મિત્રો જો ગણપતિ દાદાને સાચા મન અને સાચી નિષ્ઠાથી યાદ કરવામાં આવે તો ગણપતિ દાદા ભકતોની દરેક તકલીફને દૂર કરી દે છે. આજે અમે તમને ગણપતિ દાદાના એક એવા જ મંદિર વિષે જણાવીશું કે જેમાં ગણપતિ દાદા પીપળાના ઝાડમાં સ્વયંભૂ પ્રગટ થયા છે. માટે આ મંદિરની માન્યતા છે કે એકવાર આ મંદિરમાં દાદાની સામે માથું ટેકવાથી ભગવાન કયારેય પોતાના ભક્તનો હાથ નથી છોડતા.
ગણપતિ દાદાના આ મંદિરને દાદાને ઉમાસુદ ગણપતિ દાદા તરીકે ઓળખવામાં આવે છે. માનવામાં આવે છે કે ગણપતિ દાદા આ મંદિરમાં આવનારા દરેક ભક્તોની દરેક ઈચ્છા પૂર્ણ કરે છે. ઉમાસુદ ગણપતિ મંદિર નાગપુરમાં આવેલું છે. જુએ દિવસ દરમિયાન લાખો ભક્તો દાદાના દર્શન કરવા માટે આવે છે.
દાદા વડના ઝાડ નીચે સ્વયંભૂ પ્રગટ થયા હતા. ત્યારથી દાદાની અહીં પૂજા કરવામાં આવે છે. લોકો અહીં દર્શને આવતા ગયા અને લોકોની દાદામાં આસ્થા જોડાતી ગઈ અને આજે અહીં દાદાનું ભવ્ય મંદિર આવેલું છે. દાદાના દર્શન કરવા માત્રથી જ ભકતોને સુખ સમૃદ્ધિથી પ્રાપ્તિ થાય છે. અહીં ભકતો પોતાની અલગ અલગ માનતા લઈને આવે છે.
મંદિરમાં ભકતો દાદાની પૂજા કરીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. જેનાથી તેમના બધા દુઃખ દૂર થાય છે. માનવામાં આવે છે કે ગણપતિ દાદા અહીં સદીઓથી હાજર હજુર બિરાજમાન છે. માટે તે ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે.