નકારાત્મક વિચારો અને મન વચ્ચે અંતર રાખવું જરૂરી છે, નકારાત્મક વિચારોને માનસપટ ઉપર આવવા ન દેવું તે અત્યંત જરૂરી છે. આ વાત સામાન્ય રીતે દરેક વ્યક્તિ જાણતી જ હોય છે છતાં પણ મનમાં નકારાત્મક વિચારો મનમાં રહેતાં હોય તો વિચાર આવે કે, મનની નકારાત્મકતાનો ઈલાજ કોની પાસેથી કરાવીશું? તો તેનો સિમ્પલ જવાબ એ છે કે, આ તકલીફનો ઈલાજ ખૂદ તમારી પાસે જ છે!

જો કે, વાસ્તુશાસ્ત્રનો આધાર લઈ નકારાત્મકતાને હકારાત્મકતામાં પલટાવી શકાય છે. વાસ્તુશાસ્ત્રના માધ્યમથી તમો આર્થિક લાભ તો મેળવી જ શાકો છો, સાથે-સાથે સ્વાસ્થ્યને લગતી તકલીફોને પણ દૂર કરી શકો છો. આપની પ્રોડક્ટિવીટીને સીધી અસર જો કોઈ કરતું હોય તો તે છે નકારાત્મકતા અને તેના કારણે તમારા સ્વાસ્થ્ય ઉપર પ્રતિકૂળ અસર પડે છે. આ વાત હવે દુનિયાભરના ફિલોસોફરોથી માંડીને આધુનિક વિજ્ઞાન પણ આ બાબતને માનવા માંડ્યું છે. તાજેતરમાં જ એક અભ્યાસમાં કહેવાયું હતું કે, 80 ટકાથી વધારે બિમારીઓની શરૂઆત નકારાત્મકતાથી જ થાય છે અને ધીમે-ધીમે તે શરીર ઉપર કબજો મેળવી લેવામાં સફળ થાય છે.

હવે મુદ્દાની વાત ઉપર આવીએ… જો કોઈને નકારાત્મકતાને દૂર કેવી રીતે કરવી? આ તકલીફથી તમને કોણ મદદરૂપ થઈ શકે? તો આ સવાલનો સીધો જવાબ એ છે કે, નકારાત્મકતાને દૂર કરવામાં જો કોઈ તમને મદદ કરી શકે એમ હોય તો તે તમો પોતે જ છો! આ કામ તમારે પોતે જ તમારા માટે કરવાનું છે. જો કે, દરેક મનુષ્યની માનસિક સ્થિતિ એટલી મજબૂત હોતી નથી કે, આ કામ તે જાતે કરી શકે.

આવા સંજોગોમાં વાસ્તુશાસ્ત્ર તમોને મદદરૂપ થઈ શકે એમ છે, તેમાં બતાવેલા નુસ્ખાંથી માત્ર નકારાત્મકતા નહીં પણ ઘરમાં રહેલી ન્ોગેટિવ ઉર્જાને પણ દૂર કરે છે અને સ્વાસ્થ્ય માટે પણ લાભદૃાયી છે. આ નુસ્ખામાં કોઈ પ્રકારનો ખર્ચ કરવાનો હોતો નથી તેમજ આ નુસ્ખાના કારણે કોઈ જાતની હાનિ થવાની પણ સંભાવના હોતી નથી. અત્રે ઉલ્લેખ જરૂરી બને છે કે, આ તમામ નુસ્ખાંને આધુનિક વિજ્ઞાને પણ કેટલાંક અંશે સ્વીકારી લીધાં છે.

આ પ્રકારના ઉપાયોમાં સૌથી પ્રથમ પગથિયે આવે છે લીમડો… લીમડાને આયુર્વેદમાં અદ્ભૂત ઔષધ તરીકે સ્વીકાર કરવામાં આવ્યો છે. જો કે, લીમડાનું સેવન કરવું અઘરૂં હોય છે એમાં રહેલી કડવાશ સહન કરવી એટલે જાણે અગ્નિ પરીક્ષા! જો કે, લીમડાનો માત્ર આ જ એક ઉપયોગ નથી તેને અન્ય કેટલાં’ય ઉપયોગમાં લેવામાં આવે છે. વધારે નહીં પણ અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વખત ઘરમાં લીમડાનો ધૂપ (ધૂમાડો) કરીને આખા ઘરમાં ફેરવવામાં આવે તો ઘરમાં રહેલી નેગટિવ ઉર્જા દૂર થાય છે સાથોસાથ ઘરમાં રહેલાં સુક્ષ્મ બેકટેરિયાથી માંડીને મચ્છરનો નાશ થાય છે.

મેલેરિયા-ડેંગ્યુ તેમજ વાયરલ ઈન્ફેકશન સહિતની તકલીફો દૂર થાય છે. કપુર અને લવિંગનો ઉપયોગ પણ લીમડા જેવો કરી શકાય છે. ઘરમાં સવારના સમયે અને રાતના સમયે જો કપુરને કે કપુર વત્તા લવિંગને સળગાવીને જો ધૂપ કરવામાં આવે તો તેના અગણિત લાભ પ્રાપ્ત થાય છે. કપુરનો ગુણધર્મ એ છે કે, તે હકારાત્મક ઉર્જાને ઘરમાં પ્રસરાવી દે છે અને લવિંગ ઘરના જીવ-જંતુને દૂર કરે છે.

આ સિવાય શરદી-ખાંસી જેવી અનેક બિમારીઓમાં કપુરને અક્સિર માનવામાં આવે છે, બીજી તરફ લવિંગ શ્ર્વસન નળીમાં જવાથી શ્ર્વસન તંત્ર સાફ થઈ જાય છે, ગળુ બેસી ગયું હોય તો તે પણ ખૂલી જાય છે. આ જ પ્રકારનો લાભ મીઠું (નિમક)થી પણ મેળવી શકાય છે.

દરરોજ ઘરમાં પોતાં કરતા પહેલાં પાણીમાં મીઠું નાખીને પોતા કરવાથી નેગેટિવ ઉર્જા સમાપ્ત થાય છે અને મીઠાના ઘસારાથી જમીનમાં રહેલાં અને નરી આંખે ન જોઈ શકાતાં ઝીણાં બેકટેરિયા પણ દૂર થાય છે. જો કે, પોતા કરતી વખતે સમુદ્રનું મીઠું વાપરવામાં આવે તો તેના અનેક લાભ વધી જતાં હોવાનું કહેવાયું છે. કારણ કે, આયોડિન મીઠું દરિયાની અશુદ્ધિને સાફ કરી નાખે છે, પરંતુ પોતા કરવા માટે અને બેકટેરિયાના સફાયા માટે દરિયાની અશુદ્ધિ જ કારગર સાબિત થાય છે.

ઉપરાંત જો ક્ષમતા અને માનસિક તૈયારી હોય તો ઘરના ચાર ખૂણા અને મધ્ય ભાગમાં મીઠાનો બે ફૂટ જેટલો ગાલીચો બનાવવો અને એને બારથી અડતાલીસ કલાક રહેવા દેવામાં આવે, અવધિ પૂર્ણ થઈ ગયાં બાદ એ મીઠું લઈ લેવું આવું કરવાથી નેગેટિવ ઉર્જા તો દૂર થઈ જ જશે સાથે-સાથે ભરપૂર માત્રામાં પૉઝિટીવ ઉર્જાનો સંચાર થાય છે

નોંધનિય છે કે, સાત દિવસ સુધી એકધારા સુમદ્રી નિમકના પોતા કરવામાં આવશે તો વંદા ગાયબ થશે, કીડા-મકોડાના ત્રાસથી પણ છૂટકારો મળશે. માખી-મચ્છર પણ એ ઘરમાં રહેતાં નથી જ્યાં સમુદ્રી નિમકના નિયમિત્ત પોતા થતાં હોય! ટૂંકમાં આવા નાના-નાના સુસ્ખાં કરવાથી મન અને ઘરમાં રહેલી નેગટિવ ઉર્જા તો પલાયન થઈ જ જાય છે, સાથે-સાથ સકારાત્મક ઉર્જાનો વિપુલ માત્રામાં સંચાર થાય છે અને સ્વાસ્થ્યમાં સુધારો એ તો લટકામાં!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here