ઠંડીમાં ગરમાહટ ફીલ કરવા માટે મોટાભાગના લોકો ચા-કોફીનું સેવન વધારી દેતા હોય છે. આ કારણે જ ઓફિસમાં બેસીને કામ કરનારા લોકોનું ચા-કોફીનું પ્રમાણ વધી જાય છે. પરંતું ઠંડીમાં વધુ પડતી ચા-કોફી નુકશાન નોતરે છે. વધુ ચા-કોફી લેવાથી શરીરમાં કોફીન અને સુગરની માત્રા વધી જતી હોય છે. આ પ્રમાણ અન્ય બીમારીઓને આમંત્રણ આપે છે.
ગરમ પીણાંમાં ચા-કોફી સિવાય અન્ય ઓપ્શન્સ પણ છે. તેના જગ્યાએ ગરમ દૂધ, ગ્રીન ટી કે સમયાંતરે ગરમ પાણી પીવાનું રાખો.
ઠંડીમાં મોટાભાગે લોકો તડકામાં બેસવાનું વધુ પસંદ કરે છે. પરંતુ તડકામાં વધુ બેસવાથી અલ્ટ્રાવાયોલેટ કિરણો પણ નુકશાન કરી શકે છે. ઠંડીની મોસમમાં સ્કીનને સુરક્ષિત કરતા મેલનિન નામના તત્ત્વનું પ્રમાણ ઓછું થઈ જાય છે. તેથી થોડો તડકો પણ તમારી ત્વચાને બર્ન કરશે.
ઠંડીમાં પવન વધુ હોય છે. તેથી મોટાભાગે સાંજે કે રાત્રે બહાર નીકળવું નહિ. અને જો નીકળવું પડે તો નાક અને ચહેરો ઢાંકની નીકળવું. ઠંડા વાતાવરણમાં સ્વાઈન ફ્લૂ અને ડેન્ગ્યૂના વાયરસ વધુ એક્ટિવ થતા હોય છે. તેથી આટલી સલામતી રાખવી જ હિતાવહ છે.
ઠંડીમાં દિવસ ટૂંકો અને રાત લાંબી હોય છે. તેથી અનેક લોકો મોડે સુધી ઊંઘતા રહે છે. બહારની ઠંડી પથારીમાંથી વહેલા ઉઠવા દેતી નથી. પરંતુ વધુ આરામદાયક દિવસ પણ હેલ્થ પ્રોબ્લમ્સ નોતરે છે.