આપણા દેશમાં ઘણા બધા અલગ અલગ ભગવાનના મંદિરો આવેલા છે, દરેક મંદિરોમાં ભગવાનના દર્શન કરવા માટે શ્રદ્ધારુઓ આવતા હોય છે, અને દરેક શ્રદ્ધારુઓની ભગવાન મનોકામના પુરી કરતા હોય છે, તેવું જ આ ચામુંડા માતાજીનું મંદિર ભાવનગર જિલ્લાના ઊંચા કોટડા ગામે દરિયાકિનારે આવેલું છે. ઊંચા કોટડામાં સ્વયંમ માતા ચામુંડા બિરાજમાન છે.
ઊંચા કોટડામાં આવેલા માતા ચામુંડાના મંદિર સાથે ઘણા પરચાઓ અને ઘણી કથાઓ જોડાયેલી હોય તેવું માનવામાં આવે છે. આથી ઊંચા કોટડામાં સ્વયંમ બિરાજમાન માતા ચામુંડાના દર્શન કરીને ભક્તો તેમના જીવનમાં ધન્યતા અનુભવતા હોય છે, અને તેમના જીવનમાં સુખ અને શાંતિ માતા ચામુંડા ભરી દેતા હોય છે.
આ મંદિરમાં માતા ચામુંડાના દર્શન કરતા જ બધા ભક્તોના દુઃખો દૂર થઇ જતા હોય છે અને આ ચામુંડા માતાના મંદિરમાં ઘણા ભક્તો માનતા પણ માનતા હોય છે અને જયારે ભક્તોની માનતા પુરી થાય ત્યારે મંદિરમાં આવીને ભક્તો માતાજીને ત્રિશુલ ચડાવતા હોય છે. આથી આ મંદિરમાં માતા ચામુંડાના દર્શને હજારોની સંખ્યામાં ભક્તો માતાજીના દર્શને આવતા હોય છે.
ચામુંડા માતાજી બધા જ ભક્તોના દુઃખો દૂર કરીને તેમના જીવનની બધી જ મનોકામના પુરી કરતા હોય છે. ઊંચા કોટડામાં આવેલા ચામુંડા માતાના દર્શન કરવા માટે ચૈત્ર મહિનાની પૂનમના દિવસે મંદિરમાં ભક્તો વધારે સંખ્યામાં આવતા હોય છે. આ ચામુંડા માતાના મંદિરમાં જે લોકો સંતાન પ્રાપ્તિની માનતા રાખતા હોય છે તે બધા જ ભક્તોને સંતાન પ્રાપ્તિનું સુખ પણ મળતું હોય છે.