20 વર્ષની આ છોકરીના શરીરમાં નીચે છે બે-બે પ્રાઇવેટ ભાગ, મહિનામાં બે વાર આવે છે પિરિયડ્સ, કહ્યું, “કેટલું મુશ્કેલ છે આ બધા સાથે જીવવું !!”

ઘણા લોકો જન્મતાની સાથે જ શારીરિક ખોડખાપણ સાથે જન્મતા હોય છે, તો ઘણા લોકોને શરીરના અંગો એક કરતા પણ વધારે હોય છે. ઘણા લોકોના આપણે હાથ અને પગની આંગળીઓ સામાન્ય વ્યક્તિ કરતા વધારે હોવાનું જોયું હશે ? પરંતુ તમે કયારેય શરીરમાં બે ગુપ્તાંગ હોવાનું સાંભળ્યું છે ? અને તેમાં પણ કોઈ સ્ત્રીને શરીરમાં બે ગુપ્તાંગ હોય તો કેટલું મુશેકેલી ભર્યું તેના માટે હોઈ શકે છે તમે કલ્પના કરી શકો છો.

આવું જ કંઈક જોવા મળ્યું છે અમેરિકાને પેન્સિલવેનિયાના ફિલાડેલ્ફિયામાં રહેવા વાળી 20 વર્ષની પેગ ડીએન્જેલો સાથે. જેને બે પ્રજનન પ્રણાલી છે. મેડિકલની ભાષામાં તેને યુટ્રેસ ડિડેલ્ફિશ કહેવામાં આવે છે, એટલે કે મહિલાના શરીરમાં બે યોનિઓ, બે ગર્ભાશય અને બે ગર્ભાશય ગ્રીવા હોવું.”

એક અંગ્રેજી મીડિયાના જણાવ્યા પ્રમાણે બે પ્રજનન પ્રણાલી હોવાના કારણે પેગને ખુબ જ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પેગને મહિનામાં બે વાર પિરિયડ્સ પણ આવે છે, તેનો અર્થ છે કે તે જયારે ગર્ભવતી બનશે અને જ્યાં સુધી તેના બીજા લક્ષણો જોવા નહીં મળે ત્યાં સુધી તેને આ વિશેની ખબર નહીં પડે.

રિપોર્ટ પ્રમાણે પેગ ડીએન્જેલો એક જ સમયે પોતાના બન્ને ગર્ભાશયમાં ગર્ભવતી થઇ શકે છે. કારણ કે તેની બન્ને પ્રજનન પ્રણાલીઓ યોગ્ય રીતે કામ કરી રહી છે. પેગને 18 વર્ષની ઉંમર સુધી આ દુર્લભ શારીરિક સ્થિતિ વિશેની ખબર નહોતી.

પરંતુ બે વર્ષ પહેલા જયારે તે અનિયમિત પીરિયડ્સને લઈને સ્ત્રી રોગ વિશેષજ્ઞની પાસે ગઈ ત્યારે તે વાતનો ખુલાસો થયો કે પેગ ક્યારેક ક્યારેક 15 દિવસમાં જ પીરિયડ્સમાં આવી જાય છે. એમઆરઆઈ કરવા ઉપર આ વાતનો ખુલાસો થયો હોવાનું પેગ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

પેગે જણાવ્યું કે “જયારે પણ હું લોકોને મારી સ્થિતિ વિશે જણાવું છું ત્યારે લોકો હેરાન રહી જાય છે. જો કે બધા લોકોને લાગે છે કે બે યોની મારા શરીરના બહારના ભાગમાં દેખાય છે. પછી એમને સમજાવવું પડે છે કે આમ નથી હોતું. જો આમ હોતું તો તેને પહેલા જ ખબર પડી જતી.

પેગે આગળ જણાવે છે કે “ઘણા લોકો મારા જાતીય સુખને લઈને પણ સવાલ ઉઠાવે છે અને પછી મારે તેમને આશ્વત કરવા પડે છે કે આના કારણે મારા જાતીય સુખના જીવનમાં પણ કોઈ સમસ્યા નથી.

પેગે એમ પણ જણાવ્યું કે હું ફેસબુક અને ટિક્ટોકના મધ્યમથી આ પ્રકારની શારીરિક સ્થિતિથી ઝઝૂમી રહેલી છોકરીઓ સાથે જોડાયેલી છું. મોટાભાગની મહિલાઓને ગર્ભપાતનો સામનો કરવો પડે છે.

pinal patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *