દેવી ગણીને મહિલાઓની પૂજા કરનાર ભારત દેશમાં જ્યારે મહિલાઓના માન-સમ્માનની વાત આવે છે ત્યારે લોકો મોટી વાતો કરે છે. પણ શું તમે જાણો છો આપણા દેશમાં મહિલાઓ વિરુદ્ધના અપરાધોની સંખ્યા પાછલાં બે વર્ષમાં વધીને બમણી થઇ ગઇ છે.

વાત જો છેડતી જેવા નિમ્ન કક્ષાના કૃત્યની કરીયે તો સામાન્ય રીતે મોટાભાગની યુવતીઓ સાથે આવી ઘટનાઓ બનતી હોય છે. જો કે લોકોની માનસિકતા એટલી ખરાબ થઇ ગઇ છે કે તેમણે બોલીવુડની હિરોઇનોને પણ છોડી નથી.
તાપસી પન્નૂઃ

સાઉથ અને બોલીવુડની ફિલ્મોમાં એક્ટિગ કરનાર તાપસીએ એવો ખુલાસો કર્યો કે તેમની સાથે પણ છેડતીની ઘટના બની હતી. વધુમાં જણાવ્યું કે, આવું એક વખત નહી, દિલ્હીમાં અગાઉ પણ તેમની છેડતી થઇ છે.

અસિનઃ

પોતાની બ્યૂટીફુલ એક્ટિંગથી લોકોના દિલમાં જગ્યા બનાવનાર હિરોઇન અસીન પણ છેડતીનો શિકાર બની ચૂકી છે. એક ઇવેન્ટ દરમિયાન એક વ્યક્તિએ કેમેરાની સામે જ તેમને ખોટી રીતે સ્પર્શ કર્યો હતો.

સોનાક્ષી સિન્હાઃ

વર્ષ 2010માં એકે ઇવેન્ટ દરમિયાન ભીડમાં રહેલા કેટલાંક લોકોએ સોનાક્ષી સિન્હા વિશે ગંદી કમેન્ટ કરવા ઉપરાંત તેમને જબરદસ્તી પૂર્વક સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે બાઉન્સર્સે સોનાક્ષીને ત્યાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી લીધી હતી. જો કે આજે પણ તે ઘટનાને યાદ કરતાં સોનાક્ષી હેબતાઇ જાય છે.

સોનમ કપૂરઃ

ફિલ્મ રાંઝણાના પ્રમોશન માટે સોનમ એક થિયેટરમાં પહોંચી ત્યારે કેટલાંક લોકોએ તેની સાથે ખરાબ વર્તન કર્યું હતું. જો કે તેમના કો-સ્ટાર ધનૂષ સોનમને તે સ્થળેથી સુરક્ષિત રીતે બહાર લઇને આવી ગયા હતા.

ગોહર ખાનઃ

ડિસેમ્બર 2014માં ગોહર ખાન ટીવી રિયાલિટી-શોર ઇન્ડિયાઝ રોકસ્ટારના ગ્રાન્ડ ફાઇનલની શૂટિંગ કરી રહી હતી ત્યારે ઓડિયન્સમાંથી એક વ્યક્તિએ તેને એક થપ્પડ મારી દીધી હતી.


કરિના કપૂરઃ

સેફ અલી ખાનની પત્ની કરિના કપૂરને પણ વર્ષ 2013માં એક ઇવેન્ટ દરમિયાન છેડતીનો ભોગ બનવું પડ્યું હતું. ઇવેન્ટ પૂરી થયા બાદ કરિના જ્યારે બહાર નીકળી રહી હતી ત્યારે ભીડમાં રહેલાં કેટલાંક લોકોએ તેમની છેડતી કરી. આ દરમિયાન કરિના ઘણી ગભરાઇ ગઇ હતી. જો કે બાઉન્સરોએ સમયસર કરિનાને ત્યાંથી સુરક્ષિત બચાવી લીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here