બોલીવુડમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જેમણે પોતાની કારકિર્દીની શરૂઆત તો ટીવી સ્ક્રીનથી કરી અને જોત જોતામાં બોલીવુડની સફળ અભિનેત્રીઓ બની ગઈ. જેમ કે હીના ખાન, મૌની રૉય, રાધિકા મદન. એમાંની જ એક ક્યૂટ અને ચુલબુલી અભિનેત્રી પ્રાચી દેસાઈ પણ છે.

પ્રાચી દેસાઈ આગળના ઘણા સમયથી ફિલ્મોમાં જોવા નથી મળી.  જો કે ફિલ્મોથી દૂર પ્રાચી દેસાઈ સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે અને પોતાની તસ્વીરો શેર કરતી રહે છે. એવામાં લોકડાઉનમાં પ્રાચીના આલીશાન ઘરની તસ્વીરો સામે આવી  હતી.

પ્રાચી દેસાઈએ પોતાની કારકિર્દીની શરૂઆત માત્ર 17 વર્ષની ઉંમરે એકતા કપૂરની સિરિયલ ‘કસમ સે’ દ્વારા કરી હતી. જેના પછી પ્રાચીએ ફિલ્મ ‘રોક ઑન’ દ્વારા બૉલીવુડ ડેબ્યુ કર્યું હતું. ફિલ્મમાં તેની સાથે ફરહાન અખ્તર પણ મુખ્ય ભૂમિકામાં હતા.

ફિલ્મમાં પ્રાચીના અભિનયને દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવ્યું હતું. મૂળ ગુજરાતના સુરત શહેરની રહેનારી પ્રાચીએ પોતામાં અભિનયની સાથે સાથે પોતાની સુંદરતા અને ક્યુટનેસથી પણ દર્શકોને દીવાના બનાવી દીધા હતા.

જેના પછી પ્રાચીએ બોલ બચ્ચન, વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ, અઝહર, આઈ મી ઔર મૈં, લાઈફ પાર્ટનર, તેરી મેરી કહાની, જીલા ગાજિયાબાદ, એક વિલેન જેવી ફિલ્મોમાં શાનદાર અભિનય કર્યો હતો.

પ્રાચી દેસાઈ 10 કરોડના બંગલાની માલિક છે. પ્રાચીનું આ આલીશાન ઘર મુંબઈના પૉશ વિસ્તારમાં આવેલું છે. પ્રાચી આ ઘરમાં તેની બહેન ઈશા દેસાઈ સાથે રહે છે. પ્રાચીએ પોતાના આ ઘરને ખુબ જ સુંદર રીતે સજાવીને રાખ્યું છે.

પ્રાચીના ઘરમાં સુખ સુવિધાની તમામ વસ્તુઓ ઉપલબ્ધ છે. પ્રાચીનું આ ઘર ફાઈવ સ્ટાર હોટેલ જેવો જ લુક આપે છે. પ્રાચીએ પોતાના ઘરમાં વિશેષ કલાકૃતિ પર ખાસ ધ્યાન આપ્યું છે.

ઘરની દીવાલોમાં સુંદર પેંટિન્ગ લગાવી રાખેલી છે અને આર્ટવર્ક પણ કરાવેલું છે જ્યા તે મોટાભાગે તસ્વીરો ક્લિક કરીને શેર કરતી હોય છે.

ઘરની અંદર સફેદ રંગ પર વધારે ધ્યાન આપવામાં આવ્યું છે. ઘરના અંદરના ભાગમાં નાનું એવું મંદિર છે જે સફેદ પથ્થરોથી બનાવવામાં આવેલું છે. ઘરના બારી બારણા અને દીવાલો પણ સફેદ રંગની જ છે જેમાં સુંદર આર્ટ ડિઝાઇન પણ કરેલું છે.

પ્રાચીના રૂમમાં બારીઓ કાચની બનેલી છે જ્યાંથી બહારનો સુંદર નજારો જોઈ શકાય છે. આ સિવાય રૂમમાં એક ખાસ રીડિંગ કોર્નર બનાવવામાં આવેલો છે જ્યાં બેસીને તે હંમેશા પુસ્તકો વાંચે છે.

ઘરના ડાઇનિંગ એરિયામાં સુંદર ડાઇનિંગ ટેબલ પણ રાખેલું છે જે લાકડાનું બનેલું છે. આ સિવાય ઘરના દરેક ભાગમાં સફેદ બલ્બ રાખવામાં આવેલા છે. તમામ વસ્તુઓ સફેદ હોવાથી ઘરની પ્રજ્વળતા ઉભરાઈ આવે છે.

એક ઇન્ટરવ્યૂમાં પ્રાચીએ કહ્યું હતું કે જો તેને મૌકો મળશે તો તે અભિનેતા નવાઝુદીન સિદ્દીકી, રાજ કુમાર રાવ અને આદિત્ય રૉય કપૂર સાથે કામ કરવા ઇચ્છશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here