તમે જાણો છો, કઈ રીતે ખબર પડે કે પેટમાં ખાવાનું સડી રહ્યું છે કે પચી રહ્યું છે? તો જાણો આ રીતે અને રહો સ્વસ્થ…

પેટમાં ખરાબ થઈ રહ્યું છે ખાવાનું – કહે છે ને કે શરીરમાં થતી કોઈપણ બીમારી માટે વ્યક્તિનું પેટ સૌથી વધુ કારણભૂત હોય છે કેમકે જે વ્યક્તિના પેટ હંમેશા સ્વસ્થ હોય અને તંદુરસ્ત રહે છે તે વ્યક્તિને કોઈપણ બીમારી થતી નથી.

શરીરને સ્વસ્થ બનાવી રાખવા માટે પાચનતંત્રનું સારું હોવું ખૂબ જ જરૂરી છે. જો તમારા પેટની પાચનક્રિયા દુરસ્ત નહીં હોય તો પછી તેનાથી શરીર અસ્વસ્થ અને મગજ સુસ્ત થઈ જાય છે.

જેની અસર તમારી કાર્યક્ષમતા ઉપર પડે છે. જરૂરતથી વધારે ખાવાનું, અનિયમિત ખાવાનું ખાવું – પીવું, મોડે સુધી જાગવું જેવી ઘણી વસ્તુઓ પાચનક્રિયાને પ્રભાવિત કરે છે.

એટલા માટે અહીં એ જાણવું ખૂબ જરૂરી છે કે ભોજન કર્યા પછી તે તમારા પેટમાં પહોંચી રહ્યું છે કે તમારા પેટમાં ખરાબ થઈ રહ્યું છે.

જો તમારું પાચન ખરાબ છે તો પછી તમને કબજિયાતથી લઈ ને પેટ સાથે જોડાયેલી ઘણી સમસ્યા થઈ શકે છે અને તેના માટે બીજું કોઈ નહીં પરંતુ તમે ખુદ જિમ્મેદાર છો.

જઠરાગ્નિ ના ઓલવાવા ઉપર પેટમાં ખરાબ થવા લાગે છે ભોજન-

દાળ ભાત, શાક, રોટલી, દૂધ, દહીં અને ફળ સહિત ઘણી વસ્તુ નું સેવન આપણે ભોજનના રૂપમાં કરીએ છીએ. આ બધી જ વસ્તુઓ આપણા પેટમાં જાય છે અને પેટના દ્વારા ભોજન થી ઉત્પન થતી ઉર્જા આખા શરીરમાં પહોંચે છે.

જોઈએ તો પેટમાં એક નાનકડું સ્થાન હોય છે જેને આપણે અમાશય અને જઠર કહીએ છીએ.

આપણે જે પણ ખાઈએ છીએ તે તમારા શરીરમાં જાય છે અને ખાતા સમયે પાચન માટે અગ્નિ પ્રજવલિત થાય છે તેને જઠરાગ્નિ કહે છે. તે અગ્નિ ખાવાનું ખાધા થી લઈને ભોજન પચવા સુધી સળગતી રહે છે.

પરંતુ ઘણા લોકો ભોજન કરતા સમયે ખૂબ જ વધુ પાણી પી લે છે અને ઘણા લોકો તો ખાતા સમયે ફ્રીઝનું ઠંડું પાણી પી લે છે. આવું કરવાથી જઠર મા જ્વલિત રહેતી અગ્નિ ઠરી જાય છે જેનાથી પાચનક્રિયામાં અડચણરૂપ આવી જાય છે.

ભોજન કર્યા પછી આપણા પેટમાં ૨ ક્રિયા થાય છે. પહેલી ક્રિયા જે ડાયજેશન કહેવામાં આવે છે. જેનાથી ખાવાનું પચે છે અને બીજી ફર્મેન્ટેશન ની ક્રિયા જેનો મતલબ છે પેટમાં ખાવાનું સડવું.

જઠરાગ્નિ સળગતી રહેશે તો જ પેટમાં ખાવાનું પચે છે-

આયુર્વેદના અનુસાર જ્યારે પેટમાં જઠરાગ્નિ સળગશે તો જ ખાવાનું પચે છે અને જ્યારે ખાવાનું પચશે તો તેનાથી રસ બનશે.

ભોજન ના પચવાથી જે રસ બને છે તેનાથી શરીરમાં માસ, મજ્જા, લોહી, વીર્ય, હાડકા મળ મૂત્ર અને મેદ નું નિર્માણ થાય છે.

પરંતુ જો તમારા પેટની જઠરાગ્નિ ઠરી ગઈ છે તો એવામાં તમારું ભોજન પચવા ની જગ્યાએ સડવા લાગશે અને જ્યારે ભોજન પચવાની જગ્યાએ ખરાબ થવા લાગશે તો તેનાથી યુરિક એસિડ, કોલેસ્ટ્રોલ અને હાર્ટ એટેકથી લઈને ઘણી ગંભીર બિમારી શરીરમાં તમારું ઘર બનાવવા લાગશે.

જોઈએ તો સ્વસ્થ રહેવા માટે આપણા પેટ નુ સ્વસ્થ રહેવું ખૂબ જ જરૂરી છે એટલા માટે ખાવાનું ખાતા સમયે અને ભોજન ના લગભગ અડધી કલાક પછી પાણી પીવો.

જો તમે ભોજન કરતા સમયે પાણી પી લીધું તો તેનાથી તમારા પેટની જઠરાગ્નિ ઠરી જશે અને ખાવાનું પચવાની જગ્યાએ પેટમાં ખરાબ થવા લાગશે.

pinal patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *