ગુજરાતમાં રહેતા 22 વર્ષના સફીન હસને યુપીએસસીની પરીક્ષામાં 570 રેન્ક મેળવ્યો હતો. એ વર્ષ 2017 હતું. ત્યારબાદ તેમની આઇપીએસ ઓફિસર તરીકેની ટ્રેનિંગ શરૂ થઈ. તેઓ ગુજરાત કેડરના આઇપીએસની ટ્રેનિંગ લેવા માટે હૈદરાબાદ ગયા. ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ ગુજરાતના જામનગરમાં સૌપ્રથમ ડ્યુટી જોઈન કરી.
પરંતુ ઓફિસર બનવાની આ સફર એટલી સરળ નથી. ખુબ જ મહેનત કરવી પડી હતી. એટલું જ નહીં ઘણી વખત ખાતા વગર જ સુવું પડ્યું હતું. સફીનના માતા પિતા હીરાનું કામ કરતા હતા. પિતાએ નોકરી ગુમાવીતો માતાએ રોટલીનું કામ કરી હસનના અભ્યાસનો ખર્ચ ઉપાડ્યો.
આ છે સફીન હસન, સૌથી નાની વયના આઇપીએસ ઓફિસર
હસન પોતાના પારિવારિક બેગ્રાઉન્ડ અંગે જણાવતા કહે છે કે જ્યારે અભ્યાસ માટે પૈસાની અછત પડવા લાગી તો માતા નસીમ બાનોએ રેસ્ટોરન્ટ તથા લગ્ન સમારોહમાં રોટલી બનાવવાનું કામ કર્યું હતું. પિતા મુસ્તફાની સાથે હીરાનું કામ પણ કરતી હતી.
જોકે થોડા વર્ષો બાદ માતા પિતા નું કામ બંધ થઈ ગયું અને ઘરમાં આર્થિક પરિસ્થિતિ નબળી પડી ગઈ. અમે ઘણી રાતો ખાધા-પીધા વગર વિતાવી હતી. યુપીએસસીની પરીક્ષા ના પહેલા પ્રયાસ દરમિયાન અકસ્માત થઈ ગયું હતું તેમ છતાં વર્ષ 2017માં જીપીએસસીની પરીક્ષા આપી અને તેમાં 570 મેળવી આઇપીએસ ઓફિસર બન્યા.
કેવી રીતે આવ્યો IPS બનવાનો વિચાર
આઇપીએસ બનવા નો વિચાર કેવી રીતે આવ્યો આ પ્રશ્નોના જવાબ આપતા કહ્યું કે જ્યારે મારી માસી સાથે એક સ્કૂલમાં ગયો હતો ત્યાં સમારોહમાં આવેલા કલેકટરનુ માન-સન્માન અને મોકો જોઈને પ્રભાવિત થયો હતો. મેં પૂછ્યું કે આ કોણ છે અને તેઓને આટલું સન્માન કેમ આપી રહ્યા છે. ત્યારે માસીએ મને જણાવ્યું કે આઇપીએસ છે જિલ્લાના વડા હોય છે.આ પદ દેશસેવા માટે હોય છે. આ વાત સાંભળ્યા બાદ મેં આઇપીએસ બનવાનું નક્કી કર્યું હતું.
શિયાળામાં ઈંડા અને ચાની લારી લગાવતા હતા
હીરા યુનિટ માં નોકરી ગુમાવ્યા બાદ માતા બનાવવાનું કામ કરતી હતી તો પિતા એ ઈલેક્ટ્રીક નું કામ શરૂ કરી દીધું હતું. તેઓ શિયાળામાં ઈંડા અને ચાની લારી પણ લગાવતા હતા. મેં મારી માતાને શિયાળામાં પણ પરસેવો પડતા જોઈ હતી. હું રસોડામાં અભ્યાસ કરતો હતો.
માતા પિતાની નોકરી જતા ભૂખ્યા સુવાનો વારો આવ્યો
માં સવારે 3 વાગ્યે ઉઠી 20થી 200 કિલો સુધીની ચપાતી બનાવતી હતી. આ કામ કરે તે મહિને પાંચથી આઠ હજાર રૂપિયાની કમાણી કરતી હતી. એવામાં અનેક દિવસો સુધી અમે ભૂખ્યા પેટે સુવાનો વારો આવતો.
સારા લોકોએ અભ્યાસમાં ખૂબ મદદ કરી
મારું પ્રાથમિક શિક્ષણ ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના પાલનપુર તાલુકાના નાના એવા ગામ કણોદરમાં થયું છે. પ્રાથમિક શિક્ષણ બાદ અમે એન્જિનિયરિંગના અભ્યાસ માટે સુરત આવી ગયા હતા. સ્કૂલના શિક્ષણ બાદ મેં એન્જીનીયરીંગના અભ્યાસ માટે નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ એન્જિનિયરિંગમાં એડમિશન લીધું હતું. જ્યારે હું સ્કુલમાં હતો ત્યારે મારા પ્રિન્સિપાલે મારી 80 હજાર રૂપિયાની ફી માફ કરી દીધી હતી.
પરીક્ષા પહેલા થઈ ગયું હતું અકસ્માત
વધુમાં સફીને જણાવ્યું કે જ્યારે અમે દિલ્હી આવ્યા તો ગુજરાતના પોલરા પરિવારે અમારો બે લાખ સુધીનો ખર્ચ ઉપાડ્યો હતો. એ લોકો એ જ મારી કોચિંગની ભરી હતી. એ દરમિયાન જ્યારે યુપીએસસીની પરીક્ષા શરૂ થઈ તો મારું અકસ્માત થઈ ગયું હતું. જો કે જે હાથે હું લખતો તો તે હાથ સલામત હતો. પરીક્ષા આપ્યા બાદ મને હોસ્પિટલમાં એડમિટ કરવો પડ્યો હતો.
અલ્લાહનો આભારી છું કે હવે અમારી સાથે બધું સારું છે. પુત્રને આઇપીએસ બનતા જ જોઈને માતા-પિતા ખૂબ જ ખુશ છે. સફીને સૌપ્રથમ જામનગરમાં એસપી તરીકેની ડ્યુટી જોઈન કરી હતી. હાલ તેઓનુ ભાવનગરમાં ટ્રાન્સફર થયું છે.
ઇન્સ્ટાગ્રામમાં દોઢ લાખથી વધુ ફોલોઅર્સ
હસન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. છેલ્લા એક વર્ષથી તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દોઢ લાખથી વધુ ફોલોઅર્સ થઈ ગયા છે. હસન ખુદ અગિયારસો લોકોને ફોલો કરે છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યું હતું સન્માન
હસનનો જન્મ દિવસ 11જુલાઈ એ આવે છે. નાની વયે આઇપીએસ ઓફિસર બનનાર હસનનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સન્માન કર્યુ હતું. યુવાનોને પ્રેરણા આપવા માટે યુટ્યુબ પર પણ હસનનો વિડિયો છે.