વારસાગત પરીબળો:
ડાયાબીટીસ માં વારસાગત પરીબળો મહત્વ નો ભાગ ભજવે છે. આપણાં દેશ માં લગભગ 47 ટકા દર્દીઓ માં તે વારસાગત હોવાનું જણાય છે આ પરીબળો ખરેખર કેવી રીતે કામ કરે છે. તે હજી પુરેપુરું સમજાતું નથી.
વાઈરસ નામના સૂક્ષ્મ જીવાણુઓ નો ચેપ:
કેટલાક વાઈક રોગો પાછળ થી ડાયાબીટીસ ને જન્મ આપે છે. આવું લગભગ જુના દાખલાઓ માં બને છે.
આહાર:
ડાયાબીટીસની ઉત્પત્તિ માં આહાર પણ મહત્વ નો ભાગ ભજવે છે. વિકાસતા દેશો જેમ જેમ પશ્ચિમ ના દેશો ના પ્રભાવ નીચે આવતા જાય છે. તેમ તેમ ત્યાંના લોકો ના આહાર માં પણ ફેરફાર થતા જાય છે. વિકસતા દેશો ના લોકો ના ખોરાક માં પ્રોટીન નું પ્રમાણ વધુ અને કાર્બો હાઈડ્રેટસ કે સાકર નું પ્રમાણ ઓછું રહેતું, પણ હવે આપણા ખોરાક માં પ્રક્રિયા યુકત મીઠા ખાદ્ય પદાર્થ બિસ્કીટ, પાઉ, કેક, આઈસ્કીમ જેવી ખાદ્ય વસ્તુઓ વધતી જાય છે. લોકો ને આર્થિક સધ્ધરતા વધતી જાય તેમ તેમ તેમનામાં ડાયાબીટીસનું પ્રમાણ પણ આ સાથે વધતું જાય છે.
ઔષધીની આડઅસર:
ડાઈયુરેટીસ ગર્ભનિરોધક ગોળી ઓ તથા થાઈરોઈડ હોર્મોનસ જેવાં કેટલાંક ઔષધીઓ નો લાંબા સમય નો ઉપયોગ પેનક્રિયાસ ગ્રંથી પર અવળી અસર કરે છે, અને ડાયાબિટીસ માટે કારણરૂપ બને છે.
માનસિક તનાવ:
અનેક બીમારીઓ માં માનસીક તનાવ નો હાથ હોય છે, એ હકીકત નો આજે સ્વીકાર થાય છે. ઘણી વખત ડાયાબીટીસ સુષુપ્તાવસ્થા માં છે. માનસીક તનાવ આવી સ્થિતી ને ખરેખર ડાયાબીટીસ માં પલટાવે છે.
ડાયાબીટીસ ને અટકાવવાના ઉપાયો:
હૃદય માટે અને શરીર માં અન્ય તંત્રો માટે ડાયાબીટીસ નું જોખમ ઉભું કરે છે તે જોતાં ડાયાબીટીસ અટકાવવા નું કામ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ડાયાબીટીસ નો કૌટુંબીક ઈતિહાસ હોય એવા લોકોએ તો ડાયાબીટીસ થી બચવા માટે ખાસ પ્રયત્નશીલ રહેવું જોઈએ. આ માટેના ઉપાયો નીચે આપ્યા છે.
શારીરિક પરિશ્રમ:
શ્રમ કરવાથી લોહી માં રહેલી શર્કરા નો ઘણો ભાગ સ્નાયુઓ માં જ દહન પામે છે. પરીણામે પેન્ક્રિયાસ પર નો બોજો ઓછો થાય છે. તે કાર્યકક્ષમ છે. ડાયાબીટીસ અને હૃદય રોગને દૂર રાખવા માટે નિયમીત વ્યાયામ જરૂરી છે.
શરીરનું વજન:
વજન વધુ હોય તો તેને વહેલી તકે ઓછું કરવું જોઈએ વધારા નું વજન લટકતી તલવાર જેવું હોય છે. આપણા અનેક રોગો માટે નિમીત બને છે.
ડાયાબીટીસની સારવાર:
જે લોકો ને ડાયાબીટીસ નો રોગ થઈ ચુકયો હોય તેમણે તેને નિયંત્રણ માં રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. ડાયાબીટીસ કેટલીક શારીરિક વિષમતાઓને જન્મ આપે જો ડાયાબીટીસ યોગ્ય નિયંત્રણન થાય તો આ વિષમતા ઓ વહેલી અને તીવ્ર સ્વરૂપમાં ઉદ્ભવે છે. ડાયાબીટીસ ની સારવાર નિષ્ણાત ડોકટર ના માર્ગદર્શન હેઠળ થવી જોઈએ.
આહાર નિયંત્રણ:
હૃદયરોગ અટકાવવા માટે આહાર કેવો હોવો જોઈએ તેની સવિસ્તાર ચર્ચા કરવામાં આવી છે. આ આહાર ડાયાબીટીસ ને અટકાવવા કે નિયંત્રણ માં રાખવા માટે પણ એટલો ઉપયોગી છે.
દવાઓ:
ડાયાબીટીસ માં બે પ્રકારની દવાઓ આપે છે. મો વાટે લેવાતી રક્તશર્કરા ઘટાડનારી દવા અને ઈસ્યુલીન વ્યાયામ, ડાયાબીટીસ અટકાવવા કે નિયંત્રણમાં રાખવા માટે શારીરિક વ્યાયામ કરવાનું અનિવાર્ય છે.