થોડાં લવિંગને લીંબુમાં નાખી મૂકો ઘરના એક ખૂણામાં, થોડાં સમય પછી તમને દેખાવાં લાગશે પરિણામ…

મિત્રો આમ તો આપણે લીંબુ તથા લવિંગ નો ઉપયોગ દરરોજ ની રસોઈ માં કરતાં હોઈએ છીએ. પણ તેનો બીજો ઉપયોગ રોગો સામે લડવામાં પણ થાઈ છે.

લીંબુમાં ખટાશ એટલે કે સાઈટ્રસ ભરપૂર માત્રામાં હોય છે. વળી લવિંગ પણ તજની જેમ જ પ્રકૃતિમાં ગરમ હોવાથી ઉકાળા વગેરે તૈયાર કરવામાં વપરાય છે.

આ બંનેના જુદા જુદા ફાયદા વિષે તમે જાણતા હશો પરંતુ લીંબુમાં લવિંગ ખોસીને ઘરમાં રાખવામાં આવે તો શું થાય તેની તમને ખબર નહિ હોય. જાણો આવુ કરવાથી શું થાય છે.

બંનેના ભેગા મળવાથી બનશે આ..

જ્યારે તમે આ બંને એટલેકે લીંબૂ તથા લવિંગ ને ભેગા કરશો ત્યારે તેમાથી નીકળતી સુગંધ માખી-મચ્છરોને ઘરમાંથી દૂર કરી દે છે.

તમને નવાઈ લાગશે પણ તમે માખી-મચ્છર દૂર કરવા બજારમાંથી જે મોસ્કિટો રેપેલન્ટ ખરીદો છો તેના કરતા આ કુદરતી ઉપચાર વધુ અસરકારક છે અને વળી તેની કોઈ સાઈડ ઈફેક્ટ પણ નથી.

આવી રીતે કરશે રક્ષણ

માણસ ના શરીર માં આવતી મોટા ભાગની બીમારી માખી કે બીજા જંતુ ના કારણે હોય છે તે બીમારીનું મૂળ છે. ખાલી માખીઓના જ શરીરમાં 1 મિલિયન જેટલા બેક્ટેરિયા હોય છે. તે તમારા ખોરાક, સ્કિન કે બીજે ક્યાંય બેસે ત્યારે એ બેક્ટેરિયા ત્યાં પણ લાગે છે.

આવી રીતે બનશે કૂદરતી જંતુનાશક

જંતુ કે માખી મચ્છર ને દૂર ભગાડવા માટે જે જંતુનાશક બનાવવાના છીએ તેમાં માત્ર લીંબુ અને લવિંગ જોઈશે. તે બનાવવુ સાવ આસાન છે.

બે લીંબુને અડધા કાપી નાંખો. ચાર ફાડિયામાં છૂટી છૂટી લવિંગ ખોસી દો. ત્યાર બાદ તેને ઘરમાં એવી જગ્યાઓએ મૂકી દો જ્યાં સૌથી વધારે માખી કે મચ્છર આવવાની શક્યતા હોય.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો.

pinal patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *