શિવરાત્રીના દિવસે શિવલિંગને અર્પિત કરી દો બસ આ બે ચીજ, થઇ જશે દરેક મનોકામના પૂરી

ભગવાન શિવને પ્રસન્ન કરવા ખુબ જ સરળ છે અને માત્ર બીલીપત્ર અને જળ ચઢાવીને પણ તેમની કૃપા મેળવી શકાય છે. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે મહા શિવરાત્રીનો દિવસ સૌથી ઉત્તમ હોય છે અને જે ભક્ત આ દિવસે શિવલિંગની પૂજા કરે છે અને તેમને બીલીપત્ર અને જળ અર્પિત કરે છે. તેમના પર સદા ભગવાન શિવની કૃપા બની રહે છે.

આ વર્ષે મહા શિવરાત્રી ૧૧ માર્ચએ આવી રહી છે. હિંદુ પંચાંગ અનુસાર મહાશિવરાત્રી પર્વ માઘ મહીનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ મનાવવામાં આવે છે. જ્યારે દક્ષિણ ભારતીય પંચાંગ અનુસાર આ પર્વ માઘ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીએ મનાવવામાં આવે છે.

આ વર્ષે આ બંને તિથિઓ એક જ દિવસે આવી રહી છે. સાથે જ આ વખતે શિવરાત્રી પર શિવ યોગની સાથે ધનિષ્ઠા નક્ષત્ર રહેશે અને ચંદ્રમાં મકર રાશિમાં બિરાજમાન રહેશે, એટલે કે મહાશિવરાત્રી ઘણા શુભ સંયોગ સાથે આવી રહી છે.

મહાશિવરાત્રી ૨૦૨૧ ના શુભ મુહૂર્તો

નિશિથ કાલ પૂજા મુહૂર્ત ૧૧ માર્ચ ૨૪:૦૬:૪૧ થી ૨૪:૫૫:૧૪ સુધી રહેશે, એટલે કે તેની અવધિ ૪૮ મિનિટની છે. જ્યારે મહાશિવરાત્રી પારણા મુહૂર્ત ૦૬:૩૬:૦૬ થી શરૂ થઇ જશે, જે ૧૫:૦૪:૩૨ સુધી રહેશે.

જરૂર અર્પિત કરો જળ તથા બીલીપત્ર

ભોળાનાથને પ્રસન્ન કરવા તેમને તમે જળ અને બિલીપત્ર જરૂર અર્પિત કરો. હકિકતમાં શિવલિંગ પર  જળ અર્પિત કરવા સાથે એક કથા જોડાયેલી છે. જેના અનુસાર સમુદ્ર મંથન સમયે કાલકુટ નામનું વિષ નીકળ્યું હતું, જે દેવતાઓના ભાગમાં આવ્યું હતું. દેવતાઓને આ વિષથી બચાવવા માટે શિવજીએ સ્વયં તેને પી લીધું હતું

અને તેને પોતાના કંઠ પર જ રાખ્યું હતું. જેના લીધે શિવજીનું ગળું વાદળી થઈ ગયું હતું. તેથી જ મહાદેવને “નીલકંઠ” પણ કહેવામાં આવે છે. વળી આ વિષનાં કારણે શિવજીનું શરીર ગરમ થવા લાગ્યું હતું. શિવજીનાં શરીરને ઠંડુ રાખવા માટે દેવતાઓએ તેમના મસ્તિષ્ક પર જળ નાખવાનું શરૂ કરી દીધું હતું અને ઠંડી તાસીર હોવાના કારણે તેમને બીલીપત્ર પણ ચડાવ્યા.

આ રીતે થઈ બેલની ઉત્પત્તિ

બિલિપત્ર વૃક્ષની ઉત્પત્તિનો ઉલ્લેખ સ્કંદ પુરાણમાં મળી આવે છે. કથા અનુસાર એકવાર દેવી પાર્વતીએ પોતાના કપાળ પરથી પરસેવો લૂછીને જમીન પર ફેંકી દીધો હતો. જેના થોડા ટીપા  મંદાર પર્વત પર પડ્યા અને આ પર્વત પર પહેલા બીલી વૃક્ષની ઉત્પત્તિ થઈ. શાસ્ત્રોમાં આ વૃક્ષના વિશે લખવામાં આવ્યું છે કે આ વૃક્ષનાં મૂળમાં ગિરિજા, તનમાં મહેશ્વરી, શાખામાં દક્ષયાયની, પાનમા પાર્વતી, ફૂલોમાં ગૌરીનો વાસ હોય છે.

આ રીતે કરવામાં આવે છે અર્પિત

ભગવાન શિવને બિલીપત્ર અર્પિત કરતા સમયે ઘણા પ્રકારની વાતોનું ધ્યાન રાખવાનું હોય છે. હંમેશા ઉલટું બિલિપત્ર એટલે કે લિસી સપાટી વાળો ભાગ જ શિવલિંગ પર રાખવો જોઈએ.

બિલીપત્રને હંમેશા અનામિકા, અંગૂઠા કે મધ્યમ આંગળીની મદદથી ચઢાવો.

બિલીપત્રના ૩ પાન વાળા ગુચ્છા જ અર્પિત કરો. માનવામાં આવે છે કે તેના મૂળ ભાગમાં બધા તીર્થોનો વાસ હોય છે. તેની સાથે જ જે બિલીપત્ર તમે ચઢાવો તે એકદમ સાફ હોવા જોઈએ. બીલીપત્ર કોઈપણ જગ્યાએથી પણ ગંદુ કે તૂટેલું ના હોવું જોઈએ.

બીલીપત્ર ક્યારેય પણ અશુદ્ધ હોતું નથી. પહેલાથી જ ચડાવવામાં આવેલ બીલીપત્ર પણ ફરીથી ધોઈને ચડાવી શકાય છે.

માન્યતા છે કે જે ઘરમાં બીલીનું વૃક્ષ હોય છે, ત્યાં ધનની ઊણપ ક્યારેય રહેતી નથી.

જે ભક્ત ભગવાન શિવને બીલીપત્ર ચઢાવે છે. તેમના તમામ દુઃખ દૂર થઈ જાય છે અને ભોળાનાથ તેમની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે.

ચતુર્થી, અષ્ટમી, નવમી, ચતુર્દશી, અમાવસ્યા, સંક્રાંતિના સમયે અને સોમવારે બિલીપત્ર તોડવા ના જોઈએ.

બિલીપત્રનાં ઝાડને તમે ઘરના આંગણામાં પણ લગાવી શકો છો.

જે લોકો ભોળાનાથને બિલીપત્ર તથા જળ અર્પિત કરે છે. તેમના પર શિવજીની કૃપા હંમેશા માટે બની જાય છે. બિલીપત્ર શિવજીને ચઢાવવાથી દરિદ્રતા દૂર થાય છે અને વ્યક્તિ સૌભાગ્યશાળી બને છે. એટલું જ નહી જે લોકોના લગ્ન ના થઈ રહ્યાં હોય, જો તે શિવજીને બિલીપત્ર અને જળ ચઢાવે છે તો લગ્ન જલ્દી થઇ જાય છે અને સાચો જીવનસાથી મળે છે. ઘણા લોકો મહાશિવરાત્રીનું વ્રત પણ રાખે છે અને તે દિવસે માત્ર ફળ અને દૂધનું જ સેવન કરે છે. એટલા માટે તમે ઈચ્છો તો મહાશિવરાત્રીનું વ્રત પણ રાખી શકો છો.

pinal patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *