કોઇ પણ રિલેશનશિપનાં તૂટવાથી વ્યક્તિ પોતે પણ તૂટી જાય છે. બ્રેકઅપ બાદ તેમાંથી બહાર આવવામાં પણ વ્યક્તિને ઘણો સમય લાગી જાય છે. એટલા માટે દરેક વ્યક્તિ પોતાના માટે એક એવો પાર્ટનર પસંદ કરતા હોય છે જે તેનો સાથ નિભાવી શકે.

તેમ છતાં ક્યારેક-ક્યારેક કેટલીક બાબતોને કારણે રિલેશનશિપ તૂટી જાય છે. પરંતુ દર વખતે રિલેશન તૂટવા પાછળનું કારણ પરસ્પર તાલમેલ ન બેસવો જ નથી હોતું. કેટલાક રિલેશન એટલા માટે પણ તૂટતાં હોય છે જ્યારે કોઇ પોતાના પાર્ટનર પ્રત્યે પ્રમાણિક ન હોય. પાર્ટનરની કેટલીક બાબતોથી તમે જાણી શકો છો કે તે તમારે પ્રત્યે પ્રમાણિક છે કે નહીં.

જ્યારે બે લોકો એક રિલેશનમાં હોય છે ત્યારે તે લાગણીઓથી એકબીજા સાથે જોડાયેલા હોય છે જેના કારણે તેઓ એકબીજાની ચિંતા કરે છે. જો તમારો પાર્ટનર તમારી સાથે લાગણીથી કનેક્ટેડ હશે તો તે તમારી ચિંતા કરશે. તમારી લાગણીઓને સમજશે.

એટલા માટે જો તમારો પાર્ટનર તમારી લાગણીઓની કદર નથી કરતો અથવા કરતી અથવા તો તમારા તરફ હંમેશા બેદરકારીભર્યુ વલણ રાખે છે તો સમજી જાઓ કે તેને તમારી સાથે ભાવનાત્મક રીતે કનેક્શન અનુભવાતું નથી. લાગણી વગર જોડાતાં સંબંધ વધુ સમય સુધી ટકી શકતા નથી.

જ્યારે તમે કોઇની સાથે રિલેશનમાં હોવ છો ત્યારે તમે કોઇ પણ ખુશી અથવા દુખની લાગણી સૌથી પહેલા તમે તેની સાથે શેર કરવા માંગો છો. બે લોકોના રિલેશનમાં તમે મનની વાતો એકબીજાને સંકોચ વગર કહી શકો છો. કારણ કે આ રિલેશન વિશ્વાસ પર જ ટક્યો હોય છે.

જ્યારે તમારો પાર્ટનર તમારાથી વાતો છુપાવા લાગે તો સમજી જાઓ કે તે હવે તમારી સાથે લાંબા સમય સુધી સાથ નિભાવી શકશે નહીં. પરંતુ તેનો અર્થ એ નથી કે તમારો પાર્ટનર કે તમારી પાર્ટનર તમને દગો આપી રહ્યા છે. વાત છુપાવવાનું કારણ કંઇ બીજુ પણ હોઇ શકે છે એટલા માટે પહેલા તે વાતનું મહત્ત્વ સમજો અને તે અંગે તમારા પાર્ટનર સાથે વાત કરો.

જ્યારે બે લોકો વચ્ચે રિલેશન શરૂ થાય છે ત્યારે શરૂઆતમાં તેને જાણવા સમજવામાં સમય લાગે છે.. ત્યારબાદ તમારુ રિલેશન આગળ વધે છે. પરંતુ જ્યારે તમારો પાર્ટનર ફિઝિકલ રિલેશન બનાવવામાં વધુ રસ દાખવે છે અથવા ઉતાવળ કરે છે તો એકબીજાને સમજવામાં થોડોક વધુ સમય લેવો જ યોગ્ય હોય છે. જેથી તમે તેને સંપૂર્ણપણે સમજી શકો અને ત્યારબાદ પોતાના રિલેશનને આગળ વધારો. કારણ કે આ પ્રકારના કેસમાં દગો દેવાનો ચાન્સ વધારે હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here