આ વસ્તુ તમને સામાન્ય લાગતી હશે, પરંતુ તેના સ્વાસ્થ્યવર્ધક લાભ જાણીને તમે કલ્પના પણ નહિ કરી શકો……

આપણાં શરીર ને અનેક પ્રકાર ના પોષકતત્વો ની આવશ્યકતા પડે છે જો એકપણ પોષકદ્રવ્ય ની ઉણપ સર્જાય તો આપણે સ્વાસ્થય અંગે ની સમસ્યાઓ થી પીડાઈ શકીએ.

આ પોષકતત્વો માં નું એક પોષકતત્વ એટલે પ્રોટીન જે આપણાં શરીર માટે અત્યંત આવશ્યક તત્વ છે. માંસાહારી લોકો માં કયારેય પણ પ્રોટીન ની ઉણપ સર્જાતી નથી.

પરંતુ , શાકાહારી લોકો માં આ તત્વ ની ઉણપ સર્જાઈ શકે. શરીર માં પ્રોટીન નું એક યોગ્ય પ્રમાણ જાળવી રાખવું અત્યંત આવશ્યક છે.

પ્રોટીન ની ઉણપ ના કારણે શરીર માં અનેક પ્રકાર ની સમસ્યાઓ સર્જાય છે. જો તમે પ્રોટીન ની ઉણપ થી પીડાતા હોવ તો તમારે ફણગાવેલા કઠોળ નું સેવન કરવું જોઈએ. ફણગાવેલા કઠોળ માં ભરપૂર પ્રમાણ માં પ્રોટીન પ્રાપ્ત થઈ રહે છે.

ફણગાવેલા કઠોળ નું સેવન કરવાથી પ્રોટીન , પોટેશિયમ તથા વિટામીન જેવા અનેક પ્રકાર ના પોષકતત્વો મેળવી શકીએ. ફણગાવેલા કઠોળ નું સેવન કરવાથી તમે યોગ્ય પ્રમાણ માં ઉર્જા પ્રાપ્ત કરી શકો.

જો તમને તમારા શરીર માં નબળાઈ અનુભવાતી હોય તો તમે ફણગાવેલા મગ નું સેવન કરી શકો. મગ કઈ રીતે ફણગાવવા તે વિશે જાણીએ. એક પાત્ર માં પાણી ભરીને તેમાં મગ પલાળી દો.

૮ કલાક બાદ આ પલળી ગયેલ મગ ને જારીવાળા પાત્ર માં કાઢી તેના પર ભીનુ કપડું ઢાંકી ને આખી રાત સુધી રહેવા દયો. સવારે તમે આ કપડું હટાવીને નિહાળશો તો તેમાં ફણગા ફૂટી જશે.

આ મગનું સેવન આપણાં સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયી સાબિત થાય છે. આ ફણગાવેલા મગ ના સેવન થી પ્રાપ્ત થતા લાભો વિશે જાણીએ.

રકત માં રહેલી અશુદ્ધિઓ દૂર થાય :

ફણગાવેલા કઠોળ નું સેવન કરવાથી શરીરમાં રહેલા ઝેરી તત્વો દૂર થાય છે અને રકત શુદ્ધ બને છે. રકત સાથે સંકળાયેલી બીમારીઓ થતી નથી. રકત શુદ્ધ રહેવાના કારણે સ્કીન સાથે સંકળાયેલી સમસ્યાઓમાંથી પણ મુક્તિ મળે.

પાચનતંત્ર મજબૂત બને :

ફણગાવેલા કઠોળ માં એન્ટીઓક્સિડન્ટ તેમજ વિટામીન એ , વિટામીન બી , વિટામીન સી , વિટામીન ઈ , ફોસ્ફરસ , લોહતત્વ , મેગ્નેશિયમ , ઝીંક વગેરે પોપકદ્રવ્યો નો સમાવેશ થાય છે. જે આપણાં સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયી છે તેના સેવનથી આપણું પાચનતંત્ર મજબૂત બને છે.

હાડકા મજબૂત બને :

ફણગાવેલા કઠોળ માંથી ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ પ્રાપ્ત થઈ રહે છે જેથી આપણાં હાડકા મજબૂત બને છે. આ ફણગાવેલા કઠોળનું સેવન બાળકો થી લઈને વયોવૃદ્ધ તમામ કરી શકે છે.

મોટાપો દૂર થાય :

મોટાપા ની સમસ્યા વધુ પડતા બહાર ના જંકફૂડ નું સેવન કરવાથી ઉદભવે છે. ફણગાવેલા કઠોળનું સેવન કરવાથી શરીરમાં એસિડ નું પ્રમાણ નિયંત્રિત રહે છેઅને શરીરમાં ઉર્જા ના પ્રમાણમાં વૃદ્ધિ થાય છે તથા વધારાની કેલરી માં ઘટાડો જોવા મળે.

બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે :

ફણગાવેલા કઠોળ માં ભરપૂર પ્રમાણમાં પોટેશિયમ અને ફેટી એસિડ સમાવિષ્ટ છે જેના દ્વારા બ્લડપ્રેશર નિયંત્રણ માં રહે તથા હ્રદય ને લગતા રોગો થવાની સંભાવનાઓ માં ઘટાડો જોવા મળે.

જો તમે ફણગાવેલા કઠોળ નું નિયમિત સેવન કરો તો તમે નેત્રો સાથે સંકળાયેલી તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકો.

અસ્થમા અને શ્વાસ ને લગતી સમસ્યાઓ થી પીડાતા વ્યક્તિઓ માટે પણ ફણગાવેલા મગનું સેવન અત્યંત લાભદાયી સાબિત થાય છે.

ગેસ , અપચો વગેરે જેવી સમસ્યાઓ માંથી મુક્તિ મેળવવા માટે પણ ફણગાવેલા મગ નું સેવન અત્યંત લાભદાયી સાબિત થઈ શકે.

pinal patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *