા પણ ખૂબ જ શુભ ગણવામાં આવે છે.

કુંવારી કન્યાઓ રાખે વ્રત

શિવરાત્રીનો દિવસ કુંવારી કન્યાઓ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આ દિવસે વ્રત કરનારને સાચો જીવનસાથી મળે છે. કુંવારી કન્યા સવારનાં સમય મંદિરે જઈને શિવલિંગ ઉપર જળ અર્પણ કરે તેમજ ગૌરી માતાની પૂજા કરે. આવું કરવાથી એક જ વર્ષની અંદર લગ્ન થઈ જશે અને સાચો જીવનસાથી પણ મળી જશે.

નવગ્રહ દોષ શાંત થઈ જશે

લોકોની કુંડળીમાં નવગ્રહ દોષ છે. એ દોષ પણ શાંત થઇ જાય છે. નવગ્રહ દોષ હોવાના કારણે જીવન કષ્ટોથી ભરાઈ જાય છે અને માનસિક અશાંતિ બની રહે છે. એવામાં જે લોકો આ દોષ થી પીડાય છે તેમણે મહાશિવરાત્રીનાં દિવસે રુદ્રાભિષેક કરવો.

પતિનું આયુષ્ય વધે છે

આ દિવસે પૂજા કરવાથી વિવાહિત સ્ત્રીઓનો વૈધવ્ય દોષ પણ નષ્ટ થઈ જાય છે અને પતિના આયુષ્યમાં વધારો થાય છે. પરણિત મહિલાઓ આ દિવસે માતા પાર્વતી પૂજા શિવજી સાથે કરે. ત્યાર પછી માતાનો શૃંગાર કરે. માતાને બધો જ શૃંગારનો સામાન ચઢાવે. ત્યાર પછી પંચામૃત, દૂધ, દહીં, ઘી,મધ અને ખાંડથી ભોળાનાથનું સ્નાન કરાવે. પછી બીલીપત્ર ઉપર અષ્ટગંધ, કંકુ અથવા ચંદનથી રામ-રામ લખીને “ૐ નમઃ શિવાય કરાલં મહાકાલ કાલં કૃપાલં ૐ નમઃ શિવાય” જાપ કરતા શિવલિંગ ઉપર અર્પિત કરવું. તે સિવાય તમે ભાંગ, ધતુરો અને મંદારના ફૂલ તથા ગંગાજળથી શિવલિંગ ઉપર અભિષેક કરી શકો છો.

બિલીપત્ર જરૂર ચડાવવું

જો કોઈ મનોકામના પૂર્ણ ન થઈ રહી હોય તો તમે આ દિવસે શિવજીનું વ્રત કરી અને સાથે તેને બીલીપત્ર ચડાવો. આવું કરવાથી ભોળાનાથ તમારી દરેક મનોકામના પૂર્ણ કરી દે છે અને જો તમે ઈચ્છો તો તે તમને મળી પણ જાય છે.

શનિ ગ્રહ શાંત રહે છે

જે લોકોની કુંડળીમાં શનિ ગ્રહ ભારે હોય તે લોકો આ દિવસે શિવજીની પૂજા કરે અને તેમને શમીપત્ર ચડાવે. શમીપત્ર ચઢાવવાથી શનિ ગ્રહ શાંત રહે છે. સાથેજ સાડાસાતી, મારકેશ તથા અશુભ ગ્રહ ગોચર દ્વારા નુકસાન નથી થતું.

આવી રીતે કરવી શિવજીની પૂજા

શિવરાત્રીના દિવસે મંદિરે જઈને તમારે સૌથી પહેલા શિવલિંગ ઉપર જળ અર્પણ કરવું. ત્યાર પછી દુધ, દહી, ઘી, મધ અને ખાંડ શિવજીને ચઢાવવું. પછી ચોખ્ખા પાણીથી શિવલિંગને સાફ કરો. હવે શિવલિંગ ઉપર દૂધ અર્પણ કરો અને ફરીથી જળ ચડાવો.

શિવલિંગ પર ચંદનનું તિલક કરો અને તેમને ફળ, ફૂલ અને શમીપત્ર અર્પણ કરી દેવુ. શિવલીંગની સામે એક ઘીનો દીવો કરવો અને શિવ મંત્રનો જાપ કરવો.

જો તમે આ દિવસે વ્રત કરો છો તો વ્રત રાખવાનો સંકલ્પ કરો. આખો દિવસ માત્ર ફળ અને દૂધ જ લેવુ.

શિવજી સાથે જોડાયેલ મંત્રો

ૐ સાધો જાયતે નમઃ

ૐ વામ દેવાય નમઃ

ૐ અઘોરાય નમઃ

ૐ તત્પુરુષાય નમઃ

ૐ ઇશાનાય નમઃ

ૐ હ્યી્મ હ્યૈ્મ નમઃ

રુદ્ર ગાયત્રી મંત્ર

ૐ તત્પુરુષાય વિદ્મહે, મહાદેવાય તન્નો રુદ્રઃ પ્રચોદયાત્.

મહામૃત્યુંજય ગાયત્રી મંત્ર

ૐ હૌમ્ જૂમ્ સઃ ૐ ભૂર્ભુવઃ સ્વઃ ૐ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ.

pinal patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *