આપણે જ્યારે બજારમાંથી નવા બુટ, બેગ , પર્સ કે વોટર જગ કે ઇલેક્ટ્રોનિક વસ્તુની ખરીદી કરીએ છીએ તો તેમાંથી એક નાની પડીકી જેવું આવતું હોય છે જેને આપણે ફેંકી દઈએ છીએ. પણ તે આ પડીકી સિલિકાની પડીકી હોય છે. જે આપણને બહુ જ કામ લાગે છે.
સિલિકા ની પડીકી સિલિકોન ડાયોક્સાઇડ થી બનેલી હોય છે, જે ભેજ શોષી લેવાનું કામ કરે છે.
સિલિકાની પડીકીમાં બંધ વસ્તુમાં થતી વાસને દૂર કરવાની ક્ષમતા પણ હોય છે. જો તમે કોઈ વસ્તુને વધારે સારી રાખવા અને તેમાં વાસ ન મારે તે માટે બે – ત્રણ સિલિકા ની પડીકી મૂકી દો વાસ આવતી બંધ થઈ જશે અને જીવાત પણ નહી પડે.
જો તમારે કોઈ જગ્યા પર ભેજ આવતો હોય તો બે- ત્રણ સિલિકાની પડીકી મૂકી દો તેમાં ભેજ લાગતો નથી.
વરસાદમાં આપણે બહાર ગયા હોય અને બુટ ભીના થઈ જાય છે. અને બીજા દિવસે વાસ પણ આવતી હોય છે. જો આ બુટ ની અંદર ની સાઇડ પર બે-ત્રણ સિલિકાની પડીકી મૂકી દઈએ તો ભેજ પણ સુકાઈ જાય અને વાસ પણ મારતી નથી.
આપણે બજારમાંથી નવી પાણીની વોટરબેગ લાવીએ તો તેમાં સિલિકાની પડીકી આવતી હોય છે. જો આ પડીકી સાચવીને મૂકી રાખીએ અને વોટરબેગનો ઉપયોગ થઈ જાય એટલે તેમાં સિલિકાની પડીકી પાછી મૂકી દઈએ ત્યારે વોટર બેગ ની અંદરથી કોઈ જ પ્રકારની વાસ આવતી નથી.
જુના પુસ્તકો કે જરૂરી દસ્તાવેજો ને સુરક્ષિત રાખવા હોય તો બે સિલિકાની પડીકી મૂકી દો તો કાગળ કે પુસ્તકોમાં ભેજ અને જીવાત નહી આવે.
ગરમ કપડાં કે વધારાના જૂના કપડા મૂકતા ત્યાં તમે બે- ત્રણ સિલિકાની પડીકી મૂકી દો તો તે કપડામાં ભેજ કે વાસ આવતી નથી.