પ્રેમ કરવાની કોઈ ઉમર નથી હોતી, એતો બસ થઇ જાય છે. આ વાત ને એક કપલે સાર્થક કરી છે.  દેશમાં શનિવારે એક લગ્ન થયા. જેમાં 67 વર્ષનો દુલ્હો અને 65 વર્ષની દુલ્હન હતી.  એટલું જ નહિ સ્ટેજ પર જ  દુલ્હને દુલ્હાને કિસ પણ કરી. આ અનોખા લગ્ન કેરળના ત્રિશુરમાં થયા. ત્રિશૂરમાં રામવર્મપુરમના એક ઓલ્ડ એજ હોમમાં આ અનોખા લગ્ન થયા. 67 વર્ષના દુલ્હા કોછાનિયાન મેનન અને 65 વર્ષની લક્ષ્મી અમ્માલે પારંપરિક રીતિ રિવાજો સાથે લગ્ન કર્યા.

શનિવારે થયેલ આ સ્પેશ્યલ લગ્નમાં સામેલ થવા માટે કેરળના કૃષિ મંત્રી વીએસ શિવકુમાર અને કલેક્ટર એસ શાનવાસ વિશેસ રૂપમાં આવ્યા। લગ્ન પહેલા મહેંદી ફંક્શન પણ થયું.

ખરેખર, આ બંને ઘણા વર્ષોથી એક બીજાને ઓળખે છે પરંતુ વચ્ચે કોઈ કોન્ટેક્ટ ન હતો. કોછાનિયાન લક્ષ્મી અમ્માલના પતિના આસિસ્ટન્ટના રૂપમાં કામ કરી ચુક્યા છે. જયારે કોછાનિયાનના પરિવારે તેમને છોડી દીધા ત્યારે તેઓ ઓલ્ડ એજ હોમ જતા રહ્યા. લક્ષ્મીના પતિનું પણ મૃત્યુ થઇ ગયું તો તેઓ પણ ઓલ્ડ એજ હોમ માં આવી ગયા. ત્યાર પછી બંનેમાં ફરી પ્રેમ જાગ્યો અને બંને એકબીજાના લગ્નનાં બંધનમાં બંધાઈ ગયા.

દોસ્તો જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ…

અને તમારો અભિપ્રાય અમને ચોક્કસ જણાવજો અને ફેસબુક ઉપર લાગણીસભર વાર્તા હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બોલીવુડ ગપ શપ,રાશિ ભવિષ્ય, વગેરેની માહિતી મેળવવા માટે ફેસબુક પર અમારા પેજ  ને ફોલો પણ કરી શકો છો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા જ રહીશું…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here