આપણા દેશની અંદર અનેક પૌરાણિક મંદિરો આવેલા છે.દરેક મંદિર પોતાનું આગવું રહસ્ય ધરાવે છે.આ મંદિરોની અંદર વર્ષ દરમિયાન અનેક ભક્તો દર્શન કરવા માટે આવે છે.ઘણી વાર આ મંદિરોની અંદર ચમત્કારો થતા પણ જોવા મળે છે.
આથી ભક્તો ચમત્કારોથી પ્રેરાઈને ભગવાનના દર્શન કરવા માટે આવતા હોય છે.ઘણા ભક્તો મંદિરની અંદર આવીને માનતા પણ રાખતા હોય છે.સાચા મનથી કરવામાં આવેલી માનતા ભગવાન અવશ્ય પૂરી કરે છે.આજે અમે તમને એવાજ એક મંદિર વિષે જણાવશું.
આ મંદિર ગુજરાત રાજ્યની અંદર આવેલ સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણ ગામથી ૫ કીલોમીટરના અંતરે આવેલું છે.આ મંદિરની અંદર સાક્ષાત વાવના મેલડી માતા બિરાજમાન છે.આ મંદિરની અંદર રવિવાર અને મંગળવારના રોજ ભક્તોનું મહેરામણ ઉમટી પડે છે.
વર્ષો પહેલા મેલડી માતાનું નાનું મંદિર હતું પરંતુ આજે આ જગ્યાએ મેલડી માતાનું વિશાળ મંદિર બનાવવામાં આવ્યું છે.આ મંદિરની અંદર ભક્તો પોતાના દુખો દુર કરવા માટે આવે છે.મંદિરની અંદર દર્શન કરવા માટે આવતા દરેક ભક્તના દુખો માતા મેલડી દુર કરે છે.
એવું માનવામાં આવે છે કે આ મેલડી માતાનું મંદિર સ્વયંભુ પ્રગટ થયેલ છે.કારણ કે પહેલા મેલડીમાતા નું સ્થાન વાવની અંદર હતું આથી હાલના સમયમાં વાવની પાસેજ માતાનું મંદિર બનાવવામાં આવેલ છે.આ મંદિરમાં લોકમાન્યતા પ્રમાણે દરેક ભક્તની મનોકામના પૂર્ણ થાય છે.
આથી અનેક ભક્તો આ મંદિરની અંદર દર્શન કરવા માટે આવે છે.આ સાથેજ મંદિરની પાછળ એ અદ્ભુત રહસ્ય છે,જેમાં મંદિરના પાછળની ભાગમાં સિક્કા લગાડવામાં આવે છે અને જે ભક્તનો સિક્કો ચોંટી જાય એ ભક્તની મનોકામના માં મેલડી અવશ્ય પૂરી કરે છે.
આ મંદિરમાં બિરાજમાન માં મેલ્ડીને વાવની મેલડી તરીકે ઓળખવામાં આવે છે.કારણ કે આ મંદિરની અંદર સ્થાપિત કરાયેલી માં મેલ્દીની પ્રતિમા સ્વયંભુ નકટી વાવમાં દેખાઈ હતી.આ મંદિરની અંદર વર્ષ દરમિયાન લાખો ભક્તો દર્શન કરવા માટે આવે છે અને માં મેલડી દરેક ભક્તના જીવનમાંથી દુખો દુર કરીને તેમને શાંતિ અને સમૃદ્ધિ અર્પણ કરે છે.