શું તમારા હાથની ચોથા નંબરની આંગળી (જેમાં સગાઈની વીંટી પહેરવામાં આવે છે) તમારી બીજી આંગળી (અંગૂઠાના પાસે રહેલી)થી મોટી છે ? જો હા, તો આ તમારા માટે ખુશખબર સમાન છે.

વાસ્તવમાં તાજેતરમાં કરાયેલ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જેની ચોથી આંગળી બીજી આંગળીથી મોટી હોય તેવાં લોકો સ્પર્ધા વગેરમાં ઘણાં તેજ હોય છે. સૌથી વધારે ફાયદાની વાત તો આવા લોકો સેક્સની બાબતમાં ખૂબ સક્રિય રહેતા હોય છે અને સામાન્ય રીતે એક કરતાં વધારે પાર્ટનર બનાવે છે.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આંગળીની પરસ્પર લંબાઈ જોઈને બતાવવામાં આવે છે કે વ્યકિતની સોશિયલ લાઈફ કેવી છે. માનાં ગર્ભમાં જ આ નક્કી થતું હોય છે કે આંગળીઓની લંબાઈ કેટલી રહેશે અને આ નક્કી કરે છે ટેસ્ટોસ્ટેરોન જેવા એંડ્રોજન્સ. ટેસ્ટોસ્ટેરોનથી જ તમારા સ્વભાવમાં આક્રમકતા નક્કી થતી હોય છે.

ટેસ્ટોસ્ટેરોનનું સ્તર શરીરમાં ઊંચું હશે તો તમે તેજ, બળવાન અને આક્રમક હશો. આંગળીઓની લંબાઈ, જાડાઈ જન્મ પછી ફેરફાર નથી થતો આ માટે કોઈ બાળક યુવાવસ્થામાં કેવું હશે તે બાળપણમાં તેની આંગળીઓ જોઈને ઘણે અંશે જણાવી શકાય છે. આ અભ્યાસ યુનિવર્સિટી ઑફ લિવરપુલના વૈજ્ઞાનિકોએ કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here