ભારત એક એવો દેશ છે જ્યાં દર વર્ષે લોકો બીમારી થી ઓછા અને એક્સિડેન્ટ થી વધારે મૃત્યુ પામે છે, આ વાત ને ભારત સરકાર દ્વારા પૃષ્ટ કરવામાં આવેલ છે. આપણા દેશ માં મોટા ભાગ ના લોકો ટ્રાફિક ના નિયમો નું પાલન નથી કરતા એટલે જ મોટા ભાગ ના રોડ અકસ્માત થતા હોય છે. લોકો ને ટ્રાફિક ના નિયમો નું કઈ ખાસ જાણકારી નથી, લોકો ની જાણકારી ફક્ત ટ્રાફિક સિગ્નલ ની લાઈટ પૂરતી જ સીમિત છે.

તમે પોતાની કાર માં કે પછી બસ માં રસ્તા માં બહાર નીકળો એટલે તમને રોડ પર સફેદ અને પીળા રંગ ના અલગ અલગ પ્રકાર ના પટ્ટા જોવા મળે છે. શું તમને ખબર છે એ પટ્ટા નો મતલબ શું છે ? તો આવો તમને એ વિષે વિગત માં જાણકારી આપી દઈએ.

લાંબી સફેદ રંગ ની લાઈન : તમે રસ્તા માં જોયું હશે ઘણા રસ્તા માં રોડ ની વચ્ચોવચ લાંબી સફેદ કલર ની લાઈન હોય છે, એનો મતલબ એમ થાય છે કે તમે જે બાજુ લેન માં છો એ જ લેન માં તમારે રેહવાનું છે, એ લેન બદલી ને તમે બીજી લેન માં તમે જઈ નથી શકતા.

તૂટેલી સફેદ લાઈન :

મિત્રો તમે જોયું હશે તો રસ્તા માં અમુક અમુક અંતર પર સફેદ લાઈન ના પટ્ટા હોય છે જે સળંગ નથી હોતા પરંતુ તૂટેલા હોય છે એટલે કે અમુકનિશ્ચિત અંતર પર હોય છે. તો એનો મતલબ થાય છે કે તમે લેન બદલી શકો છો, પાછળ થી આવતા વાહનો નું ધ્યાન રાખીને તમે તમારી હાલની લાઈન થી બીજી લેન માં ડ્રાઈવ કરી શકો છો.

લાંબી પીળી લાઈન :

મિત્રો આ પ્રકાર ની સળંગ પીળા રંગ ની લાઈન નો મતલબ છે કે તમે આરામ થી બીજા વાહન ને ઓવરટેક કરી શકો છો. પરંતુ તમે તે લાઈન ક્રોસ કરીને બીજી લેન માં નથી જઈ શકતા, દરેક રાજ્ય માં આ માટે અલગ અલગ નિયમ હોય છે, જેમ કે તેલંગણા માં આ લાઈન નો મતલબ તમે ઓવરટેક નથી કરી શકતા.

સમાંતર 2 પીળી લાઈન :

મિત્રો આ પ્રકાર ની સમાંતરે આવેલ પીળી લાઈન નો મતલબ છે કે તમે તમારી લેન માં જ ચાલો, લેન બદલી નથી શકતા તમે, પરંતુ આપણે બધા એ લાઈન ની ઉપર થી પણ ગાડી ચલાવતા હોઈ છીએ જે તદ્દન ખોટું છે.

તૂટેલી પીળી લાઈન ના પટ્ટા :

તમે રોડ પર જોયું હશે કે પીળા કલર ના લાઈન ના પટ્ટા હોય છે એક જ સમાંતર અંતરે, આ પીળા રંગ ના પટ્ટા નો મતલબ છે કે તમે પાછળ આવતા વાહનો નું ધ્યાન રાખીંને ઓવરટેક કરી શકો છો.

સીધી એક જ કલર ની પેટ્ટી તેમજ તૂટેલી પટ્ટી :

તમે અમુક રસ્તા પર એક સાથે નાના એવા અંતર પર 2 અલગ અલગ એક જ રંગ ની એક સીધી સળંગ પટ્ટી અને બીજી તૂટક સમાંતર પટ્ટી જોઈ હશે તો મિત્રો આ લાઈન નો મતલબ એમ થાઈ છે કે તૂટક પટ્ટી વાળી લેન માં જે વાહનો ચાલે છે તે એક બીજા ને ઓવરટેક કરી શકે છે, જયારે સીધી લાઈન વાળી લેન માં ચાલતા વાહનો ઓવરટેક નથી કરી શકતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here