તૃણમૂલ કોંગ્રેસની સંસદ તથા બંગાળી હીરોઈન નુસરત જહાં કોઈને કોઈ કારણે ચર્ચામાં વધુ પ્રમાણમાં રહે છે.

તાજેતરમાં નુંસરત જહાં એક ફોટોને કારણે ચર્ચામાં આવી છે. નુસરત જહાં સોશિયલ મીડિયામાં ઘણી સક્રિય રહે છે..

નુસરત જહાં ઇન્સ્ટાગ્રામ પર કોઈને કોઈ ફોટો અવારનવાર શેર કરતી રહે છે. તાજેતરમાં જ તેને એક ફોટો શેર કરી છે જેના લીધે તે વધુ ચર્ચામાં આવી છે.

નુસરત જહાંએ એક નાના અમથા બાળક સાથે ફોટો શેર કરી છે જેમાં તે બાળકને બહુજ પ્રેમ કરતી દેખાવા મળે છે. નુસરતે આ બાળક સાથે 3 ફોટો સોશીયલ મિડીયા પર શેર કરી છે. જેમાં એક ફોટોમાં તે બાળકને કિસ કરતી નજરે ચડે છે. તો બીજી બે તસ્વીરમાં તે ગળે લગાડે છે.

નુસરતની આ તસવીર ચર્ચાએ કારણે થઇ રહી છે કેમ કે નુસરતે જે બાળકને ગળે લગાડ્યો છે તે બાળક રસ્તા પર ફુગ્ગા વેચનારો એક ગરીબ બાળક છે. આ ફોટો શેર કરતા નુસરતે આ બાળકે માટે એક કેપશન પણ લખ્યું હતું.

નુસરતે જણાવ્યું હતું કે, ફુગ્ગા વેચનાર દોઢ વર્ષના બાળકે મારો વીકએન્ડ સુંદર બનાવી દીધો, જે ફુગ્ગા કરતા પણ વધારે રંગીન અને પ્યારા છે. નુસરતની આ ફોટો પર લોકોના જુદા જુદા રિએક્શન બતાવી રહ્યા છે.

કહી દઈએ કે, નુસરત જહાંને ડસ્ટ એલર્જીને લીધે માઇનોર અસ્થમાનો એટકે આવી જતા કોલકાતાની અપોલો હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી.

એક-બે દિવસ પછી તેની તબિયતમાં સુધારો આવતા તેને હોસ્પિટલમાંથી ડિસચાર્જ કરી દેવામાં આવી હતી. કહી દઈએ કે, નુસરત જહાંએ બિઝનેસમેન નિખિલ જૈન સાથે 19 જૂનના લગ્ન કર્યા હતા. લગ્ન પછી નુસરતને ટ્રોલ કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here