એક તરફ જ્યાં દુનિયામાં કેટલીય એવી ખૂબસૂરત જગ્યાઓ છે જ્યાં લોકો ફરવા જવા ઇચ્છતાં હોય છે. તો સામે પક્ષે કેટલાંક દેશ એવાં છે જે દુનિયાનાં સૌથી ખતરનાક દેશ ગણાય છે. આવાં દેશમાં ક્યાંક મહિલાઓ પર અત્યાચારો થાય છે તો ક્યાંય જંગલી જાનવરોનો ભય રહેલો છે. આવી જગ્યાઓ પર જવું એટલે સામે ચાલીને આફત વહોરવા જેવું છે. આવો જાણીએ વિશ્વની એ ખતરનાક જગ્યાઓ વિષે…
સ્યુદાદ જૂઅરેજ, મેક્સિકો
આ મેક્સિકોનું સૌથી મોટું શહેર છે. આ શહેરમાં મહિલાઓને ગુલામ બનાવીને રાખવામાં આવે છે અને એમની સાથે ઘણો ખરાબ વહેવાર કરવામાં આવે છે. આ શહેર મહિલાઓ માટે કોઈ નર્કથી સહેજે ઉતરતું નથી.
ઓસ્ટ્રેલિયાનું રણ
ઓસ્ટ્રેલિયાનું રણ ખતરાથી સહેજે ખાલી નથી. અહીં શેકી નાખે તેવી ભયંકર ગરમી પડે જે જે જાનલેવા સાબિત થઇ શકે છે. એટલું જ નહિ અહીં કેટલાંય એવાં જંગલી જાનવર છે જે ખુલ્લેઆમ ફરે છે અને તમારાં પર ગમે ત્યારે હુમલો કરી શકે છે.
ન્યૂક્લિયર સિટી, યુક્રેન
યુક્રેનનાં પ્રીપ્યેત શહેરમાં ન્યૂક્લિયર પ્લાન્ટમાં ૧૯૮૬માં ધડાકો થયો હતો જેમાં ૩૧ લોકોનાં મોત નીપજ્યા હતા. આ દુર્ઘટનાને કારણે અહીં કાતિલ રેડીયેશન ફેલાઈ ગયું જેની અસર આજપર્યંત ચાલુ છે. આટલાં વર્ષો પછી પણ આ જગ્યાએ જવું ભયજનક છે.
સુમાત્રા, ઇન્ડોનેશિયા
આ શહેર ઇન્ડોનેશિયાની રાજધાની છે અને અહીં જ્વાળામુખીનાં પ્રમુખ દ્વાર આવેલાં છે જેનાં કારણે ભૂકંપ અને તોફાન વખતોવખત આવતાં રહે છે. ૨૦૧૪માં અહીં સુનામીને કારણે વીસ લાખ લોકો બેઘર થઇ ગયાં હતા.
કેપટાઉન, સાઉથ આફ્રિકા
આ શહેર પોતાની પ્રાકૃતિક સુંદરતા માટે જાણીતું છે પણ અહીં ચોરી અને લુંટફાટ પ્રચુર માત્રામાં જોવાં મળે છે. રાતનાં સમયે ઘરમાંથી એકલાં બહાર નીકળવું જરાપણ સલાહભર્યું કે સલામત નથી.