આપણાં રસોડા માં રહેલી દરેક વસ્તુ માં ઔષધિય ગુણ રહેલા છે એવું જ એક ઔષધ એટલે હળદર.હળદર માત્ર રસોડામાં વપરાતો એક મસાલો નથી તે આપણા સ્વાસ્થ્ય અને ત્વચા માટે પણ બહુ ગુણકારી છે.

હળદર નાં ઉપયોગ :

શરદી-ખાંસીમાં તેમજ કોઇ ઘા પડ્યો હોય તો તેને ભરવા માટે હળદરનો ઉપયોગ થાય છે

ત્વચાને નિખારવા માટે પણ વર્ષોથી આપણે ત્યાં હળદરનો પ્રયોગ કરવામાં આવે છે

હિન્દુ લગ્ન પ્રસંગે પીઠી ચોળવાની વિધિ માં પણ હળદરનો પ્રયોગ થાય છે.

હળદર નાં ઔષધિય ગુણ :

દરરોજ સવારે ખાલી પેટે એક નાની ચમચી હળદરની ફાંકી લેવાથી લોહી પાતળું રહે છે, ગેસની સમસ્યા દૂર થાય છે, કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે, સાંધાના દુખાવામાં ઝડપી રાહત મળે છે, શરદી ઉધરસની સમસ્યા ક્યારેય થતી નથી.

અડધી ચમચી હળદરનું ચુર્ણ, અરડુસીનો રસ ત્રણ ચમચી અને એક ચમચી મધ સવાર-સાંજ લેવાથી કફના રોગો-ઉધરસ, શરદી, દમ વગેરે મટે છે.

સુતી વખતે શેકેલી હળદરનો ટુકડો ચુસવાથી ઉધરસ, કાકડા અને ગળાના રોગોમાં લાભ થાય છે.

સમાન ભાગે હળદર અને ગોળ ગોમુત્રમાં મેળવી એક વર્ષ સુધી રોજ સવારે પીવાથી હાથીપગુ મટે છે.

હળદર, ફટકડી અને પાણી મીશ્ર કરી રોગગ્રસ્ત ચામડી પર લગાડવાથી ચામડીના મોટા ભાગના રોગો મટે છે.

હળદર, મીઠું અને પાણી મીશ્ર કરી લેપ કરવાથી મચકોડનો સોજો મટે છે.

હળદર અને લોધરનો લેપ કરવાથી સ્તનનો સોજો મટે છે.

વાળમાં કે શરીરમાં ખંજવાળ, શીળસ અથવા કોઈ પણ એલર્જીમાં હળદર દૂધ સાથે પીવાથી ખંજવાળમૂળમાંથી મટે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here