મિત્રો આજકાલ દુનિયા બદલાઈ રહી છે અને આજની દુનિયા ખૂબ ઝડપથી ચાલી રહી છે. ઘણી વખત ગરીબ વ્યક્તિ પોતાના બાળકો ના લગ્ન માટે પોતાના બાળકોના ભવિષ્ય માટે ભણતર માટે પૈસા ઉધાર લેતા જોવા મળે છે. તો મિત્રો આજ ના આ લેખમા અમે આ સમસ્યાનો એક ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ.
મિત્રો સૌ પ્રથમ આપણે જાણી લઈએ કે કયા કારણોને લીધે વ્યક્તિ પૈસા ઉધાર લેતા હોય છે. મિત્રો ગ્રહોની દિશા સારી ન ચાલતી હોય તો લોકો કર્જ મા ડુબી જતા હોય છે. જ્યોતિષ શાસ્ત્ર માં કહેવાયું છે કે હથેળી મા કાળો તલ હોય તો વ્યક્તિ દેવા મા ડુબી જતા હોય છે.
જો મિત્રો તમારો ગુરુ ગ્રહ મજબુત હોય તો તમે ઉધાર લીધેલા નાણા જલદીથી પરત કરી શકો છો. અને તમારા જીવનમા મંગળ ગ્રહ ની અસર ખરાબ હોય તો તમે વધારે ને વધારે કર્જ માં પડતા જાય છે. એટલે કે તમે ઉધાર લીધેલા નાણા પરત કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છો.
શનિ ગ્રહ નો પ્રભાવ જો તમારા જીવનમાં હોય તો પણ તમે ઉધાર લીધેલા નાણા પરત નથી કરી શકતા. મિત્રો આ બધા કારણો આની પાછળ છુપાયેલા હોય છે. મિત્રો તમારા જીવનમાં ગ્રહોની સ્થિતિ અવરી ચાલી રહી હોય તો તમે ઉધાર લીધેલા નાણા પરત આપી શકતા નથી.
મિત્રો આ બધી જ મુસીબતમાં તમે ઘેરાયેલા છો તો હનુમાનજી મહારાજ ને યાદ કરવામાં આવે તો હનુમાનજી મહારાજનો આ એક ઉપાય કરવાથી તમે તમારા જીવનની બધી જ મુસીબતમાંથી સમાધાન મેળવી શકો છો. તેની સાથે સાથે તમારા ઘરની તિજોરી પૈસા થી ભરાઈ જાય છે.
મિત્રો ધનને લગતી કોઇપણ સમસ્યા તમને સતાવતી હોય તો તમારે હનુમાનજી મહારાજના મંદિરે જવું જોઈએ. અને એક ઉપાય કરવો જોઈએ આ ઉપાય કરવાથી હનુમાનજી મહારાજની કૃપા તમારા પર બની રહે છે. સાથે સાથે ઉધાર પૈસા લીધેલા હોય તેમાંથી છુટકારો મેળવી શકાય છે.
મિત્રો શનિવારનો દિવસ અને મંગળવારનો દિવસ હનુમાનજી મહારાજનો દિવસ ગણવામાં આવે છે. જો તમારાથી થઈ શકે તો શનિવારના દિવસે હનુમાનજી મહારાજના મંદિરે જઈને તમારે હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ. અને હનુમાનજી મહારાજે એક નાળિયેર અર્પણ કરવું જોઇએ.
મિત્રો આ ઉપાય તમે સાત શનિવાર સુધી કરવામા આવે તો આ બધી જ મુસીબત માંથી છુટકારો મેળવી શકાય છે. મંગળવારના દિવસે હનુમાનજી મહારાજને સિંદૂરથી સ્નાન કરવું જોઈએ. ધન ને લગતી કોઈ સમસ્યા હોય તો તમારે આ ઉપાય કરવા જોઈએ.
મિત્રો સૌથી પહેલા શનિવાર અથવા તો મંગળવારના દિવસે તમારે કોઈ પણ હનુમાનજીના મંદિરે જવાનું છે અને સાથે એક નાળિયેર ફટકડીનો ટુકડો, લાલ કલરનો એક મીટર જેટલો દોરો એક, આકરા નું પાન મિત્રો આટલી વસ્તુ તમારે લઈ જવાની છે. હનુમાનજી મહારાજના મંદિરે જઈને તમારે સૌથી પહેલા તેલના દીવો કરવાનો છે.
ત્યારબાદ તમારે શ્રીફળ અર્પણ કરવાનું છે અને આંકડાનું પાન લેવાનું છે. ફટકડી પર તમારે લાલ કલર નો દોરો વીંટવાનો છે. આવી રીતે પાન પર ફટકડી નાખી ને દોરો વીંટી દેવાનો છે. હવે હનુમાન ચાલીસા ત્રણ વખત કરીને તમારે આ પાન ઘરે લઈ જવાનુ છે અને તેને તમારા ઘરના મુખ્ય દ્વાર પાસે મૂકી દેવાનું છે. મિત્રો આ ઉપાય કરવાથી તમારા બધા કષ્ટ દૂર થાય છે.