આ હાથલા ગામમાં ઇતિહાસની દ્દ્રષ્ટિએ ગુજરાતમાં સૌથી પ્રાચીન એવું શનિદેવનું સ્થાન છે.
ઈ.વ.ની 6-7 સદીનાં મૂર્તિ, શનિકુંડ પુરાતત્વ દ્વારા રક્ષિત છે.
હાલ આ મંદિરમાં હાથીની સવારી ઉપર બાળ શનિદેવની પ્રાચીન મૂર્તિ, શિલ્પો, ભગ્ન શિવલીંગ, નંદી, હનુમાન તથા શનિકુંડ હૈયાત છે.
શનિકુંડ ઊંડો છે. આ કુંડમાં કોસ અને રેંટ ચાલી શકે અને પગથિયાથી અંદર ઉતરી શકાય તેવી રીતે બાંધવામાં આવ્યો છે.
હાલના આ શનિદેવ અને શનિકુંડ જેઠવાઓના ઘુમલી રાજથી કેટલાય સમય પહેલાના મૈત્રકકાલીન સમયનો હોય શકે.
જેઠવાઓના સમયમાં જેઠવાઓ અને જાડેજાઓની લડાઇઓ આ વિસ્તારમાં બહુ થઈ છે તેના કારણે આ વિસ્તાર ઉજજડ થઈ જતાં 200-250 વર્ષ સુધી અહીં લોકો દર્શને આવેલ નથી.
હાલના બરડા ડુંગરનું શ્રૃષિકાલિન જુનું નામ બટુકાચળ અને તેમના જંગલનું નામ પીપ્પલાવન હતું. ત્યારે આ સ્થળનું નામ હસ્તિનસ્થલ, મધ્યકાળમાં હસ્થથલ, અને અત્યારનું આપણું હાથલા નામ છે.
અહીં હાથલાનો અર્થ શનિદેવ હાથી ઉપર બિરાજે છે એવો થાય છે.
હાથલાના અવશેષો 1500 વર્ષથી જુના છે.
શાસ્ત્રોક રીતે શનિદેવનાં દશ નામો, દશ વાહનો અને દશ પત્નીઓ છે.
તેમાંથી એક નામ આ સ્થળના વનના નામ ઉપરથી પિપ્પલાશ્રય અને વાહન હાથીની સવારી તે અહીની જ છે.
હાથલા સિવાય બીજે ક્યાંય શનિદેવ હાથી ઉપર નથી.
શનિદેવના વાહનોમાં ગીધ જોડેલ લોખંડનો રથ આકાશ માર્ગ માટે છે. જમીન પૃથ્વી ઉપરની શનિદેવની સવારી પાડા ઉપર છે. શનિદેવ હાથીની સવારી ઉપર હોય ત્યારે સુખ, શાંતિ, સમૃદ્ધિ આપે છે.
શનિદેવ ન્યાય કરવામાં કોઈની પણ લાગવગ ચલાવતા નથી. તેથી આ દેવની બધાને બીક લાગે છે.
શનિદેવ યમરાજાના સગા મોટાભાઇ અને તાપી નદીના સગા ભાઈ થાય છે. આ કારણ યમુના સ્નાનથી યમની, અને તાપી સ્નાનથી શનિદેવની નડતર દુર થાય છે.
મુગદ્દલ શ્રૃષિ આ સ્થળે ઘણો સમય રહ્યા અને શનિદેવની ઉપાસના કરી પ્રસન્ન કરેલ હતા.
આ શ્રૃષિએ આ સ્થળે સુખ, શાંતિ, સમૃદ્ધિ માટે જુદા જુદા સ્તોત્રની રચના કરી છે. તેમાંથી શનિમાનસ પૂજા સ્તોત્ર થોડા ફેરફાર સાથે આજે પણ પ્રપ્રખ્યાત છે.
આ શનિદેવના દર્શને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તે ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે આવેલા છે.
પોરબંદરનાં રાજમાતા શ્રી રુપાળીબા તથા જામનગરના રાજમાતા શ્રી ગુલાબકુંવરબા આવેલાં છે.
આ સ્થળે બ્રાહ્મણો દ્વારા શનિ મૃત્યુ જય યજ્ઞ અને ચારણો દ્વારા શનિ માનસ ગાન થયેલ છે.
હાલમાં ગુજરાત સરકારે શનિદેવ સ્થાનના વિકાસ માટે 2-3 કરોડ ગ્રાંટની જોગવાઈ કરી છે.
મહારાષ્ટ્રના શિંગડાપુરના શનિદેવના પુસ્તકમાં આ શનિદેવનું મુખ્ય સ્થાન સૌરાષ્ટ્ર પ્રાંતમાં છે તેવું લખવામાં આવે છે.
સૌવે શનિદેવના જન્મ સ્થળ હાથલાના હાથીની સવારીવાળા શનિદેવના દર્શન કરવા જરુરી છે.
હાથલા જામનગરથી ભાણવડ થી 20 કી.મી. હાથલા.