જેમ જેમ ઋતુ બદલાય છે તેમ આપણા શરીરની પ્રકૃતિ મુજબ તેના પર પણ અસર પડે છે. બદલાતી ઋતુને કારણે શરદી-ખાંસી કે પેટ ખરાબ થવુ, એસીડીટી થવી એ એક સામાન્ય સમસ્યા છે. જેનો ઈલાજ મોટાભાગના લોકો ઘરઘથ્થુ ઉપાયો દ્વારા કે કાયમ લેતા હોય તેવી દવાઓ દ્વારા કરે છે.

તુલસીના પાન અને ગોળ તેમજ લીંબૂ સાથે મિક્સ કરીને સ્વાદિષ્ટ પીણું બનાવવામાં આવે છે જેને તુલસી સુધા કહેવાય છે. આ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે શરદી, ખાંસી, માથાનો દુ:ખાવો અને પેટના ગેસ અને એસીડીટી જેવા રોગને ખતમ કરે છે. પાચન માટે સારુ હોય છે અને શરીરની પ્રતિરોધક ક્ષમતા વધારે છે.

આ માટે તુલસીના પાન અડધો કપ, ગોળ ૩/૪ કપ, ૫ લીંબૂનો રસ, ૧૦ નાની ઈલાયચી અને ૧૦ કપ પાણી તૈયાર રાખો.

હવે તુલસીના પાન કાઢી મુકો, લીંબુનો રસ પણ કાઢીને તૈયાર રાખો. તુલસીના પાન અને ઈલાયચીને લીંબૂના રસની સાથે ઝીણા વાટી લો. પાણીમાં ગોળ નાખીને ઉકાળો, ગોળ પાણીમાં ઓગળી જાય કે ગેસ બંધ કરો. પાણી કુણું થાય ત્યારે તેને તુલસીના પેસ્ટમાં નાખી દો. ૨-૩ કલાક ઢાંકી મુકો. જ્યારે એકદમ ઠંડુ થાય ત્યારે તેને ગાળી લો. તૈયાર છે સ્વાદિષ્ટ તુલસી સુધા.

આ રસને ગરમીમા ઠંડુ પી શકો છો અથવા તો શિયાળામાં ગરમા ગરમ ચા ની જે પી શકો છો. આ રસ ૧૦-૧૫ દિવસ સુધી ફ્રિજમાં તાજો રહે છે. આ રસ શરદી, ખાંસી અને પેટના દુ:ખાવા માટે અસરકારક છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here