છેલ્લા 12 વર્ષથી દર્શકોને હસાવી રહેલી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સબ ટીવી પર પ્રસારિત થાય છે. તેની શરૂઆત 28 જુલાઈ 2008થી થઈ હતી.
ત્યારથી જ આ શો દર્શકોની પસંદ બન્યો છે. આ શો ના લગભગ 3 હજારથી વધુ એપિસોડ્સ પુરા થયા છે, પરંતુ તો પણ લોકપ્રિયતા યથાવત છે.
આ સીરિયલના તમામ કિરદારોએ લોકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. આ જ કારણ છે કે છેલ્લા 12 વર્ષમાં તેમાં વધુ ફેરફાર નથી જોવા મળ્યા.
હાલમાં જ સીરિયલમાં મહત્વના રોલમાં જોવા મળેલી નેહા મહેતાને રિપ્લેસ કરી સુનૈના ફોજદાર એ ભૂમિકા નિભાવી રહી છે. નેહા મહેતા છેલ્લા 12 વર્ષથી આ ભૂમિકા નિભાવી રહી હતી.
મૂળ ગુજરાતી નેહા મહેતાએ પરફોર્મિંગ આર્ટ્સમાં માસ્ટર્સ કર્યું છે. સાથે જ તેણે ડ્રામામાં ડિપ્લોમા ડિગ્રી લીધી છે. આ જ કારણ છે કે તેને શરૂઆતથી જ થિએટર સાથે લગાવ હતો.
આ સાથે જ તે સારી ડાન્સર પણ છે. તેણે ભરતનાટ્યમની તાલીમ લીધી છે.
નેહાના પિતા જાણીતા લેખક છે અને તેમણે જ નેહાના એક્ટિંગની દુનિયામાં હાથ અજમાવવાનું કહ્યું હતું. વર્ષ 2000મં નેહાને સ્ટાર હંટ-મલ્ટી ટેલેન્ટ શો માટે પસંદ કરવામાં આવી.
જે બાદ તે મુંબઈ આવી ગઈ અને એક્ટિંગની સફર શરૂ થઈ. નાની-મોટી ભૂમિકા કર્યા બાદ તેને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા મળી અને તેણે પાછું વળીને ન જોયું.
મીડિયા રિપોર્ટ્સના અનુસાર 42 વર્ષિય નેહા સિંગલ છે. એક ઈન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું હતું કે તેને લગ્નની ઉતાવળ નથી. પરંતુ પોતાના થનારા પતિને લઈને તે આશા રાખે છે કે, તેને એવો પતિ મળે જે સંબંધોની કદર કરે અને તેને ગંભીરતાથી લે.
તારક મહેતા સીરિયલ માટે નેહાના રોજના 25 હજાર મળતા હતા. હાલ તેના રિપ્લેસમેન્ટને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે.