નિયમિત જાતીય સંબંધ રાખતી મહિલાઓનું આરોગ્ય સારું અને ચહેરા પર ખુશી હમેશાં ઝલકતી રહે છે. મહિલાઓની સારી સેક્સ લાઈફ તેમનાં જીવન માટે કોઈ ટૉનિકની જેમ કામ કરે છે. જાતીય સંબંધથી સંતોષ પામેલી મહિલાઓની ખુશીનો આ રસ્તો સીધા તેમના આરોગ્ય સુધી જાય છે. એક નવા અભ્યાસ પછી જીવ વિજ્ઞાનોએ આ તારણ કાઢ્યું છે.
અભ્યાસમાં જાણવા મળ્યું કે પ્રગાઢ અને ઊંડા જાતીય સંબંધ દરમિયાન મળેલ સંતોષ મહિલાઓનાં આરોગ્યને ઉત્તમ બનાવે છે. આ સંબંધમાં શોધ કરનાર એક બ્રિટનના જૂથને જાણવા મળ્યું કે સેક્સ સંબંધોની અસર મહિલાઓનાં સારા આરોગ્ય સાથે સંકળાયેલ હોય છે.
જે મહિલાઓ પોતાના જીવનમાં રતિ ક્રિડાનો ભરપૂર આનંદ લેતી હોય છે તે સામાન્ય જીવનમાં સ્વસ્થ અને સક્રિય રહેતી હોય છે. અભ્યાસ કરનાર જૂથે પોતાની શોધમાં 26થી 65 વર્ષની ઉંમરની 295 મહિલાઓને સામેલ કરી હતી, જે મહિનામાં બે વાર સેક્સ (જાતીય સંબંધ) કરતી હતી.
વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે, ઘણીવાર સેક્સ દરમિયાન અસંતોષ પણ થતો હોય છે, પરંતુ વધુ મહત્વ તો એ છે કે, આવી મહિલાઓ પોતાનાં જીવનમાં નિયમિત ક્રિડાને મહત્વ વધુ આપે છે.
મોનાશ યુનિવર્સિટીની મુખ્ય વૈજ્ઞાનિક સોનિયા ડેવિડસનને પોતાના અભ્યાસમાં જાણવા મળ્યું કે, જે મહિલાઓ રતિ ક્રિડામાં નિયમિત રીતે ભાગ નથી લેતી અથવા જે નિયમિત રીતે જાતીય અસંતોષનો શિકાર રહે છે. તેમનું આરોગ્ય એવી મહિલાઓની અપેક્ષાએ ખરાબ રહેતું હોય છે જે નિયમિત સેક્સને મહત્વ આપે છે અને સેક્સથી સંતુષ્ટ હોય છે.