શનિદેવને ન્યાય પ્રિય દેવ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, શનિદેવ ઇચ્છે તો રાજાને ભિખારી અને ભિખારીને રાજા બનાવી દે છે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર શનિદેવના ગુરૂ ભગવાન શંકરજીએ તેમને ન્યાયધીશનો દરજ્જો આપ્યો છે. શનિવારના દિવસે શનિને મનાવવા માટે વિશેષ પૂજન અર્ચન કરવાનું મહત્વ છે.

જ્યોતિષ અનુસાર કુંડળીમાં શનિની સ્થિતિ ઘણું કરીને ખાસ મહત્વ રાખે હોય છે. શનિની શુભ કે અશુભ સ્થિતિનાં કારણે વ્યક્તિનાં જીવનમાં સુખ અને દુખ પણ વેઠવાં પડે છે. શનિનો સૌથી વધારે પ્રભાવ સાડાસાતી અને ઢૈય્યામાં વેઠવો પડે છે. દરેક વ્યક્તિને શનિની સાડાસાતી ચોક્કસ વેઠવી પડે છે તેનાથી કોઇ બચી શકતું નથી.

શનિભક્તો આ દિવસે શનિ મંદિરમાં જઈ ફૂલ, તલ, ગોળ વગેરે અર્પણ કરે છે શનિદેવને તેલ ચઢાવે છે તેમજ શનિ મંત્ર, શનિ ચાલીસ, સ્તોત્ર ઉપરાંત શિવ જાપ, હનુમાનજીના જાપ કે ચાલીસ પણ વાંચે છે, શનિ યંત્રની પણ ઘણા લોકો પૂજાભક્તિ કરતા હોય છે. ઘણા લોકો આ દિવસે પીપળાના વૃક્ષ નીચે સાત પ્રકારના અનાજ મૂકી, સરસવના તેલનો દીવો કરે છે, કેટલાક લોકો આ દિવસે અડદની કોઈ વાનગી કે વસ્તુ ગરીબને દાન કરતા હોય છે.

શનિ દેવને પ્રસન્ન કરવાના ઉપાય

જો શનિનાં કારણે કોઇ વ્યક્તિને ઘણાં દુ:ખો અને નિષ્ફળતાઓનો સામનો કરવો પડી રહ્યો તો શનિવારનાં દિવસે અમુક વિશેષ પૂજન કાર્ય કરવું જોઇએ. શનિને મનાવવા માટે અહીં સચોટ ઉપાય આપવામાં આવ્યો છે. દરેક શનિવાર આ ઉપાય અપનાવવાથી જલ્દી શુભ થાય છે.

શનિનાં અશુભ પ્રભાવોને ઓછો કરવા માટે શનિવારનાં દિવસે એક કાળા કપડામાં કાળા અડદ, કાળા તલ અને લોખંડની વસ્તુઓ મુકી તેને બાંધી લો. શનિદેવને અર્પણ કરવી અને પૂજા કરવી.

શનિ મંત્રનો જાપ

ઓમ પ્રાં પ્રીં પ્રૌં સ: શનૈશ્ચરાય નમ:|
ઓમ એં હ્લીં શ્રીશનૈશ્ચરાય નમ:||

પૂજા પાઠ થઇ ગયા પછી કોઇ બ્રાહ્મણ, કોઇ ગરીબ વ્યક્તિને આ કાળા કપડામાં બાંધેલી ત્રણ ચીજ વસ્તુઓ નું દાન કરવું. આવી રીતે દર શનિવારે આ દાન કરવું જોઇએ. થોડા જ દિવસોમાં તેના સકારાત્મક પરિણામો જોવા મળશે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here