જ્યારે તમારું પેટ ખરાબ હોય છે ત્યારે તેના કારણે એસિડિટી અને પેટ દર્દની સમસ્યા કોમન જોવા મળે છે. જો આ સમસ્યા લાંબા સમય સુધી જોવા મળે છે તો તેનાથી અનેક હેલ્થ પ્રોબ્લેમ્સ થાય છે અને તેનાથી નુકશાન થઇ શકે છે. ગેસ્ટ્રોએટ્રોલોજિસ્ટ ડૉ. અરવિંદ નામદેવ જણાવે છે આવી 7 બીમારીઓને વિશે જે પેટની ખરાબીને કારણે થઇ શકે છે.

 • પેપ્ટિક અલ્સર: લાંબા સમય સુધી પેટ ખરાબ રહે તો પેપ્ટિક અલ્સર હોઇ શકે છે. તેની પર ધ્યાન ન આપવાથી પેટમાં બ્લીડિંગ, ઇન્ફેક્શન અને ગેસ્ટ્રિક કેન્સરની શક્યતા રહે છે.
 • બાઉલ ડિસિઝ: પેટ ખરાબ હોવાના કારણે પેટના નીચેના ભાગમાં દર્દ થાય છે. એવામાં ઇમ્યૂનિટી નબળી થાય છે. જેનાથી બાઉલ ડિસિઝનો ખતરો વધે છે.
 • હેમોરોઇડ્સ : લાંબા સમય સુધી પેટ ખરાબ રહેવાના કારણે હેમોરોઇડ્સની સમસ્યા થઇ શકે છે. તેનાથી પેટમાં વધારે દર્દ અને સ્ટૂલમાં બ્લડ આવવા લાગે છે.
 • ડાયરિયા : પેટ ખરાબ હોવાના કારણે ડાઇજેશન ખરાબ થાય છે. તેના કારણે ડાયરિયા, પેટ દર્દ અને પેટ ફૂલવાની સમસ્યા થઇ શકે છે.
 • કબજિયાત : લાંબા સમય સુધી પેટ ખરાબ રહેવાના કારણે ડાઇજેશન ખરાબ થાય છે. એવામાં કબજિયાતની સમસ્યા થઇ શકે છે.
 • પેટમાં સોજો : પેટમાં ખરાબીના કારણે પેટના નીચેના ભાગમાં દર્દ અને ફીવરની સમસ્યા થઇ શકે છે. ઉંમર વધવાની સાથે તેનો ખતરો વધારે રહે છે.
 • ગેસ્ટ્રિક એસિડ રિફ્લક્સ : પેટ ખરાબ રહેવાથી પેટમાં જરૂર કરતાં વધારે એસિડ બનવા લાગે છે. લાંબા સમય સુધી આ સમસ્યા રહેવાથી ગેસ્ટ્રિક એસિડ રિફ્લક્સની સમસ્યા થવા લાગે છે.

પેટની ખરાબી દૂર કરવાની ટિપ્સ…

 • હાઇ ફાઇબર ફૂડ : રેગ્યુલર ડાયટમાં હાઇ ફાઇબર ફૂડ્સ જેવા કે પાલક, કોબીજ, બ્રોકોલી અને ગાજર સામેલ કરો. તેનાથી બોડીનો વેસ્ટ બહાર નીકળશે અને ડાઇજેશન સુધરશે.
 • કસરત : રેગ્યુલર 20 મિનિટ કસરત કે મોર્નિંગ વોક કરો. તેનાથી મેટાબોલિઝમ ફાસ્ટ થશે અને ડાઇજેશન સુધરશે.
 • સમયસર ખાઓ : રોજ સવારે નાસ્તો, લંચ, ડિનર સમયસર કરો. એનાથી એસિડિટીની સમસ્યા નહીં થાય. સાથે ડાઇજેશન પણ સારું રહેશે.
 • તળેલું ફૂડ અવોઇડ કરો: ડાઇજેશન સારું બનાવી રાખવા તળેલું ફૂડ જેમકે, ભજિયા, સમોસા અને કચોરી અવોઇડ કરો. તેમાં ફેટનું પ્રમાણ વધારે હોય છે અને ઇનડાઇજેશનની સમસ્યા ઉત્પન્ન થાય છે.
 • ઓવર ઇટિંગથી બચો: અનેક લોકો ટીવી જોતાં કે ટેસ્ટી ખાવાનાને જોયા બાદ વધારે ખાઇ લેતા હોય છે. તેનાથી ઇનડાઇજેશનની સમસ્યા રહે છે. ડાઇજેશન સુધારવા માટે ઓવર ઇટિંગથી બચો.
 • સતત બેસી ન રહો : સતત એક જ જગ્યા પર બેસી રહેવાથી પણ ખાવાનું સારી રીતે ડાઇજેસ્ટ થઇ શકતું નથી. આ માટે દર 1 કલાકે થોડો આંટો મારો. તેનાથી એસિડિટીની સમસ્યા રહેશે નહીં અને ડાઇજેશન સુધરશે.
 • જંક ફૂડ અવોઇડ કરો : ડાઇજેશન સુધારવા માટે જંક ફૂડ અવોઇડ કરો. તેમાં વધારે પ્રમાણમાં ફેટ હોય છે, જે ડાઇજેસ્ટ થવામાં સમય લાગે છે.
 • રાતે મોડેથી ખાવાનું ન ખાઓ : રાતે મોડેથી ખાવાનું ખાવાથી એસિડિટીની સમસ્યા થાય છે. રાતે 8 વાગ્યા સુધી ખાવાનું ખાઇ લેવાથી ડાઇજેશન સારું રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here