ઘણીવાર એવું બનતું હોય છે ઉમરનો વધારે ફરક હોવા છતાં પ્રેમીઓ એકબીજા સાથે લગ્ન કરી લેતા હોય છે અને બાદમાં મતભેદ થવાના કારણે થોડા સમયમાં છૂટા પડી જતાં હોય છે આ વાતના ભરપૂર દાખલા આપણને બોલીવુડ કપલ પાસેથી મળતા જ હોય છે જે લગ્નના ૨કે૩ વર્ષમાં જ અલગ થઈ જતાં હોય છે.
હાલમાં પણ બોલિવૂડથી એક કપલના અલગ થવાની ખબર સામે આવી રહી છે બોલીવુડની અભિનેત્રી પ્રિયંકા ચોપડા અને અમેરિકન ગાયક નિક જોનસ જેમને ડિસેમ્બર ૨૦૧૮માં જોધપુરમાં લગ્ન કર્યા હતા તે સમયે બંનેના લગ્નની ચર્ચા પણ થઈ હતી જેનું કારણ હતું બંને વચ્ચેની ઉંમરનો તફાવત.
જો કે આ કપલ બધા જ તફાવત અવગણીને લગ્ન કર્યા હતા અને પ્રિયંકા નિક સાથે બહુ જ ખુશ જોવા મળી રહી હતી લગ્ન બાદ પ્રિયંકા એ બોલીવુડમાં પણ બ્રેક લઈ લીધો હતો પરંતુ હવે લાગી રહ્યું છે કે પ્રિયંકા નો પ્રેમ નિકને ઓછો પડી રહ્યો છે અને બંને વચ્ચે વિવાદ વધવા લાગ્યો છે.
જો કે તેમના વિવાદની હાલ સુધી કોઈ ખબર તો સામે નથી આવી પરતું પ્રિયંકા ચોપડા એ પોતાના સોશીયલ મીડીયા એકાઉન્ટમાં પોતાના નામ પાછળથી જોનસ નીકળી દીધું છે જેને કારણે હાલમાં બંને વચ્ચે વિવાદ અને તલાક ની ચર્ચાએ જોર પકડ્યું છે.
જો કે આ બાબતે પ્રિયંકા ની એક મિત્ર એ વાત કરતા જણાવ્યું હતું કે આ અફવાહ છે પ્રિયંકા પોતાના પ્રોજેક્ટ માં માત્ર પોતાનું નામ રાખવા માંગે છે એટલે જોનસ નીકળી દીધું છે. વધુમાં તેને કહ્યું કે પ્રિયંકા એ પોતાની અટક પણ સોશીયલ મીડીયા પર નથી રાખી.તેને માત્ર પ્રિયંકા નામ જ રાખ્યું છે.
ઉલ્લેખનીય છે કેહાલમાં જ પ્રિયંકા ચોપડા નિક ના પરિવારને મળવા પહોંચી હતી જે બાદ પ્રિયંકા એ પતિ સાથે ફોટા પણ શેર કર્યા હતા. તમને જણાવી દઇએ કે પ્રિયંકાની જેમ જ સાઉથ અભિનેત્રી સામન્થા એ પણ પોતાનું નામ બદલ્યું હતું જે બાદ સામન્થા અને નાગા ચૈતન્યના તલાકની ખબર સામે આવી હતી.