આપણા દેશમાં ઘણા બધા અલગ અલગ દેવી દેવતાઓના મંદિરો આવેલા છે, દરેક મંદિરમાં દેવી દેવતાઓના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે અને ઘણા મંદિરો પાછળ તો રહસ્યો અને ચમત્કાર થતા પણ જોવા મળતા હોય છે. તેવું જ આ મંદિર ભાણવડ તાલુકામાં આવેલું ત્રિવેણીસંગમ ત્યાં ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે.
ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિરમાં દુરદુરથી ભક્તો મોટી સંખ્યામાં દર્શને આવતા હોય છે અને ભક્તોના બધા જ દુઃખો દૂર કરીને મહાદેવ બધી જ મનોકામના પુરી કરતા હોય છે. આ મંદિર સાથે આ કથા જોડાયેલી હતી કે એકવાર પાંડવો હારી ગયા હતા અને કુંતામાતા રોજ મહાદેવની પૂજા કર્યા પછી જ ભોજન કરતા હતા અને અહીં તેઓ રાતવાસો કરવા માટે રોકાયા હતા.
તે પછી આ શિવલિંગની પૂજા ઈંદ્રરાજાએ કરી હોવાથી આ મહાદેવના મંદિરને ઇન્દ્રેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિર વિષે એવું કહેવામાં આવી છે કે આ મંદિરની સવારની પૂજામાં હંમેશા ફૂલ ચડાવેલા હોય છે અને એવું કહેવાય છે કે આ મંદિરમાં જાતે જ ઇન્દ્ર ભગવાન જળાભિષેક અને ફૂલ અર્પણ કરીને શિવલિંગની પૂજા પણ કરતા હોય છે.
આથી આ મંદિરમાં ઇન્દ્ર ભગવાનનો ચમત્કાર જોવા માટે દુરદુરથી ભક્તો આવતા હોય છે અને દરેક ભક્તોના જીવનમાં ઇન્દ્રેશ્વર મહાદેવ દુઃખો કરીને તેમના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ ભરી દેતા હોય છે.