લોકડાઉન ના કારણે દુરદર્શન એ એક વખત ફરી થી રામાનંદ સાગર ની ‘રામાયણ’ નું પ્રસારણ શરુ કરી દીધું છે. થોડાક જ દિવસો માં આ સીરીયલ પહેલા ના જમાના ની જેમ એક વખત ફરી લોકપ્રીય થઇ ગયા છે. તેના સાથે જ આ ‘રામાયણ’ માં કામ કરવા વાળા બધા કલાકાર પણ એક વખત ફરી ચર્ચા માં આવવા લાગ્યા છે. આ લેખ માં રામાયણ માં ‘સીતા’ નો રોલ પ્લે કરવા વાળી દીપિકા ચીખલીયા પણ મીડિયા માં છવાયેલ છે.જ્યારે પણ આપણે રામાયણની સીતાને યાદ કરીએ છીએ ત્યારે એક સીધી સાદી અને સિમ્પલ મહિલા તરીકે દીપિકા ચિખલીયા ની છબી સામે આવી જાય છે. તે ઘણી વખત મીડિયામાં સાદી સાડી, માથા પર પલ્લુ અને એક સુંદર સ્મિત વાળી ઈમેજ ના સાથે વાયરલ થઇ છે. જોકે, દીપિકા ની અંગત જીવનની વાત કરીએ તો તે બહુ જ મોર્ડન મહિલા છે.પોતાની પર્સનલ લાઈફ માં દીપિકા ના રહેવા અને ડ્રેસિંગ કરવું એ ખૂબ જ મોર્ડન અને આધુનિક છે. તેઓ પણ આજકાલ ની શહેરી મહિલાઓની જેમ પોતાનું જીવન વિતાવવાનું પણ પસંદ કરે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને દીપિકા થી જોડાયેલ કેટલીક દિલચસ્પ વાતો અને ફોટા દેખાડવા જઈ રહ્યા છીએ.

29 એપ્રિલ 1965 ના રોજ મુંબઇમાં જન્મેલી દીપિકા ચીખલીયા હાલ 55 વર્ષની છે. દીપિકાએ હિન્દી ફિલ્મો ઉપરાંત કન્નડ, બંગાળી, તમિલ અને મલયાલમ ભાષાની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. દીપિકા છેલ્લી વખત વર્ષ 2019 માં આયુષ્માન ખુરાના ની ‘બાલા’ ફિલ્મમાં દેખવામાં આવી હતી. આ ફિલ્મ માં તે પરી (યામી ગૌરમ) ની મમ્મી બની હતી.દીપિકા ના પતિનું નામ હેમંત ટોપીવાલા છે જે એક કોસ્મેટિક્સ કંપની ના માલિક છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે દીપિકા પોતાના પતિ કોસ્મેટિક કંપનીમાં રીસર્ચ અને માર્કેટિંગ ટીમ નું નેતૃત્વ પણ કરે છે. આ કંપની માં શૃંગાર બિંદી અને ટીપ્સ એન્ડ ટોજ નેઇલપોલીશ બનાવવામાં આવે છે. દીપિકા ની બે દીકરીઓ પણ છે જેમનું નામ નીધી અને જુહી છે.

મહત્વનું એ છે કે, રામાયણ સિરીઝ નું રીપીટ ટેલિકાસ્ટ આજકાલ પોતાના અંતિમ ચરણ માં છે. પાછળ વખતની જેમ આ વખતે પણ તેને દુરદર્શન પર ઘણા કરોડ લોકો એ પોતાના પરિવાર ના સાથે મળીને દેખ્યું છે. આ શો ના પુનઃપ્રસારણ થી એક વખત ફરી જૂની યાદો અને દિવસ તાજા થઈ ગયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here