આપણા દેશમાં ઘણા બધા ભગવાનના મંદિરો આવેલા છે. દરેક મંદિરની પાછળ અલગ અલગ રહસ્ય રહેલું હોય છે. દરેક મંદિરોમાં ભક્તો દર્શન કરવા માટે દૂર દૂરથી આવતા હોય છે. ઘણા મંદિરોમાં તો ચમત્કાર થતા પણ જોવા મળતા હોય છે.
તેવું જ આ મંદિર ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના ધોળા ગામના પાંચ કિલોમીટર દૂર આ દડવા ગામમાં રાંદલમાનું મંદિર આવેલું છે. રાંદલમાનું આ મંદિર નીચે વાવમાં આવેલું છે. આ મંદિરમાં ચોમાસાનું પાણી માતાના ચરણને અભિષેક કરાવે છે.
આ મંદિરની પાછળ પણ એક રહસ્ય છે, જ્યાં એક લીમડાની નીચે આ મંદિર છે અને તે મંદિરની બહાર એક લીમડાની ડાળ છે તેની એક જ ડાળ મીઠી છે અને બાકીની કડવી. આ મંદિરની બહાર એક કૂવો આવેલો છે, આ કૂવાની એક ખાસિયત છે. જેમાં આ કુવામાં સિક્કો નાખવાથી માંગેલી બધી જ મનોકામનાઓ પુરી થાય છે.
આ મંદિરની બાજુમાં આવેલા કૂવાની બાજુએ પણ બીજા મંદિરો આવેલા છે, અહીંયા રાંદલમાતાજીના મંદિરમાં ભક્તો દૂર દૂરથી તેમની મનોકામનાઓ માંગવા માટે આવે છે
અને બધા જ ભક્તોની મનોકામનાઓ પુરી થાય છે. એવું પણ કહેવાય છે કે, રાંદલ માં ના પાંચ ભાઈઓ છે અને તેમનુ નામ વાસ્તુદેવ છે, જયારે પણ કોઈ વ્યક્તિ તેમનું નવું ઘર બનાવે તો તે પહેલા વાસ્તુદેવની પૂજા કરે છે.