મેષ

વ્યાપારિક ભાગીદારી અથવા નોકરીના સ્થળે ટીમવર્કને લગતા કાર્યો કરવામાં સપ્તાહની શરૂઆત અને અંતનો તબક્કો સારો છે જ્યારે મધ્ય સમયમાં શક્ય હોય ત્યાં સુધી મહત્વના નિર્ણયો લેવાનું ટાળજો. અત્યારે તમારે ગુસ્સાને અંકુશમાં રાખવો પડશે. તમારી શક્તિઓને સાચી દિશામાં વાળશો તો ઘણો સારો ફાયદો થશે. આર્થિક બાબતોમાં સમય સારો છે અને ભાગ્યનો પણ સાથ મળે પરંતુ સપ્તાહના મધ્યમાં થોડા ખર્ચના સંકેતો મળી રહ્યા છે. સર્જનાત્મક બાબતો તેમજ ઉચ્ચ અભ્યાસ માટે સપ્તાહનો અંતિમ સમય સાનુકૂળ છે.

આપને નવી માહિતી તેમજ જ્ઞાન પ્રાપ્ત કરવામાં સહધ્યાયીઓ સહાયક બનશે કે. ઉચ્ચ અભ્યાસમાં સક્રિયતા વધુ રહેશે. સપ્તાહની શરૂઆતમાં આપ સંબંધોની સમસ્યાઓને દૂર કરવામાં સફળ રહેશો. આપના પ્રિયજનો સાથેના સંબંધો વધુ સૌહાર્દપૂર્ણ બનાવવામાં આપને સફળતા મળશે. એવુ બને કે આપ જીવનસાથી સાથે પુરતો સમય વીતાવો અને તમારી વચ્ચે અનોખી આત્મીયતાના બીજ રોપાય. સપ્તાહના મધ્યમાં સ્વાસ્થ્યમાં થોડી સમસ્યા થઇ શકે છે. ખાસ કરીને ઋતુગત બીમારીઓ તમને ઘેરવાનો પ્રયાસ કરશે. જરૂરીયાત પ્રમાણે મેડિકલ પ્રક્રિયા કરાવતા રહેવાની સલાહ છે. કમરમાં દુખાવાની શક્યતા વધશે.

વૃષભ

આ સપ્તાહની શરૂઆતમાં તમે કામકાજના સ્થળે વધુ સક્રિય જોવા મળો. શેરબજાર, વાયદા અને કરન્સી બજારમાં કામ કરતા જાતકો માટે પણ બહેતર તબક્કો છે. નોકરીમાં તમારા પરફોર્મન્સની પ્રશંસા થઇ શકે છે. ભાગીદારીના કાર્યો માટે સપ્તાહના મધ્યનો તબક્કો બહેતર છે. છેલ્લા ચરણમાં શક્ય હોય ત્યાં સુધી નવું કાર્ય કરવાનું ટાળજો. સપ્તાહની શરૂઆતમાં આર્થિક રીતે સારો સમય જોવા મળે. નવા સાહસમાં આપની સફળતાની શક્યતા વધે. જે જાતકો પ્રોફેશનલ કોર્સમાં પ્રવેશ માટે અથવા અન્ય કોઇ કારણથી પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમના માટે શરૂઆતનો તબક્કો સારો છે.

તમને આધ્યાત્મિક અને ગૂઢ બાબતોમાં રુચિ વધે માટે આ દિશામાં જ્ઞાન મેળવવા માટે પણ તમે સક્રિય થાવ. પ્રેમસંબંધોમાં અત્યારે થોડી કાળજી લેવી પડે. તમારે સંબંધો સાચવવા માટે પણ વધુ પ્રયાસ કરવા પડે. સ્વાસ્થ્યની સમસ્યાઓથી બચવું પડશે કારણ કે મોટાભાગના સમયમાં તમારું મન વ્યાકૂળ રહેવું, નકારાત્મક વિચારોના કારણે શરીર અને મન પર વિપરિત અસર થવી વગેરે શક્યતા છે. હાડકાની નબળાઇ હોય તેમને પણ સાવચેતી રાખવી પડશે. આકસ્મિક ઇજાની સંભાવના છે.

મિથુન

આ સપ્તાહથી તમારા પ્રિયપાત્ર અથવા ભાગીદાર સાથેના સંબંધોમાં મોટો ફેરફાર આવવાનું શરૂ થશે. તેમની સાથે રહેલો અગાઉનો તણાવ કે મતભેદોમાં સકારાત્મક સુધારો જોવા મળે. તમારા માટે રાહતના સમાચાર છે. આ તબક્કા દરમિયાન ખુદમાં વધુ અભિરૂચિ રાખશો. તમારા જીવનસાથીની જરૂરિયાતો અને ઇચ્છાને પૂરી કરવામાં તમને સફળતા મળે. કામકાજમા સ્થળે તમે હરિફોને હંફાવવામાં સફળ રહો છતાં પણ તમારી પીઠ પાછળ કાવતરાબાજી સામે સતર્ક રહેવાની સલાહ છે.

સપ્તાહના અંતમાં હાથમાં આવેલી તક વધુ પડતો વિચાર કરવામાં અથવા ગાફેલિયતના કારણે જતી ના રહે તેનું ધ્યાન રાખવું. છેલ્લા દિવસે તમે દુનિયાદારી ભૂલીને પોતાની મસ્તીમાં રહેશો તો વધુ મજા આવશે. વિદ્યાર્થીઓને શરૂઆતમાં અભ્યાસમાં રુચિ વધે પરંતુ ઉત્તરાર્ધમાં ગતિ ધીમી પડી શકે છે. સપ્તાહના પૂર્વાર્ધમાં ખાસ કરીને તમને કફ, આંતરડાની સમસ્યા, હોજરીની સમસ્યા, જીભમાં ચાંદા પડવા, ચેપ લાગવો અથવા હાઈપર ટેન્શન કે મરડો થવાની શક્યતા રહેશે.

કર્ક

સપ્તાહની શરૂઆતમાં આપ વ્યક્તિગત જીવનમાં વધુ ધ્યાન આપશો અને પરિવાર સાથે વધુ સમય ફાળવશો. તમે વધુ લાગણીશીલ તેમજ ભાવુક બનશો. જીવનસાથીનો પણ વ્યવહાર સકારાત્મક રહેશે. અવિવાહિતોને યોગ્ય પાત્ર સાથે સંબંધોની શરૂઆત થઇ શકે છે. વર્તમાન સંબંધો હશે તો તેમાં પણ પ્રગતિની આશા રાખી શકો છો. પ્રોફેશનલ મોરચે અત્યારે તમારી સર્જનાત્મકતા સારી રહેશે. આપ કારકિર્કી માટે કોઇ દૃઢ પગલું લો તેવી પણ સંભાવના છે. સપ્તાહના મધ્યમાં સ્વાસ્થ્યની વધારે કાળજી લેવી જ પડશે.

ભોજનમાં નિયમિતતા જાળવવી તેમજ તમારી પ્રકૃતિને અનુકૂળ ના હોય તેવા ભોજનથી દૂર રહેવું. આ સમયમાં તમે ઉતાવળમાં આવીને બિનજરૂરી કાર્યોમાં પોતાની શક્તિ વેડફી નાખો તેવી સંભાવના હોવાથી દરેક કાર્યનું નક્કર આયોજન કર્યા પછી જ આગળ વધવું. સપ્તાહના અંતમાં પ્રોફેશનલ મોરચે તમારી પ્રતિષ્ઠા વધશે. વિદ્યાર્થીઓ માટે પૂર્વાર્ધમાં સમય સારો છે. અત્યારે અભ્યાસ અર્થે ટૂંકી મુસાફરીનું પણ આયોજન કરી શકો છો.

સિંહ

સપ્તાહની શરૂઆતમાં કંપનીના કામકાજ અથવા વ્યવસાયિક અર્થે પ્રવાસ થઈ શકે છે. ઉપરીઓ અને સહકર્મચારીઓ સાથેના સંબંધો સામાન્ય રહે. તમે અત્યારે વાણીના પ્રભાવથી અન્યોને પોતાની વાત ઝડપથી મનાવી શકશો અને પોતાનું કામ વધુ સરળ કરી શકશો. નોકરિયાતો અને છુટક કામકાજોમાં જોડાયેલા જાતકોને છેલ્લા દિવસે કામનું ભારણ વધી શકે છે. સંબંધોમાં અત્યારે ખાસ વાંધો નહીં આવે.

તમે પરિવાર સાથે ગુણવત્તાપૂર્ણ સમય વિતાવી શકશો અને સપ્તાહના અંતિમ ચરણમાં પ્રિયપાત્ર અથવા જીવનસાથીને પણ સમય આપી શકશો. જોકે, વિવાહિતોને સંતાનો સાથેના સંબંધોમાં અપેક્ષા કરતા ઓછુ ફળ મળે તેવી શક્યતા છે. કદાચ કોઇ બાબતે સંતાનો તમારી વાત ના માનતા હોય તેવી ફરિયાદ વધી શકે છે. તમે અત્યારે મોજશોખ અને ઠાઠમાઠમાં એટલે વધારે ખર્ચ ના કરતા જેના કારણે આર્થિક ભીંસમાં આવો. ઉઘરાણીના કાર્યો હમણાં ઝડપથી ઉકેલાય તેવી શક્યતા છે. વિદ્યાર્થીઓ ઉત્તરાર્ધમાં અભ્યાસમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશે.

કન્યા

સપ્તાહની શરૂઆતમાં આપ આવક પર વધારો કરવા માટે ધ્યાન કેન્દ્રિત કરશો. કોઇની પાસેથી ઉઘરાણી અથવા લોન જેવા માધ્યમોથી આવક થવાની હોય તો નાણાં હાથમાં આવવાથી તમે આર્થિક આયોજન સારી રીતે કરી શકશો. પરોપકાર અર્થે કરેલા કાર્યથી આપનું મન પ્રફુલ્લિત રહે. માનસિક સ્થિરતા રહેવાથી કોઈ મહત્વનો નિર્ણય લેવામાં સરળતા રહેશે. ઉપરી અધિકારીઓ સાથે અગત્યના મુદ્દે ચર્ચા થશે. આપના કોઇ કાર્ય કે પ્રોજેકટમાં સરકાર તરફથી લાભ મળવાની શક્યતા છે. ઓફિસના કાર્ય અંગે પ્રવાસનો યોગ છે.

પૈતૃક મિલકતોથી થતા લાભોમાં પણ અનુકૂળતા રહેશે. સપ્તાહના અંતમાં કામકાજમાં ધારી સફળતા મળશે તેમજ કુટુંબનું વાતાવરણ પ્રફુલ્લિત રહેશે જેથી શરીર અને મન બંનેથી આપ સ્‍વસ્‍થ રહેશો. આપને મોસાળપક્ષ તરફથી લાભ થાય અથવા તો સારા સમાચાર મળે. તેમના તરફથી આર્થિક લાભની શક્યતા છે. વિદ્યાર્થીઓ ભાવિ અભ્યાસ અંગે આયોજન કરી શકશે. આ સપ્તાહે ઉત્તરાર્ધમાં કફ, શરદી, તાવ અથવા ઋતુગત સમસ્યાઓ થઇ શકે છે પરંતુ છેલ્લા દિવસે તેમાં રાહતની શક્યતા વધુ છે.

તુલા

સપ્તાહની શરૂઆતમાં આપનું કૌશલ્ય અને વાણીની મીઠાશ આપની સફળતામાં મુખ્ય ભૂમિકા ભજવશે. ઘર-પરિવારમાં ખાસ કરીને સંતાનોના અભ્યાસ અને સ્વાસ્થ્યની ચિંતા હળવી થશે અને તેમના માટે તમે કંઇક નવું કરવાનું વિચારશો. આ સપ્તાહમાં તમને કાયદાકીય બાબતોમાં ખર્ચની શક્યતા રહેશે. વડીલો સંબંધિત ખર્ચ થાય અથવા તેમના તરફથી મળતા લાભમાં વિલંબ આવે તેવી શક્યતા નકારી શકાય નહીં.

શરૂઆતમાં તમે પોતાની જાત માટે પણ ખર્ચ કરશો. આપ કોઇપણ કાર્ય દૃઢ મનોબળ અને આત્‍મવિશ્વાસ સાથે કરશો અને તેમાં સફળતા પણ મેળવશો. સપ્તાહના મધ્યમાં ઉઘરાણી અથવા અન્ય કોઇ પ્રકારે નાણાં લેવાના હોય તો પ્રયાસ કરી શકો છો કારણ કે સફળતાના યોગ સારા છે. નવી આવક ઉભી કરવા માટે તમારે હવે ગંભીરતાપૂર્વક વિચારવું જોઇએ. તેનાથી તમારું આર્થિક ભાવી સુરક્ષિત થશે અને આપ્તજનો માટે પણ કંઇક કરી શકશો. આમ કરવાથી પરિવાર અને સમાજમાં તમારા માન-પ્રતિષ્ઠામાં વધારો થઇ શકે છે. છેલ્લા ચરણમાં મુસાફરી દરમિયાન સ્વાસ્થ્યની કાળજી લેવી જરૂરીછે. વિદ્યાર્થીઓ વિદ્યાભ્‍યાસમાં રૂચિ જાળવી શકે.

વૃશ્ચિક

સપ્તાહની શરૂઆતમાં અવિવાહિતોને લગ્ન માટે પ્રસ્તાવ આવે. સ્‍ત્રી મિત્રોથી આપને વિશેષ લાભ થાય. દાંપત્‍યજીવનના માધુર્યને માણી શકશો. પહેલા દિવસે સવારમાં તમારું મન થોડુ ચંચળ રહે અથવા કંટાળો આવે પરંતુ તમે ઝડપથી આ સ્થિતિમાંથી બહાર આવીને નવી ઉર્જા સાથે આ સપ્તાહને આવકારવા માટે તૈયાર થશો. ભાગ્યનો સાથ મળતો હોવાથી આવકવૃદ્ધિની શક્યતા છે. આપને મિત્રો થકી લાભ મળશે.

નવા મિત્રો થાય જે ભવિષ્‍યમાં તમને લાભદાયી પુરવાર થશે. શેર-સટ્ટા જેવી પ્રવૃત્તિઓમાં ટૂંકા ગાળાનો નાનો લાભ થશે પરંતુ અતિ લાલચમાં આવી આંધળા સાહસો ખેડવાથી દૂર રહેવું. કામકાજ અર્થે પ્રવાસનું આયોજન થાય. સપ્તાહના મધ્યમાં તમે પ્રોફેશનલ બાબતોમાં ઘણું ધ્યાન આપશો. તમારા કાર્ય અને સફળતાની લોકો ચર્ચ કરશે. ખાસ કરીને પ્રિન્ટિંગ, ફાર્મા, રસાયણો, રંગ, સરકારી કાર્યો, કાયદાને લગતા કાર્યોમાં તમે ઉત્તમ પ્રગતિ કરી શકો. પ્રોફેશનલ વર્તુળોમાં તમારી પ્રતિષ્ઠા વધે. અંતિમ ચરણમાં તમે કોઇ સારો લાભ મળવાની આશા રાખી શકો છો. પ્રેમસંબંધો માટે પણ અંતિમ ચરણ બહેતર છે. અવિવાહિતોને યોગ્ય સાથી મળી શકે છે. વિદ્યાર્થીઓ આ સપ્તાહમાં મોટાભાગના સમયમાં ધ્યાન આપી શકે.

ધન

આ સપ્તાહે પહેલા અને બીજા દિવસે મધ્યાહન સુધી કૌટુંબિક જીવનમાં તેમજ સુખ અને સંતોષનો અનુભવ થાય. સામાજિક બાબતોમાં તમારી કોઇ સિદ્ધિના કારણે માનપ્રતિષ્ઠા વધશે. છેલ્લા કેટલાક સમયથી પ્રોફેશનલ મોરચે પણ તમારી પ્રગતિ થઇ હોવાથી એકંદરે તમારા માન-મોભામાં વધારો થવાની આશા રાખી શકો છો. પહેલા બે દિવસ અવિવાહિતો માટે આશાસ્પદ રહેશે. કોઇ યોગ્ય પાત્ર મળી શકે છે.

જો, પહેલાથી સંબંધોમાં હોવ તો તમારા સાથી અંગે કોઇ ચિંતા થાય. તેમને તમારા સાથ અને હુંફની જરૂર પડશે. સરકારથી તેમ જ પિતાથી લાભ થાય. સપ્તાહના છેલ્લા ચરણમાં નોકરી, વ્‍યવસાયના ક્ષેત્રમાં ઉચ્‍ચ અધિકારીઓના પ્રોત્‍સાહનથી આપનો ઉત્‍સાહ બમણો થશે. નોકરી-વ્યવસાયમાં આપનું વર્ચસ્‍વ રહે. જોકે, સપ્તાહના મધ્યમાં સાચવવા જેવું છે. મનમાં કોઈ બાબતે થોડી ગડમથલ રહેવાથી મહત્વના નિર્ણયો હાલમાં ટાળજો. આર્થિક બાબત કે લેવડદેવડમાં સાવધાની રાખવી. સ્વાસ્થ્ય બાબતે ત્રીજો અને ચોથો દિવસ સાચવી લેવો.

મકર

પ્રોફેશનલ મોરચે આ સપ્તાહે પૂર્વાર્ધમાં નાણાંકીય લાભની સંભાવના છે. ઓફિસમાં સહકારભર્યો માહોલ રહેવાથી આપને માનસિક હળવાશ રહેશે. અધૂરા કાર્યો પૂરા કરી શકશો. કામકાજ અર્થે લાંબી મુસાફરીનું આયોજન થઇ શકે છે. જો કામમાં નવી પ્રોડક્ટ કે સેવા લોન્ચ કરવાના હોવ તો પણ સમય સારો છે. સપ્તાહના મધ્યમાં તમે સંબંધોમાં વધુ વ્યસ્ત રહો. ઘરમાં માંગલિક અથવા ધાર્મિક પ્રસંગના આયોજન માટે પણ સમય સારો છે.

સંતાનોને લગતી બાબતોમાં પ્રગતિ જોવા મળે. પ્રેમસંબંધોમાં સામીપ્યનો અહેસાસ થશે. ઉત્તરાર્ધમાં કોઈ પણ મોટા નિર્ણય ન લેવાની સલાહ છે. માનહાનિ અને ધનહાનિની શક્યતા હોવાથી કોઈના પર આંધળો વિશ્વાસ ન કરવો. છેલ્લા દિવસે ગ્રહદશા બદલાતા આપને આર્થિક, માનસિક અને શારીરિક એમ તમામ પ્રકારે હળવાશનો અનુભવ થશે. વિદ્યાર્થીઓને અભ્યાસ માટે શરૂઆતનો તબક્કો બહેતર છે. આ સપ્તાહે તમે પરિવારની ખુશી માટે અથવા ધાર્મિક બાબતોમાં ખર્ચ કરો તેવી શક્યતા છે. ઉત્તરાર્ધમાં છાતિમાં બળતરા, એસિડિટી અથવા આંખોની સમસ્યા થઇ શકે છે.

કુંભ

સપ્તાહના આરંભે તમે અગાઉની સમસ્યાઓ અથવા વિઘ્નોમાંથી બહાર આવીને એક નવા વિચાર અને નવા જુસ્સા સાથે આગળ વધવાનું વલણ રાખશો. વિદેશમાં વસતા વેપારી સંબંધોના કારણે આપને સારા સમાચાર મળશે. આપને કાર્યસ્થળે સાનુકૂળતા વધશે. નોકરિયાત વર્ગને બઢતી તે ઈન્સેન્ટિવ રૂપે લાભ મળવાની શક્યતા છે. વેપારી વર્ગને પણ ધંધામાં સારી પ્રગતિ થશે. સાહિત્ય, લેખન, બેંકિંગ, મીડિયા, સરકારી કાર્યો, કાયદો વગેરેમાં હોય તેમણે કામમાં થોડા સતર્ક રહેવું. સંતાનોની નાની-મોટી બાબતોમાં તમારે વધુ સમય આપવો પડશે આથી પ્રોફેશનલ વ્યસ્તતા વચ્ચે પણ તેમના માટે સમય ફાળવવાની સલાહ છે.

આપ દેવસ્થાનમાં દર્શને જશો. સેવા કાર્યોમાં નાણાં ખર્ચશો. છેલ્લા ચરણમાં સંબંધો બાબતે આપની સંવેદનશીલતા વધશે જેથી ક્યારેક આપ દિમાગના બદલે દિલની વાત સાંભળશો. પ્રિયપાત્ર બાબતે તમે સતત વિચારશો, તેમની કાળજી લેશો. જોકે, નવા સંબંધોની શરૂઆત કરવામાં સાચવજો. વિદ્યાર્થીઓને અત્યારે અભ્યાસમાં આગળ વધવાની ઇચ્છા થાય પરંતુ અભ્યાસના કલાકો વધારવા પડશે. આ સપ્તાહમાં ખાસ કરીને કમરમાં દુખાવો, સ્નાયુને લગતી ફરિયાદો અથવા ગુપ્તભાગોમાં કોઇ તકલીફ થઇ શકે છે.

મીન

સપ્તાહની શરૂઆતમાં તમે પોતાની ઉર્જા અને વિચારોને મર્યાદિત સીમામાં રાખશો અને કોઇપણ કામ અથવા સંબંધોમાં બહુ ધ્યાન આપવાના બદલે પોતાની મર્યાદિત દુનિયામાં રહેવાનું પસંદ કરશો. આત્મમંથન માટે પહેલો દિવસ બહેતર છે. આપની આધ્યાત્મિક અને પરોપકારની ભાવના પણ વધશે. જોકે, બીજા દિવસના મધ્યાહનથી તમારામાં નવી ઉર્જા, નવા વિચારો આવશે જે પ્રોફેશનલ મોરચે તમને નવા મુકામ સુધી લઇ જવા માટે સમર્થ હશે. દૂરના સ્‍થળે સંદેશાવ્‍યવહારથી આપને ફાયદો થાય. સહોદરો સાથે આપના સંબંધો સારા રહેશે. ભાઇભાંડુઓ સાથે સારો મનમેળ રહેશે અને કુટુંબીઓ સાથે સારો સમય પસાર થાય.

બિઝનેસ અંગે યોગ્‍ય આયોજન કરી શકો. વ્‍યાપાર અર્થે બહારગામ જવાનું બને અને તેમાં સફળતા પણ મળશે. નોકરિયાતોને ઉપરી અધિકારીઓ આપના ખંત અને નિષ્ઠાથી ખુશ રહેશે. નોકરિયાતોને હોદ્દામાં બઢતીની શક્યતાઓ છે. આ બધા વચ્ચે પ્રેમસંબંધો અને દાંપત્યજીવનમાં પણ તમે પાછા નહીં પડો. તમારી વચ્ચે ઉત્તમ તાલમેલ રહેશે. વિદ્યાર્થીઓને એજ્યુકેશન અર્થે કોઇની સાથે મહત્વની ચર્ચા થાય. અભ્યાસનું આયોજનો ખૂબ સારી રીતે પાર પાડી શકશો. પહેલા દિવસે નકામા ટેન્શનના કારણે અનિદ્રા અને માનસિક બેચેની રહી શકે છે પરંતુ બાકીના સપ્તાહમાં તમે સ્વાસ્થ્ય સુખાકારી ભોગવી શકશો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here