બૉલીવુડ અભિનેત્રી વિદ્યા બાલન થી તમે બહુ સારી રીતે પરિચિત હશો,પરંતુ તમને ખબર છે કે તેની એક બહેન પણ છે?જેનું નામ પ્રિયામણી છે અને તે સાઉથ ઇન્ડિયન સિનેમા માં બહુ ચર્ચિત ચહેરો છે.જોકે તેણે સાઉથ સાથે બોલીવુડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે,પરંતુ તેને અસલી સફળતા તો સાઉથ ના ફિલ્મો થીજ પ્રાપ્ય થઈ છે.

પ્રિયામણી દેખાવમાં ખુબજ સુંદર તો છે,સાથે સાથે તેમની અદાઓ ના લાખો લોકો દીવાના છે.હાલમાં જ તે ફિલ્મ “બોમ્બે” ના મશહૂર અભિનેતા અરવિંદ સ્વામી સાથે ફિલ્મ કરવાની ના પાડતા સમાચારો માં રહી હતી.ફિલ્મ ના કરવાની વાત પર વિદ્યાની કઝીન બહેન પ્રિયામણી એ કહ્યું કે ‘ફિલ્મ માં તેના રોલ ને વધારે મહત્વ નથી આપવામાં આવ્યું’

પ્રિયામણી વિષે:-
ખુબસુરત અભિનેત્રી પ્રિયામણી નું પૂરું નામ પ્રિયા વાસુદેવ મણી અય્યર છે.બોલિવૂડ અભિનેત્રી વિદ્યા બાલનની પિતરાઈ બહેન પ્રિયામણીનો ચાર જૂનના રોજ જન્મદિવસ છે. ચાર જૂન, 1984માં બેંગ્લોર, કર્ણાટકમાં જન્મેલી આ અભિનેત્રીનું પૂરું નામ પ્રિયા વાસુદેવ મણિ છે. તે એક તમિલ બ્રાહ્મણ છે. તેણે બેંગ્લોરની શ્રી અરબિંદો મેમોરિયલ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે અને કોટન વિમેન્સ કોલેજમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી લીધી છે. સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પ્રિયામણિએ જાહેરાતોમાં કામ કરવાની શરૂઆત કરી હતી.

તેમણે પોતાના સ્કૂલ ના દિવસો માંજ Kanjivaram silk અને Erode silk થી મોડેલિંગ ની શરૂઆત કરી હતી.પ્રિયામણી હાલ તમિલ,તેલુગુ તેમજ કન્નડ ફિલ્મોમાં વધારે ધ્યાન આપવાને બદલે ફક્ત મલયાલમ ફિલ્મો માંજ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે,પ્રિયામણી એે ૨૭ મેં ૨૦૧૬ ના રોજ મુસ્તફા રાજ સાથે સગાઈ કરી છે,અત્યાર ના સમય માં તે દુબઇ માં નિવાસ કરી રહયા છે.

અભિનય ક્ષેત્રમાં પ્રિયામણી:-
પ્રિયાએ 2003માં તેલુગુ ફિલ્મ ‘Evare Atagaadu’થી કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેનું નામ પ્રિયામણી હોય છે.પ્રિયામણી એ Pellaina Kothalo,Paruthiveeran, Vishnuvardhana,Ragada જેવી પ્રમુખ ફિલ્મો માં પોતાના અભિનય ની છાપ છોડી છે.ફિલ્મો સાથે પ્રિયામણી એ નાના પર્દા પાર મલયાલી રિયાલ્ટી શૉ ડાન્સિંગ સ્ટાર 2,D 4 ડાન્સ,ડાન્સિંગ સ્ટાર 3 માં પણ કામ કર્યું છે.

પ્રિયામણીએ મણિરત્ન ની 2010માં આવેલી ફિલ્મ ‘રાવણ’માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં તે અભિષેક બચ્ચનની બહેનની ભૂમિકામાં હતી. ત્યારબાદ તે ‘રક્ત ચરિત્ર 2’માં નજરે આવી હતી.શાહરૂખ ખાન અને દીપિકાની ફિલ્મ ‘ચેન્નાઈ એક્સપ્રેસ’માં આઈટમ સોંગ ‘વન, ટુ, થ્રી, ફોર ગેટ ઓન ધ ડાન્સ ફ્લોર’માં જોવા મળી હતી.

વર્ષ 2007 માં પ્રિયામણીને અભિયાન ક્ષેત્ર માં એક તમિલ ફિલ્મ માટે નેશનલ એવોર્ડ પણ મળી ચુક્યો છે.
આ થી કહી શકાય કે અભિનય ક્ષેત્ર અને ખુબસુરતી ના મામલામાં બોલીવુડ અભિનેત્રી વિદ્યાબાલન થી તે કોઈ પણ વાતે ઓછી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here