ગર્ભ ધારણ કરવા માટે સૌથી શ્રેષ્ઠ ઉંમર કઈ હોય છેએક સ્ત્રી એ કઈ ઉમર મા ગર્ભ ધારણ કરવું જોઈએ, આ માન્યતા પર કેટલીક સ્ત્રીઓ માને છે કે નાની ઉંમર મા માં બનવાથી પારિવારિક જવાબદારીઓ જલ્દી પૂરી થઈ જાય છે. જ્યારે આધુનિક વિચારધારા ધરાવતી સ્ત્રીઓ માને છે.
કિશોરાવસ્થા મા મા બનવાથી માં અને બાળક બંને ના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે એટલા માટે તે આ વિચાર નો વિરોધ કરે છે.
પરંતુ આ વિવાદ નો અંત હિન્દુસ્તાન લગ્ન અધિનિયમ મા છોકરી ની લગ્ન યોગ્ય ઉંમર ૧૮ વર્ષ અને છોકરા ની ૨૧ વર્ષ કરવાની સાથે થઈ ગયું.
પરંતુ આધુનિક માં ૪૦ વર્ષ પછી મા બનવાનો નિર્ણય લઈ રહી છે. તો ચાલો આ લેખ મા જાણીએ કે સ્ત્રીઓ માટે ગર્ભ ધારણ કરવાની શ્રેષ્ઠ ઉંમર કઈ હોય છે.
જો સ્ત્રી ૨૦ વર્ષ પહેલાં માં બને છે:
સ્ત્રી નું ૨૦ વર્ષ થી ઓછી ઉંમર મા મા બનવું એ પુરાતન પંથી વિચારધારા ને તો ખુશ કરી દે છે પરંતુ તેવું થવાથી ગર્ભવતી સ્ત્રીઓ ને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે જેમ કે:
ગર્ભાવસ્થા દરમિયાન મા નું બ્લડપ્રશર વધી જવાથી કોમાં માં જતું રેહવું.(એકલંપસિયા)
ગર્ભાવસ્થા માં બ્લડપ્રેશર નું નિયમિત રૂપે હાઈ રહેવું અને પેશાબ માં યુરિન નું રહેવું. (પ્રિકલેમ્પસિયા)
ગર્ભાશય માં આંતરિક સ્તર નો સોજો. ( એન્ડ્રો મેટ્રી સિસ)
બેક્ટેરિયલ ચેપ નું હોવું.
ગર્ભ મા બાળક નો સરખો વિકાસ ન થવો.
પ્રસુતિ પછી સ્ત્રી ને લાંબા સમય સુધી રક્તસ્રાવ થવો.
જો સ્ત્રી ૨૦-૨૯ વર્ષ ની વચ્ચે ની ઉંમર મા મા બને
સ્ત્રી માટે ગર્ભધારણ ની દ્રષ્ટિ એ ઉંમર નો આ તબક્કો સૌથી સારો માનવામાં આવે છે. આ ઉમર મા ફક્ત સ્ત્રી જ નહી પરંતુ તેનો પુરુષ સાથી પણ તેના ધંધા મા સ્થાપિત થઈ ચૂક્યા હોય છે. આ ઉપરાંત આ ઉમર મા મા બનવાના કારણો છે:
૩૦ વર્ષ સુધી સ્ત્રી મા બનવા માટે શારીરિક અને માનસિક રૂપે પૂરી રીતે સ્વસ્થ અને તૈયાર હોય છે.
જો સ્ત્રી ને કોઈ વિશેષ સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલી ન હોય ત્યારે ઉંમર મા આ તબક્કા માં મા બનવાથી ગર્ભધારણ દરમિયાન થતી કોઈ પણ મુશ્કેલી ની સંભાવના ઘણી ઓછી હોય છે.
સ્ત્રીના ઈંડા માં તંદુરસ્ત ઈંડા હોય છે અને પુરુષ ના વીર્ય ની ગણતરી મહત્તમ હોય છે.ઉંમર ના આ તબક્કા માં સ્ત્રી ની ગર્ભધારણ કરવાની સંભાવના સામાન્ય રીતે મહત્તમ માનવામાં આવે છે.
જો પરિસ્થિતિ અનુકૂળ હોય તો સ્ત્રી આ ઉમર ના પડાવ માં એક થી વધુ વાર મા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરી શકે છે.
જો સ્ત્રી ૩૦-૩૯ વર્ષ ના વચ્ચે ની ઉંમર મા મા બને:
આશરે ૩૨ વર્ષ ની ઉમર થી એક સ્ત્રી ની ફળદ્રુપતા ઓછી થવા લાગે છે. ૩૫ વર્ષ ની ઉંમર પછી ઓછી થવાની આ પ્રક્રિયા ગતિ પકડી લે છે.
૩૫ ની ઉંમર પછી ગર્ભપાત નો ખતરો પણ વધી જાય છે.આ સમયે સ્ત્રી ના શરીર માં ગર્ભધારણ ની સફળતા ની સંભાવના ૫૦-૬૦% સુધી રહી જાય છે.
જો અમુક સ્ત્રીઓ આઈવીએફ પદ્ધતિ નો સહારો લે છે ત્યારે પણ તેની મા બનવાની સંભાવના ૩૦% સુધી રહી જાય છે.સામાન્ય રીતે ગર્ભધારણ કરનારી સ્ત્રીઓ માં પણ ગર્ભપાત ની સંભાવના વધારે રહે છે.
ગર્ભ મા બાળક મા રંગસૂત્ર સબંધિત વિકાર અને વિકૃતિ હોવાની સંભાવના વધારે હોય છે.ગર્ભાવસ્થા મા જુદા જુદા પ્રકાર ની સમસ્યાઓ જેમ કે ગર્ભનાલ માં ગર્ભાશય ગ્રીવા ની ચારેય બાજુ વીંટળાઈ જવાનું જોખમ વધી જાય છે.
ગર્ભપાત ની સંભાવના વધારે થઈ જાય છેનોધ: ૩૨ વર્ષ ની ઉમર પછી દંપતી એ પોતાના ડોક્ટર પાસે સલાહ લીધા પછી જ કોઈ પણ નિર્ણય કરવો જોઈએ.
જો સ્ત્રી ૪૦-૪૯ વર્ષ ની વચ્ચે ની ઉંમર મા મા બને:
ઉમર ના આ તબક્કા માં સ્ત્રી સામાન્ય રીતે ગર્ભધારણ કરવામાં લગભગ અસમર્થ રહે છે. આ ઉપરાંત આ સમયે સ્ત્રી ને ગર્ભધારણ કરવામાં જે મુશ્કેલી ઓ આવી શકે છે, તે છે: સંપૂર્ણ ગર્ભ કાળ દરમિયાન બ્લડપ્રેશર હાઈ રેહવાની મુશ્કેલી.
શરીર માં નસો માં લોહી જમી જવાનું જોખમ રહે છે.સ્ત્રી નુ ડાયાબિટીસ અથવા ખાંડ થી પીડાય તેવી સંભાવના રહે છે જેના કારણે પ્રિક્સેમ્પલિયા થવાની સંભાવના વધારે રહે છે.
સંપૂર્ણ ગર્ભ કાળ મા બાળક નો જીવ સંકટ માં રહે છે.સ્ત્રી ને તેના ગર્ભાશય મા થતી એક ગાંઠ જેને જેસ્ટેસનાલ ટ્રોફોબ્લાસ્તિક કહે છે, તે થવાની સંભાવના રહે છે અને તેમાં સ્ત્રી અને બાળક નો જીવ મુશ્કેલી માં મુકાઈ જાય છે.
પ્રસૂતિ સામાન્ય થવાની સંભાવના ખુબ જ ઓછી થઈ જાય છે.આ ઉપરાંત આ ઉમર મા જ સ્ત્રી ઓ ને પૂરો સમય ડોક્ટર ની દેખરેખ ની જરૂર હોય શકે છે.
જો સ્ત્રી ૫૦ વર્ષે ની પછી ની ઉંમરમાં મા બને:
સ્ત્રી માટે ઉમર નો એ તબક્કો છે જ્યાં સ્ત્રી એકાધિકાર ની નજીક આવે છે. એટલા માટે આ ઉમર મા મા બનવાની સંભાવના શૂન્ય સમાન રહી જાય છે.
પરંતુ આધુનિક પધ્ધતિઓ ના ચાલતા કેટલીક સ્ત્રીઓ આ ઉમર મા પણ ગર્ભધારણ કરવાનો પ્રયત્ન કરે છે. તેવામા સ્ત્રીઓ એ અનેક સામે આવતી નિમ્ન મુશ્કેલીઓ ને ધ્યાન મા રાખવી પડશે:
સામાન્ય રીતે ગર્ભધારણ કરવું લગભગ અસંભવ હોય છે.સંપૂર્ણ ગર્ભ કાળ મા સ્ત્રી અને બાળક ને ડોક્ટર ની દેખરેખ ની જરૂર હોય છે.
ગર્ભપાત અને સમય પેહલા પ્રસૂતિ જેવી મુશ્કેલીઓ થઈ શકે છે.ગર્ભાવસ્થા મા પ્રકાર ૨ ડાયાબિટીસ થઈ શકે છે.હદય સબંધી મુશ્કેલી જેને માયોકાડીયલ ઇન્ફેક્શન જે એક પ્રકાર નો હદય નો હુમલો હોય છે તેનું જોખમ વધે છે.
આ સંપૂર્ણ વિશ્લેષણ પછી કહી શકાય કે ગર્ભધારણ ની શ્રેષ્ઠ ઉમર સ્ત્રી ની ૨૦-૨૯ વર્ષ વચ્ચે ની અવસ્થા હોય છે. ત્યારપછી જો પરિસ્થિતિ અને સ્વાસ્થ્ય અનુકૂળ હોય ત્યારે ૩૦-૩૫ વર્ષ સુધી ગર્ભધારણ કરવાનો પ્રયત્ન કરી શકે છે.
પરંતુ ત્યારબાદ ગર્ભધારણ કરવામાં મા અને બાળક નું સ્વાસ્થ્ય સબંધી જોખમ વધી જાય છે..