ખિસ્સામાં પર્સ તો દરેક વ્યક્તિ રાખે છે અને સાથે જ એવી ઈચ્છા પણ હોય છે કે એ પર્સ હંમેશા પૈસાથી છલકતું રહે. જો તમે આવી ઈચ્છા રાખતાં હોય તો જરૂરી છે કે તમે એ વાતોનું પણ ધ્યાન રાખો કે જેથી તમારા પર્સમાંથી પૈસા ક્યારેય ખાલી ન થાય. જ્યોતિષશાસ્ત્રમાં એવી પાંચ વાતોની જાણકારી આપવામાં આવી છે કે જેનું ધ્યાન રાખવામાં આવે તો પર્સ હંમેશા પૈસાથી ખચોખચ ભરેલું રહેશે.

પર્સ ક્યારેય ફાટેલું ન હોવું જોઈએ. પર્સ ફાટેલું હશે તો તેનાથી ખર્ચ વધશે. જ્યારે પણ પર્સ ફાટે તો તુરંત તેને બદલી દો.

પર્સનો સંબંધ ધનથી હોય છે કાગળથી નહીં. એટલા માટે જ પર્સમાં પૈસા જ રાખવા વધારાના કાગળ કે બેન્કની રસીદો ન રાખવી. જુના કાગળમાં રાહુનો પ્રભાવ હોય છે અને તે ધનના પ્રવાહને અટકાવે છે.

ખાવા-પીવાની વસ્તુઓ પર્સમાં ન રાખવી. ઘણા લોકોને આદત હોય છે કે તેઓ ચોકલેટ, પાન-મસાલા જેવી વસ્તુઓ સાથે રાખતાં હોય છે.

પર્સમાં દવાના પડીકા, દવાઓના કાગળ જેવી વસ્તુઓ રાખવાથી પણ ધનનો વ્યય થાય છે. આવી વસ્તુઓથી નકારાત્મક ઉર્જા વધે છે.

પર્સમાં લોઢાની વસ્તુઓ પણ ન રાખવી જોઈએ. સામાન્ય રીતે લોકો પર્સમાં બ્લેડ, દાંતખોતરણી, ચાકૂ જેવી વસ્તુઓ સાથે રાખતાં હોય છે. લોઢું પર્સમાં ન રાખવું જોઈએ. નિષ્ણાંતો જણાવે છે કે જરૂરી હોય તો પર્સમાં ત્રાંબા કે ચાંદીની વસ્તુઓ રાખવી. તેનાથી લાભ થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here