પર્વતો પર દરેક ગામની કેટલીક વિશેષતાઓ હોય છે, આવું જ એક ગામ છે સંજી-ભટોલી. ઉત્તરાખંડનાં હિલ સ્ટેશનની ગોદમાં વસેલા અલબેલા ગામના દરેક ઘરોમાં મકાઇના ડોડા કલાત્મક રીતે તોરણની જેમ બાંધવામાં આવે છે. એટલું જ નહીં, લોકો આ ગામને જોવા માટે દૂર-દૂરથી આવે છે.
મસૂરીથી 16 કિલોમીટર દૂર કોર્ન વિલેજ સંજી અને ભટોલીને તેની અનોખી પરંપરાને કારણે આ અનોખી ઓળખ મળી છે. શિયાળાના આગમન પહેલાં, તેઓ મકાઇના પાકને સૂકવવા માટે તેમના મકાનોની દિવાલો પર લટકાવે છે, આ વિસ્તારમાં સદીઓથી આ કામગીરી કરવામાં આવી રહી છે, તે ત્યાં પરંપરાગત ખેતી કરવાની રીત છે પરંતુ હવે આ પરંપરા જોવા અને જાણવા માટે આ ગામમાં પર્યટકો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે.
આ ગામ મોટો ફાળો સ્થાનિક રહેવાસી કુંવરસિંહ ચૌહાણનો પણ છે, જેણે શહેરમાં અભ્યાસ કર્યા પછી, તેના ગામમાં પરત આવ્યા અને વિદેશી મહિલા સાથે લગ્ન કર્યુ, ત્યારબાદ ત્યાં વિદેશીઓ આવવાનું શરૂ થઈ ગયું અને હવે વિદેશીઓની સાથોસાથ, મૂળ પ્રવાસીઓ પણ સેનજી ગામ પહોંચે છે. આ ગામ કોઈ સરકારી મદદ વગર અને ફક્ત સ્થાનિક લોકોના પ્રયત્નોથી મસુરી નજીક એક નવું સ્થળ બની રહ્યું છે.
વર્ષોથી ચાલી છે આ પરંપરા
400 લોકોની માત્ર વસ્તી 80 જેટલા ઘરના છાપરા અને દિવાલો પર મકાઈના ડોડા લટકતા મન મોહી લે છે. આ ગામના મોટા ભાગના ઘર દેવદાર વૃક્ષના મજબૂત લાકડાથી બનેલા છે. સ્થાનિક લોકોનું માનવું છે કે ઘરના દરવાજા, બારીઓ અને છાપરાની ખીંટીઓ પર મકાઇના દાણા સૂકાય તે માટે દોરીથી બાંધીને લટકાવાય છે.
આ એક મકાઇના સારા બીજ તૈયાર કરવાની પરંપરા છે જે વર્ષોથી ચાલી આવે છે. મકાઇના ડોડાની હારમાળા વિનાનું કોઇ ઘર જોવા મળતું નથી. ગામ લોકો ઘઉં,ચાવલ ઉપરાંત મકાઇની પણ ખેતી કરે છે એટલું જ નહી આ મકાઇના બીજ તૈયાર કરીને બહાર પણ મોકલાવે છે પ્રવાસીઓ આ ગામને માઇઝ વિલેજ નામ આપ્યું છે.