કેટલીક વાર માણસને એવી એવી જગ્યાએથી જેકપોટ મળી જાય છે જેને એણે જંક સમજી રાખી હોય છે. આવું જ કંઇક થયું એક અમેરિકન પરિવાર સાથે જેને પોતાની પરદાદી દ્વારા વારસામાં મળેલી એક દુકાનનું મહત્વ સમજાયું નહીં. અને વર્ષો પછી તાળાબંધ દુકાનને જયારે એમણે ખોલીને જોયું તો…
ધૂળથી ભરેલી દુકાનમાંથી મળી આવ્યો વિન્ટેજ સામાન
અમેરિકાનાં આ કુટુંબને દુકાન વારસામાં મળી હતી. દુકાન ૧૯૪૦થી ૧૯૬૦ દરમ્યાન કુટુંબના પરદાદી ચલાવતાં હતા. પણ જયારે એમની તબિયત લથડવા લાગી ત્યારે એને તાળું મારી દીધું. પરિવારને જયારે ખબર પડી કે એમની પરદાદી એમનાં નામે દુકાન કરીને ગઈ છે તો સૌને થયું કે એટલી જૂની દુકાનનું શું કરવું છે, અને કોઈએ ત્યાં જઈને જોવાની તસ્દી પણ લીધી નહિ. પણ વર્ષો બાદ ૨૦૧૪માં પરિવારના કેટલાંક સભ્યોએ દુકાન ખોલીને જોવાનો નિર્ણય કર્યો.
જયારે તેઓ અંદર ગયાં ત્યારે એમણે જોયું તો દુકાનની ફરસ ધૂળથી ઢંકાઈ ગઈ છે. પણ એમણે જયારે દુકાનમાં રાખેલા જૂતાનાં ખોખા ખોલ્યાં તો આટલાં વર્ષો પછી પણ પ્રમાણમાં સારી હાલતમાં જળવાયેલા ઘણાં જૂતાં મળી આવ્યા.
આ વિન્ટેજ જૂતાંની કિંમત આજે તો ઘણી વધારે ઉપજે એ તો સ્વાભાવિક છે. એટલે, કેટલીક વેબસાઈટ્સ પર આ વિન્ટેજ જૂતાંની ફોટો વાયરલ થઈ રહી છે.
Reddit/રેડીટ પર શેર કર્યું હતું
આમ તો આ પરિવારનાં કોઇપણ સભ્યની અંગત માહિતી જાહેર નથી થઇ પણ કહે છે કે એમાંના જ કોઈ એક સભ્યે શોપમાં ખેંચેલી તસ્વીરોને અમેરિકન સોશ્યલ ન્યુઝ વેબસાઈટ Reddit/રેડીટ પર શેર કરી હતી.
ત્યાંથી આ તસ્વીરો બીજી સોશ્યલ સાઈટ્સ પર વાયરલ થઇ રહી છે. કહ્યું છે ને કોઈના નસીબનું તાળું ક્યારે ખૂલી જાય એ કોઈ કહી શકતું નથી!