લખનૌમાં એક મહિલાને તેના પતિએ હોટલમાં રૂમની બહાર તેના પ્રેમી સાથે રંગે હાથ પકડી. મહિલા તેના પ્રેમી સાથે સટ્ટો રમવા આવી હતી, જ્યારે તેનો પતિ ત્યાં આવ્યો હતો અને હંગામો કરવા લાગ્યો હતો. પોલીસે પ્રેમીની ધરપકડ કરી છે. મહિલા પોતાની સાથે દોઢ લાખના દાગીના અને 20 હજાર રૂપિયા લઈને આવી હતી.

પ્રેમસંબંધ:

બડાઉનના બીનાવર વિસ્તારમાં રહેતી મહિલા શિક્ષણ વિભાગમાં શિક્ષિકા છે. 3 વર્ષ પહેલા સહેલી મારફત બરેલીના વીર સાવરકરનગરનો એક યુવાન મળ્યો અને પ્રેમસંબંધ શરૂ થયો. પરિવારનો વિરોધ હોવા છતાં તેણે ગયા વર્ષે 15 ફેબ્રુઆરીએ લગ્ન કર્યાં હતાં.

તેને છ મહિના પહેલા એક પુત્ર પણ થયો હતો. પતિને છેલ્લા કેટલાક દિવસથી મહિલાની ગતિવિધિઓ અંગે શંકા હતી. આ પછી એક દિવસ પતિએ પત્નીનો મોબાઈલ લઇને વોટ્સએપ હેક કર્યું હતું. આ રીતે તેના ફોન પર પણ પત્નીના બધા મેસેજીસ આવવા લાગ્યા. પત્ની સટ્ટા વિશે અને મળવા માટે તેના પ્રેમીને જે મેસેજ કરતી તે મેસેજ પતિ વાંચી લેતો.

પત્નીની બેવફાઈ:

પત્નીને રંગેહાથ પકડવા માટે પતિએ તેની પત્ની ને કહ્યું કે તે શુક્રવારે પોતાના દાદાજી પાસે લખનઉ જઇ રહ્યો છે. પરંતુ તે બરેલીમાં મિત્રના ઘરે રોકાયો હતો. તેમનાં જતાની સાથે જ પત્નીએ વોટ્સઅપ ખોલીને પ્રેમી સાથે મળવાનું નક્કી કર્યું. મહિલા શનિવારે સવારે એક હોટલમાં આવી હતી.

થોડા સમય પછી પતિ પણ હોટલ પહોંચ્યો. તેણે જોયું કે પત્ની તેના પ્રેમી સાથે રૂમની બહાર ફરવા જઇ રહી છે. તેણે ત્યાં બંનેને પકડ્યા અને પોલીસને બોલાવી. આ દરમિયાન પતિ રસ્તા પર ચીસો પાડીને પત્નીની બેવફાઈ કહેવા લાગ્યો હતો. જ્યારે હંગામો વધતો ગયો, ત્યાં પોલીસે પત્ની પ્રેમી અને તેના પતિને પોલીસ સ્ટેશન લઈ ગઇ.

પ્રેમ સંબંધ:

પત્નીએ કહ્યું પતિ લગ્ન પહેલા જાણતો હતો કે તેના ઘણા બોયફ્રેન્ડ છે, તેમને સટ્ટાની પણ જાણકારી હતી. લગ્ન પહેલા લાખો રૂપિયાની કમાણી કરી હતી. તે જ પૈસાથી પતિને ફરવા લઈ જતી અને તેના શોખ પૂરો કરતી હતી.

મહિલાનું બડાઉનનાં એક યુવક સાથે પ્રેમ સંબંધ હતું. તેના થકી, તે સટ્ટામાં પૈસા નાખતી. તેની થેલીમાંથી આશરે દોઢ લાખના દાગીના અને વીસ હજાર રૂપિયા મળી આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here