ઉપગ્રહ અને ડ્રોનના યુગમાં ભૂતની તસવિરો લઈ શકાય છે. ભૂત અને આત્મા જેવી બાબતો માની શકાય તેમ નથી. છતાં વિશ્વમાં ઘણી એવી બાબતો છે કે, જેને સંપૂર્ણ રીતે નકારી શકાય નહીં. એક એવી જ જગ્યા છે, જ્યાં હજારો ભૂત રહેતા હોવાનું માનવામાં આવે છે.
આ સ્થાન યુનાઇટેડ કિંગડમના વેલ્સ શહેરમાં છે. આ સ્થાનનું નામ ડેનબીગ એસાયલમ છે, પરંતુ લોકો તેને ભૂતનો આશ્રમ કહે છે. નોર્થ વેલ્સ હોસ્પિટલમાં ડેનબીગ એસાયલમ મનોચિકિત્સાવાળા લોકો માટે 1848માં બનાવવામાં આવ્યું હતું, અને 1995માં તેના દરવાજા બંધ કર્યા પહેલા તે 1,500 દર્દીઓ અને 1000 કર્મચારીઓનું ઘર હતું.
એવું કહેવામાં આવે છે કે અહીં ઘણા દર્દીઓનાં મોત બાદ તેને બંધ કરવામાં આવ્યું હતું. 25 વર્ષથી બંધ પડેલા આ મહેલ-આશ્રમમાંથી લોકોએ ઘણાં ડરામણા દ્રશ્યો જોયા છે. જેમાં લોકોને ચીસો, હાસ્ય, પગથિયાં અને જોરથી બંગડીના અવાજ સાંભળવામાં આવ્યાં છે.
એટલું જ નહીં, થોડા વર્ષો પહેલા ડેનબીગ એસાયલમ બિલ્ડિંગમાં અચાનક આગ લાગી હતી પરંતુ આગ કેવી રીતે શરૂ થઈ તે જાણી શકાયું નથી. 2008 માં, ટીવી શો મોસ્ટ વોન્ટેડના તપાસકર્તાઓએ તે સ્થળની મુલાકાત લીધી હતી. તે પછી તેણે દાવો કર્યો હતો કે આ સ્થળ “ડાકણો દ્વારા શાપિત છે.” તેમણે કહ્યું કે અહીં હજારો ભૂત રહે છે.