સેક્સ માત્ર વ્યક્તિગત સંતોષ નથી હોતો, પરંતુ બે વ્યક્તિ વચ્ચેના સંબંધને અત્યંત દૃઢ બનાવતો સેતુ પણ છે. આથી જ એક્સપર્ટ્સ હંમેશાં સલાહ આપતા હોય છે કે કપલ્સે અમુક દિવસના અંતરે સેક્સ કરતા રહેવું અને એ બાબતનું ખાસ ધ્યાન રાખવું કે બે વખત થતાં સંભોગની વચ્ચેનું અંતર ઘણું લાંબું ન થઈ જાય.

આ માટે તમારે સેક્સને એક્સાઈટિંગ બનાવવું જ રહ્યું અને આ એક્સાઈટમેન્ટ બનેલી રહે એ માટે તમારે કેટલાક સેક્સ રિઝોલ્યુશન્સ પણ લેવા જોઈએ. તો ચાલો નજર કરીએ એવા કેટલાક રિઝોલ્યુશન્સ પર, જે તમારી સેક્સ લાઈફને અત્યંત રોમાંચક બનાવી શકે છે.

આ વાંચીને વિચિત્ર લાગશે, પરંતુ દિવસ દરમિયાન પર્ટનર સાથે થતી ચેટિંગમાં પણ તમારે સેક્સટિંગ કરતા રહેવું અને રાતના સેક્સનું પ્લાનિંગ દિવસથી જ કરી રાખવું. કોઈકને લાગશે કે આ તો વિકૃતિ છે, પરંતુ પોતાના પાર્ટનર સાથે એવી કોઈક વાતો કરવું વિકૃતિ નથી.

જો તમારા માટે સેક્સ પેઈનફૂલ થઈ ગયું હોય કે લગ્નના થોડા જ સમયમાં સેક્સમાંથી તમારો રસ ઊડી ગયો હોય તો તમારે ફરીથી તમારી ઉત્તેજનાને જગાડવી પડશે અને આ માટે તમે પાર્ટનર સાથે ઈન્ટરનેટ પર કોઈ સેક્સ સ્ટોરીઝ વાંચી શકો છો કે કોઈક એડલ્ટ ફિલ્મ જોઈ શકો છો. સાથે બેસીને આ પ્રવૃત્તિ કરવાથી તમારા બંનેની અંદર હાર્મોન્સ રિલીઝ થશે, જેનાથી તમે ફરીથી સેક્સની મજા માણી શકશો.

સેક્સમાં જગ્યા પણ હંમેશાં મહત્ત્વ ધરાવતી જ હોય છે. આથી જો તમે એક જગ્યાએ વારંવાર સેક્સ કરશો તો તમારા બંનેનું એક્સાઈટમેન્ટ જતું રહેશે. એટલે ઘરમાં જ કોઈ જુદી જગ્યાએ સેક્સ કરો અથવા નહાતી વખતે સેક્સ કરો. આ સિવાય પ્રવાસ વખતે પણ અચૂક સેક્સ કરવાનું રાખો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here