મેરિડ કપલની લાઇફમાં ગર્ભધારણ કરવુ અને બાળકને જન્મ આપવો તે વર્ણવી ન શકાય તેવો અનુભવ હોય છે. પ્રેગનન્સીના 40 અઠવાડિયા દરમિયાન તમારે પોતાનુ ધ્યાન રાખવુ જરૂરી બની જાય છે. તે માટે તમારા સાથીદારનો સાથ અને એક સારા તબીબની સલાહ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. તો જાણી લો પ્રેગનન્સી દરમિયાન ખાસ ધ્યાનમાં રાખવા જેવી 10 બાબતો…

1. ભરોસાપાત્ર તબીબી સારવાર
સૌથી પહેલા તો કોઈ ભરોસાપાત્ર તબીબ સાથે સ્વાસ્થ્યની તપાસ કરાવો જેથી ગમે તે સમયે તમને અથવા તમારા ગર્ભને કોઈ પણ જાતની સારવારની જરૂર હોય તો તમે તરત જ તેમને મળી શકો.

2. સ્વાસ્થ્યવર્ધક આહાર ખાઓ
તાજા ફળો અને શાકભાજી, પ્રોટિનયુક્ત આહાર, અનાજ, બીજ અને નટ્સ ખાઓ. જંક ફૂડ, કેફિન અને આલ્કોહોલને ટાળો.

3. ધૂમ્રપાન ન કરો
પ્રેગનન્સી દરમિયાન ધૂમ્રપાન કરવાથી બાળક ઓછા વજન સાથે પેદા થાય છે. આની બીજી પણ વધુ ખરાબ અસર થઈ શકે છે.

4. ડાયેટ ન કરો
જ્યારે તમે ગર્ભવતી હોવ તે સમયે ડાયેટ ન કરો. તમારે તમારા બાળકને પોષણ આપવા માટે પૂરતો ખોરાક ખાવો જોઈએ. તમારા ડોક્ટર કહે તેના કરતા વધુ વજન ન વધે તેનુ ધ્યાન રાખો. બાળકના જન્મ પછી ડોક્ટરની સલાહ મુજબ ડાયેટ કરવાનુ શરૂ કરો.

5. તમારા બાળક માટે ઘર સજાવો
ખાલી સમયનો ફાયદો ઉઠાવો અને તમારા આવનારા નાના મહેમાન માટે ઘરને તમારી પસંદ મુજબ સજાવો અને તેમાં બાળકની સુરક્ષાનો ખાસ ખ્યાલ રાખો.

6. પૂરતી ઉંઘ લો
તમારા શરીરને વધુ શ્રમ પડી રહ્યો હોવાથી તમારે પૂરતો આરામ લેવાની જરૂર છે. માટે પૂરતો આરામ અને ઊંઘ લો.

7. પ્રેગનન્સી દરમિયાન મલ્ટી વિટામીન લો
જો તમને ખ્યાલ હોય કે તમે ગર્ભધારણ કરવા જઈ રહ્યા છો તો બાળકના જન્મ પહેલાથી જ વિટામીન લેવાની શરૂઆત કરી દો.

8. સ્વચ્છતા જાળવો
હાનિકારક બેક્ટેરિયાથી બચવા માટે પ્રેગનન્સી દરમિયાન સ્વસ્છતા જાળવો. બાથરૂમ જઈને આવ્યા પછી કે કાચા માંસને અડ્યા પછી હાથ ચોક્કસ ધૂઓ. જો ઘરમાં બિલાડી પાળતા હોવ તો તેના રહેવાનુ બોક્સ જાતે સાફ ન કરો. તેમા રહેલા કિટાણુ તમારા બાળકને નુકશાન કરી શકે છે.

9. વધુ ગરમીથી બચો
સોના બાથ, હોટ ટબ, સ્ટિમ રૂમ વગેરેનો ઉપયોગ પ્રેગનન્સી દરમિયાન ટાળો. આનાથી તમારા શરીરનુ તાપમાન વધે છે અને તમારા ગર્ભમાં રહેલ બાળક માટે તાણ પેદા કરી શકે છે.

10. કસરત પણ કરી શકો છો
પ્રેગનન્સી દરમિયાન ડોક્ટરની સલાહ મુજબની કસરત કરો કારણ કે કસરત કરવાથી તમે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહી શકશો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here