આપણે જયારે બજારમાં ખરીદી કરવા જઈએ છીએ ત્યારે ઘણીવાર ખરીદી કરી લીધા પછી ૩-૪ રૂપિયા કે ૧ રૂપિયા જેવું વધે છે તો ક્યાંક દુકાનદાર એક રૂપિયાવાળી ચોકલેટ કે ગોળી પકડાવી દે છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી આમાં પરિવર્તન આવ્યું છે હવે ખરીદી કરનાર આવી રીતે છુટા પૈસા વધે છે તો દુકાનદાર પાસેથી પ્લસ કેન્ડી લે છે. આજે અમે આપને આ જ પ્લસ કેન્ડીની યાદગાર સફર વિષે જણાવીશું.

એક રૂપિયાવાળી પ્લસ કેન્ડીના સફરની શરુઆત એક નાના સ્ટાર્ટઅપ આઈડિયાથી થઈ. આ આઈડિયા કઈક એવો છે જેમાં ગોળીની વચ્ચે થોડોક ચટપટો મસાલો મુકવામાં આવે.
પ્લસ કેન્ડીનો વિચાર કઈક આ પ્રકારનો છે.
‘જો આપની પ્રોડક્ટનો સ્વાદ ચટપટો હશે, તો આંખોને આપોઅપ જ ગમી જશે. આના સિવાય આ વસ્તુનો કોઈ અર્થ નથી રહેતો.’
DS ગ્રુપના વાઈસ ચેરમેન રાજીવ કુમારે પ્લસ કેન્ડીના રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ટીમને ફક્ત આ એક જ જાણકારી આપવામાં આવી હતી.
શરુ થઈ એક અલગ સફરની.:

આપને જાણીને નવાઈ લાગશે કે DS ગ્રુપને આ પ્લસ કેન્ડીની માર્કેટિંગ કરવા માટે એક રૂપિયાનો પણ ખર્ચ કરવાની જરૂર પડી નથી. આ પ્લસ કેન્ડી માર્કેટમાં આવી ત્યારથી જ લોકોને એટલી બધી પસંદ આવી ગઈ કે લોકોએ જ પ્લસ કેન્ડીની જાણકારી એકબીજાને આપીને માર્કેટિંગ કરી દીધું. ઉપરાંત લોકો પ્લસના ફેસબુક પેજ પર ગયા જેનું નામ હતું.:
‘પ્લસ-ફેન કોમ્યુનીટી’ જેને ‘ધ પ્લસ ઓફ ધ નેશન’.
પ્લસ કેન્ડીએ બધા જ રેકોર્ડ અને સ્પર્ધાને એકતરફ કરીને પોતાની જ એક અલગ કેડી કંડારી દીધી. આ કેડી પ્લસ કેન્ડીને એકદમ ટોચ પર પહોચાડી દીધી. પ્લસ કેન્ડી આવ્યાના આઠ મહિનામાં જ પ્લસ કેન્ડીએ ૧૦૦ કરોડનો આંકડો પાર કરી લીધો. જયારે કોકોકોલા ડાયટ ઝીરો, કોક ઝીરો જેવી બ્રાંડ પ્રોડક્ટ કે જેનું ખુબ જોરશોરથી માર્કેટિંગ કરવામાં આવ્યું હતું તેનાથી પણ આગળ વધી ગયું છે.
પ્લસ કેન્ડીએ બે વર્ષ પછી ૩૦૦ કરોડનો આંકડો પણ પાર કરી લીધો. આ આંકડો ઓરીયો (૨૮૩ કરોડ) અને માર્સ (૨૭૦ કરોડ) જેવી MNC બ્રાંડ કરતા પણ વધારે છે.
કોઇપણ સફળતાની સફરની નીવ ફક્ત એક નાનો વિચાર પણ સ્પષ્ટ વિચાર બને છે. પ્લસ કેન્ડીનો મુખ્ય કોન્સેપ્ટ આ જ છે.