સાઉથના સુપરસ્ટાર મહેશ બાબૂૂ 45 વર્ષના થઈ ગયા છે. 9 ઓગસ્ટે, 1975માં ચેન્નઈમાં જન્મેલા મહેશ બાબૂએ માત્ર 4 વર્ષની ઉંમરમાં ચાઇલ્ડ એક્ટર તરીકે ફિલ્મમાં ડેબ્યું કર્યું હતું.

1990 સુધી ઘણી ફિલ્મોમાં કામ કર્યાં પછી તેમણે કોલેજનો અભ્યાસ પૂરો કરવા માટે બ્રેક લીધો હતો. વર્ષ 1999માં તેમણે લીડ એક્ટર તરીકે ફિલ્મ ‘રાજા કુમારુદુ’થી ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં તેમની એક્ટ્રસ પ્રિટી જિંટા હતી. ફિલ્મ સુપરહિટ રહી હતી. આ પછી તેમણે એકથી એક બ્લોકબસ્ટ્ર ફિલ્મો આપી હતી.

ફેબ્રુઆરી, 2005માં મહેશ બાબૂએ મિસ ઇન્ડિયા અને બોલિવૂડ એક્ટ્રસ નમ્રતા શિરોડકર સાથે લગ્ન કર્યાં હતાં. બંનેની મુલાકાત વર્ષ 2000માં ફિલ્મ ‘વામસી’ના સેટ પર થઈ હતી. મહેશ બાબૂ નમ્રતાથી ઉંમરમાં 3 વર્ષ નાના છે.

5 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યાં પછી બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. બૉલિવૂડમાં સફલતા ન મળતાં નમ્રતાએ સાઉથની ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન નમ્રતાની મુલાકાત મહેશ બાબૂ સાથે થઈ હતી.

લગ્નના એક વર્ષ પછી એટલે કે, 31 ઑગસ્ટ 2006માં મહેશ બાબૂ પિતા બન્યા હતાં તેમની પત્ની નમ્રતાએ દીકરા ગૌતમને જન્મ આપ્યો હતો. આ પછી 20 જુલાઈ, 2012માં નમ્રતાએ એક દીકરીને જન્મ આપ્યો હતો, જેનું નામ તેમણે સિતારા રાખ્યું છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ. મહેશ બાબૂ લગભગ 135 કરોડ રૂપિયાની પ્રોપર્ટીના માલિક છે. મહેશ બાબૂ અને નમ્રતાનો હૈદરાબાદના જુબલી હિલ્સમાં બંગલો છે. આ બંગલાની કિંમત લગભગ 14 કરોડ રૂપિયા છે.

આ ઉપરાંત ફિલ્મ નગરમાં પણ એક મૈન્શન છે, જેની કિંમત 11 કરોડ રૂપિયા છે. આ મૈન્શનમાં ડ્રોઇંગ રૂમ, ડાઇનિંગ રૂમ, સ્ટડી રૂમ, પૂજા ઘર, બાળકો માટે પ્લે રૂમ જેવી સુવિધાઓ હાજર છે.

મહેશ બાબૂ પાસે અનેક લક્ઝૂરિયસ કાર છે. તેમને કલેક્શનમાં લેમ્બોર્ગિની ગૈલાર્ડો છે, જેની કિંમત 3 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત તેમની પાસે રેન્જ રોવર વોગ પણ છે. જેની કિંમત લગભગ 2 કરોડ રૂપિયા છે. સાથે જ તેમની પાસે 90 લાખ રૂપિયાની ટોયોટા લેન્ડ ક્રૂઝર, 49 લાખની મર્સિડીઝ બેન્ઝ ઈ ક્લાસ અને 1.2 કરોડની ઑડી 8 પણ છે.

મહેશ બાબૂની વૅનિટી વૅન પણ ખૂબ જ લક્ઝૂરિયસ છે. જેની કિંમત લગભગ 6 કરોડ રૂપિયા છે. વર્ષ 2013માં આવેલી ફિલ્મ ‘સીતમ્મા વકિતલો સિરિમલે ચેતુ’ દરમિયાન તેમણે વૅનિટી વૅન ખરીદી હતી.

મહેશ બાબૂ એક ફિલ્મના લગભગ 18થી 20 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. તેમણે અત્યાર સુધી લગભગ 37 ફિલ્મોમાં કામ કર્યું છે.

મહેશ બાબૂ ‘મુરારી’ (2011), ‘બૉબી’ (2002), ‘ઑક્કાડૂ’ (2003), ‘અર્જુન’ (2004), ‘પોકિરી’ (2006), ‘બિઝનેસમેન’ (2012), ‘આગદુ’ (2014), ‘બ્રહ્મોત્સવમ’(2016), ‘સ્પાઇડર’, ‘ભારત અને નેનુ’, ‘મહર્ષિ’, ‘સરિલેરુ નીકેવરુ’ સહિત અનેક ફિલ્મમાં કામ કર્યું છે.

પૂજા ઘરમાં મહેશ બાબૂનો દીકરો ગૌતમ અને દીકરી સિતારા.

રક્ષાબંધન પર ભાઈ ગૌતમને રાખડી બાંધતી મહેશ બાબૂની દીકરી સિતારા.

બહારથી આવું દેખાય છે મહેશ બાબૂનું ઘર.

મહેશ બાબૂનું આખુ નામ મહેશ ઘટ્ટામનેની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here