જ્યોતિષમાં શનિદેવને ન્યાયાધીશ માનવામાં આવે છે. ગ્રહ જ વ્યક્તિને તેના કાર્યોનું ફળ અપાવે છે. જેના કર્યો ખરાબ હોય છે તેના માટે શનિ અશુભ થઇ જાય છે. અને તમે જાણો જ છો કે શનિ અશુભ હોવાથી કોઈ પણ કાર્યમાં આસાનીથી સફળતા નથી મળતી.

એટલું જ નહિ પણ આવું કરવાથી ઘર પરિવારમાં પણ મુશ્કેલીઓ વધી જાય છે. શનિવાર શનિદેવની વાર માનવામાં આવે છે તેથી આ દિવસે અમુક કર્યો ન કરવા જોઈએ. જો તમે આ દિવસે આ કામો કરશો તો શનિ અશુભ થઇ શકે છે અને ખરાબ પરિણામ ભોગવવું પડે છે. તેથી આજે અમે તમને અમુક એવા કામો જણાવશું જે શનિવારે કરવા ન જોઈએ.

શનિવારના દિવસે ન કરવા જોઈએ આ કામ

શનિવારના દિવસે ક્યારેક લોખંડ કે લોખંડથી બનેલ વસ્તુ ઘરમાં ન લાવવી જોઈએ. આવું કરવાથી શનિદેવ નારાજ થઇ શકે છે. જો કે આ દિવસે લોખંડનું દાન કરવું શુભ માનવામાં આવે છે. તેથી જો તમારી પાસે લોખંડથી બનેલ કંઈ વસ્તુ હોય તો ગરીબોને દાન કરવી જોઈએ…

આમ તો ગરીબોનું અપમાન કરવું હંમેશા માટે ખરાબ જ છે પરંતુ શનિવારના દિવસે તો આ ભૂલ ભૂલથી પણ ન કરવી જોઈએ. જણાવી દઈએ કે ગરીબોનું પ્રતિનિધિત્વ શનિદેવ કરે છે અને જો તમે આ દિવસે તેને પરેશાન કે અપમાન કરશો તો શનિદેવ તમારા જીવનમાં પણ મુશ્કેલીઓ વધારી શકે છે.

જો તમને એવું લાગી રહ્યું છે કે શનિદેવ તમારાથી નારાજ છે અને તમારા જીવનમાં વધુ મુશ્કેલીઓ આવી જાય તો શનિદેવને મનાવવા શનિવારના દિવસે તેલનું દાન કરવું જોઈએ. પરંતુ એકવાતનું ખાસ ધ્યાન રાખવું કે આ દિવસે તેલ ઘરે ન લાવવું જોઈએ. એટલેકે દાન કરવું તો શુભ છે પણ આ દિવસે તેલ ઘરમાં લાવવું અશુભ માનવામાં આવે છે.

શનિવારના દિવસે કોઈ પણ બહારના વ્યક્તિ પાસેથી બુટ-ચંપલ ભૂલથી પણ ભેટ રૂપે સ્વીકાર ન કરવો જોઈએ. જો કે શનિવારના દિવસે બુટ કે ચંપલ ગરીબોને દાન કરવાથી શનિ દોષ દુર થઇ જાય છે. જો તમારી પાસે જુના ચપ્પલ છે તો તેને તમે શનિવારે દાન કરી શકો છો અને જો શક્ય હોય તો નવા ખરીદીને પણ દાન કરી શકો છો.

શનિદેવને ખુસ કરવા માંગો છો તો શનિવારના દિવસે પીપળાની પૂજા કરો. અને પૂજા કર્યા બાદ તેની સાત વાર પરિક્રમા કરો. શનિના પ્રકોપથી બચવાનો આ પણ એક અસરકારક ઉપાય છે.

શનિના પ્રકોપને દુર કરવા અને શનિદેવને ખુસ કરવા માટે શનિવારના દિવસે કાળા તલનું દાન કરો. શનિવારના દિવસે કાળા તલનું દાન કરવું ખુબ જ શુભ માનવામાં આવે છે. બની શકે તો કોઈ ગરીબને દાન કરો.

શનિના પ્રકોપને દુર કરવા માટે તમે શનિવારના દિવસે હનુમાનજીના મંદિરે જઈને સરસોના તેલનો દીવો કરી શકો છો. આવું કરવાથી શનિદેવ ખુસ થઇ જાય છે અને શનિના પ્રકોપથી તમને જલ્દી છુટકારો મળી જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here