વૃક્ષોને ઘર પાસે રાખવાથી ઘરનું વાતાવરણ તો શુદ્ધ રહે જ છે તેની સાથે જ કેટલાક વૃક્ષ તમારા માટે પ્રગતિનો માર્ગ પણ ખોલી દે છે. જો આ છોડને ઘરમાં રાખવામાં આવે તો ઘરમાં ધનલાભ થાય છે અને વ્યક્તિ પૈસા સંબંધિત સમસ્યાથી દૂર રહી શકે છે.
આ પ્રકારના જ એક છોડને મા કામાખ્યા દેવીનું રૂપ માનવામાં આવે છે. આ છોડ જે ઘરમાં હોય છે તે ઘરની તકલીફો દૂર રહે છે. જાણો આ છોડ વિશે કેટલીક બાબતો…
આ દુર્લભ છોડનું નામ છે હત્થા જોડી, જો આ છોડને ઘરમાં લગાવવામાં આવે તો તેનાથી ખૂબ લાભ થાય છે.

આ છોડને રાખવાની જગ્યા નથી તો તેના મૂળને પણ ઘરમાં રાખી શકાય છે. તેને ઘરમાં રાખતા ઘરમાં ધન સંબંધી સમસ્યા દૂર થઇ જાય છે.

ચકલીઓના પંજા જેવા દેખાતાં આ છોડને સિંદૂરમાં રાખી દો. સિંદૂર મૂળમાં લગાવ્યા બાદ તેને તિજોરી, કબાટ, દુકાન વગેરે જેવી જગ્યાઓ પર રાખવાથી લાભ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here