સુખ-સમૃદ્ધિની ઈચ્છા કોને ના હોય, પ્રત્યેક વ્યક્તિ પોતાના જીવન દરમિયાન મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય તેવું ઝંખતો હોય છે. જ્યોતિષશાસ્ત્રમાં સુખ સમૃદ્ધિ માટે ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. જેને તમારી સુવિધાનુસાર કરી શકાય છે. મા લક્ષ્મીની કૃપા મેળવવા આ ઉપાય કરવાથી સચોટ પરિણામ પ્રાપ્ત કરી શકશો.

ક્યારેય કોઇને ન કરશો દુ:ખી

જીવનમાં હંમેશા ધ્યાન રાખો કે કોઈ પાસેથી કોઈપણ ચીજ મફતમાં ના લો. તેનું મૂલ્ય જરૂર ચૂકવો. કોઈપણ વ્યક્તિને દગો આપી ધન એકઠું ના કરો. આવું ધન બહુ વધુ સમય સુધી નથી ટકી શકતું.

આવું ધન તે વ્યક્તિ અને તેના પરિવારને દેવામાં ધકેલી દે છે. આવું કરનારા વ્યક્તિ ગમે તેટલા પ્રયત્નો કેમ ના કરે, સમૃદ્ધિ અને સફળતા નથી મળી શકતી

દાન-પૂણ્ય કરો


ગમે તેટલી આવક કેમ ના હોય, પરંતુ દર મહિને તેનો થોડો ભાગ ધાર્મિક કાર્યોમાં અથવા દાન-પૂણ્યમાં ખર્ચ કરો. આવું કરવાથી મા લક્ષ્મીની હંમેશા કૃપા બની રહે છે. તેમના પરિવારમાં હર્ષ, ઉલ્લાસ અને સહયોગનું વાતાવરણ બની રહે છે. આવા વ્યક્તિ પોતાવી જવાબદારી પૂર્તિ માટે પર્યાપ્ત ધન કમાણી કરી લે છે.

શ્રીસૂક્તનો પાઠ કરો


પ્રથમ નવરાત્રિથી નવમી તિથિ સુધી દરરોજ એકવાર શ્રીસૂક્તનો પાઠ જરૂર કરવો. આનાથી નિશ્ચિત રૂપે તમારા પર મા લક્ષ્મીની કૃપા રહેશે. રુદ્રાક્ષની માળાથી રોજ સૂર્યોદય સમયે પૂર્વ તરફ મોઢુ રાખીને સૂર્યની ઉપસ્થિતિમાં ગાયત્રી મંત્રનો જાપ કરવાથી ભાગ્ય પ્રબળ બને છે.

પ્રાતઃકાળમાં ઉઠીને માતાપિતા, ઘરના વડીલો, ગુરુના ચરણ સ્પર્શ કરવાથી ભાગ્યોદય જલ્દી થાય છે.

વૃદ્ધાશ્રમ, દિવ્યાંગ હોમ, અનાથાલયમાં સમયે સમયે ભોજનની વસ્તુઓ, કપડા દાન કરતા રહો. પ્રયત્ન કરો કે સૂર્યાસ્ત બાદ ના તો કોઈનાથી ઉધાર લો અને ના ઉધાર આપો.

સપ્તાહમાં કોઈ પણ એક દિવસ પોતાના ઈષ્ટ દેવના મંદિરમાં દર્શન કરવા જરૂર જાવ. શિવજીને અભિષેક રુદ્ર અષ્ટાધ્યાયી કરવાથી ભાગ્યની તમામ અડચણો દૂર થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here