કેટલાય વર્ષો થયા તો પણ આજે પાર્લે-જી બિસ્કિટ આપણું પસંદગીનું બિસ્કિટ બ્રાન્ડ છે,પાર્લે ના આ બિસ્કિટ શરૂઆત 60 ના દસકા માં થઇ હતી,તો પણ આજે આખા ભારત નું પસંદગી નું બિસ્કિટ બ્રાન્ડ છે.

તમે ક્યારેય બિસ્કિટ ના પેકેટ પાર ધ્યાન આપ્યું છે?પેકેટ પર જે છોકરી નો ફોટો છે એ કોણ છે?અત્યારે એ શું કરે છે?
આ છોકરી વિષે જાણવા ગણા લોકો એ પ્રયત્ન કર્યો,પરંતુ બહુ ઓછા લોકો આ ફોટા વિષે જાણી શક્યા.તો ચાલે આજે તમને જણાવીએ આ છોકરી કોણ છે.

પાર્લે-જી એટલે નાના છોકરાઓ ની સૌથી પ્રિય બિસ્કિટ બ્રાન્ડ,અને નાના બાળકો શું કામ,પાર્લે-જી તો નાના-મોટા સૌનું પ્રિય બિસ્કિટ બ્રાન્ડ છે,જો તમને ભૂખ લાગી હોય ત્યારે એક ચાનો કપ અને પાર્લે બિસ્કિટ મળી જાય એટલે બસ,પેટ ભરાઈ જાય આ બિસ્કિટ થી.પાર્લે-જી બિસ્કિટ નું પેકેટ ગણી વાર બદલાયું,પરંતુ તેની ડિઝાઈન અને આ છોકરી નો ફોટો ક્યારેય નથી બદલાયો.

ફોટા આવી આ છોકરી વિષે ગણી બધી વેબસાઈટ માં માહિતી જોવા મળે છે.જેમ કે અમુક વેબસાઈટ માં લખ્યું છે કે આ છોકરી નાગપુર ની નીરુ દેશપાંડે છે,તેમ છતાં થોડા દિવસ પહેલા Quora માં આ વિષે સવાલ પૂછવામાં આવ્યો હતો પેકેટ પાર દેખાતી આ છોકરી કોણ છે.

આ સવાલ ના જવાબ માં એક વ્યક્તિ એ એવો જવાબ આપેલો છે આ છોકરી નાગપુર ની નીરુ દેશપાંડે છે,જે ફક્ત 4 વર્ષ ની હતી ત્યારે આ ફોટો ખેંચવામાં આવ્યો હતો.આ ફોટો તેમના પિતાશ્રી એ ખેંચ્યો હતો.

નીરુ દેશપાંડે સિવાય પણ બીજા ગણા નામ આગળ આવ્યા હતા,જેમ કે સુધા મૂર્તિ અને Gunjan Gundaniya .આ ત્રોણ નામો માં નીરુ દેશપાંડે નું નામ સૌથી આગણ હતું,કારણ કે સ્થાનિક અખબારો માં આ વિષે લખવામાં આવ્યું હતું કે પાર્લે ગર્લ નીરુ દેશપાંડે છે.

પરંતુ Quora ના એક User અનુપમ એ લખ્યું છે કે “તમે લોકો એ વાંચ્યું હશે કે પાર્લે-જી ની આ છોકરી નીરુ દેશપાંડે છે,અને અત્યારે આ 60 વર્ષ ના છે.પરંતુ આ બધી વાત ખોટી છે.આ છોકરી નું ચિત્ર(Illustration) 1960 માં Everest Creatives Maganlal Daiya દ્વારા બનાવવા માં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here